Back કથા સરિતા
ડૉ. પારસ શાહ

ડૉ. પારસ શાહ

સેક્સોલોજી (પ્રકરણ - 60)
લેખક જાણીતા સેક્સોલોજિસ્ટ અને ‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ છે.

સેક્સ માટે સ્વયંને સજ્જ બનાવો, ક્ષમતા કેળવો

  • પ્રકાશન તારીખ06 Jan 2019
  •  

ઓફિસમાં અત્યંત વ્યસ્તતાપૂર્ણ દિવસ પતાવીને ઘરે આવ્યા પછી પણ તમે રિલેક્સ નથી થઇ શકતા. કારણ કે બાળકોની સંભાળ લેવાની, રાતનું જમવાનું તૈયાર કરવાનું અને ઢગલાબંધ કપડાં ધોવાનાં બાકી છે.

આ બધું પતે અને બાળકો પથારી ભેગાં થાય, જમવાનું પતાવી સાફસફાઇ પૂરી કરી અંતે તમે નાઇટડ્રેસ પહેરીને બેડરૂમમાં આવો ત્યારે તમારા પતિ તમારા વાળને સહેલાવી તમારી તરફ માદક સ્મિત રેલાવે છે, તેમના આ સ્મિત પાછળ રહેલી તેમની ઇચ્છાઓને તમે જાણો છો. હા, તેમને તમારી સાથે સેક્સ માણવું છે, પરંતુ તમને લાગે છે કે સારી રીતે ફૂટ મસાજ કોઇ કરી આપે તો તરત જ ઊંઘ આવી જાય. જરા સરખાં સંકેત મળવાથી જ સેક્સ માટે તૈયાર થઇ જતા પુરુષોથી વિપરીત વ્યસ્ત દિવસના અંતે સેક્સ માટે વિચારવું સ્ત્રીઓ માટે થોડુંક મુશ્કેલ છે.

જે સ્ત્રીઓ નિયમિત કસરત કરે છે તેઓ કસરત નહિ કરનાર કરતાં સેક્સ માટે વધુ સક્ષમ હોય છે

કામકાજ કરતાં યુગલો માટે વ્યસ્ત દૈનિક ક્રિયાઓ બાદ બાળકોની જવાબદારી પૂરી કર્યા બાદ ઝડપથી પ્રેમક્રિયાઓમાં ઓતપ્રોત થવું મુશ્કેલ છે અને આ એક સર્વસામાન્ય બાબત છે, પરંતુ તમારા બંને વચ્ચેના ગાઢ જોડાણને જાળવી રાખવા માટે સેક્સ પણ એટલું જ જરૂરી છે અને તે તમારા દૈનિક જીવનનો ભાગ હોવું જ જોઇએ. જોકે વ્યસ્ત જીવનશૈલીની સમસ્યાનો ભોગ બનેલાં યુગલો પણ કંટાળાજનક સાપ્તાહિક દિવસો દરમિયાન પણ તેમની ઇચ્છા મુજબ સેક્સ માણી શકે છે પરંતુ આ માટે તેમણે થોડુંક આયોજન કરવું જરૂરી છે.


આ સૂચનો તમને ઉપયોગી થઇ પડશે સવારના સેક્સ માટે આયોજન કરો: વહેલી સવારમાં સેક્સ માણવાથી સમગ્ર દિવસ આનંદમય રીતે પસાર થાય છે.
લંચ સમયે સેક્સ: આ સમયે જ્યારે બાળકો શાળાએ ગયાં હોય ત્યારે થોડો સમય કાઢી ઘરે આવી સેક્સની તક ઝડપી શકો છો.


તમારા સાથીને ચોક્કસ તારીખ સાથે સેક્સના નિયમોનો ટેક્સ્ટ મેસેજ કરો: તમારા સાથીને જણાવો કે જો તેને સાંજે સેક્સ માણવાની ઇચ્છા હોય તો તેણે ઘરનાં કામમાં તમારી મદદ કરવી પડશે, તેમને ડિનર પછી સાફસફાઇની જવાબદારી સોંપો અને બાળકોને સુવડાવી દેવાનું કહો. આ દરમિયાન તમે સ્નાન કરી તમારી જાતને તૈયાર કરો.


સપ્તાહમાં એક દિવસ સેક્સ માટે અગાઉથી આયોજન કરો: સપ્તાહમાં કોઇ ચોક્કસ દિવસ નક્કી કરી તે દિવસે સેક્સ માણો. એક વાર નક્કી થયા પછી સમગ્ર દિવસ દરમિયાન તે બાબત તમારા મગજમાં રહેશે તેથી તમે સારી રીતે મેનેજ કરી શકશો અને સેક્સની મજા માણી શકશો.
રોમેન્ટિક મૂવી જુઓ: સાસુ-વહુની સિરિયલો જોવાને બદલે કોઇ રોમેન્ટિક મૂવી સાથે બેસીને નિહાળો, અને હળવેકથી એકબીજાને પંપાળો.


જિમમાં જાવ: સાથે કસરત કરવાથી શારીરિક તંદુરસ્તી વધવાની સાથે સાથે જ તમારી કામેચ્છામાં પણ વધારો થાય છે. સંશોધનોમાં પુરવાર થયું છે કે જે મહિલાઓ નિયમિત કસરત કરે છે તેઓ તેમના શરીર વિશે વધુ આત્મવિશ્વાસ ધરાવે છે અને તે કસરત નહીં કરતી મહિલાઓની તુલનાએ સેક્સ માટે વધુ સક્ષમ હોય છે.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP