Back કથા સરિતા
ડૉ. પારસ શાહ

ડૉ. પારસ શાહ

સેક્સોલોજી (પ્રકરણ - 59)
લેખક જાણીતા સેક્સોલોજિસ્ટ અને ‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ છે.

સ્તનથી સાઈઝથી જાતીય આનંદમાં ફરક પડતો નથી

  • પ્રકાશન તારીખ12 Dec 2018
  •  

સમસ્યા: હું 20 વર્ષની યુવતી છું. કોલેજમાં અભ્યાસ કરું છું. મારું હાલ વજન 40 કિલો છે અને ઊંચાઈ 5 ફૂટ 2 ઇંચ છે. 2-3 વર્ષથી લાંબા માનસિક સ્ટ્રેસ અને ચિંતાના કારણે 5થી 12 કિલો વજન ઊતરી ગયું છે. મારા એંગેજમેન્ટ થઈ ગયા છે. મારા ફિયાન્સનું કહેવું છે હું તેમની આગળ ખૂબ જ નાની અને નીચી લાગું છું, જે એમને પસંદ નથી. મારા ઘણા વિરોધ છતાં અમે સંબંધ બાંધવાની કોશિશ કરી હતી. યોનિપ્રવેશથી મને થોડું લોહી નીકળ્યું હતું અને એક દિવસ સુધી દુખાવો પણ રહ્યો હતો. તો શું મારો કુમારિકા પડદો તૂટી ગયો હશે? મારાં સ્તન પણ નાનાં છે, જેને લીધે મારા ફિયાન્સને મજા ન આવી હોવાનું જાણાવે છે. સ્તન મોટાં કરવાનો ઉપાય જલદી બતાવશો.


ઉકેલ: સૌ પ્રથમ તો લગ્ન પહેલાં જાતીય સંબંધ રાખવો એ આગ સાથે રમવા જેવી બાબત છે. જેનાથી ભવિષ્યમાં ક્ષોભમાં મુકાવાથી માંડી અને લગ્ન તૂટી શકવાની શક્યતાઓ રહેલી છે. જાતીય સંબંધમાં ત્રણ ‘R’નું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. સૌ પ્રથમ રાઇટ-એટલે કે તમને જાતીય આનંદ માણવાનો હક્ક છે, પરંતુ આ હક સાથે બીજો ‘R’ રિસ્પોન્સિબિલિટીનો પણ સંકળાયેલ છે. આ રિસ્પોન્સિબિલિટીનો મતલબ જે કાંઈ કરો છો તેની જવાબદારી લેવાની માનસિક તૈયારી હોવી જરૂરી છે અને છેલ્લો ‘R’ રિસ્પેક્ટનો છે. શું આ સંબંધ રાખવાથી તમે પોતાની નજરમાંથી ઊતરી તો ગયા નથી ને? શું હજી એકબીજા પ્રત્યે આદરભાવ છે? આ ત્રણ ‘R’નું મહત્ત્વ દરેક યુવક-યુવતીઓએ જાતીય સંબંધ બાંધતા પહેલાં વિચારવું જોઈએ, કારણ કે લગ્નપૂર્વે સેક્સ સંબંધ ક્યારેક જોખમી બની શકે છે. યુવતી પ્રેગ્નન્ટ થાય તો બેઉ


સમસ્યા: સ્ત્રીને કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યા પછી કેટલા દિવસ પછી સમાગમ કરી શકાય? મારી ઉંમર 35 વર્ષની છે.


ઉકેલ: સામાન્ય રીતે સ્ત્રીના માસિક આવ્યાના પહેલાં ચૌદ દિવસમાં આ ઓપરેશન કરવામાં આવે છે. જેથી જ્યારથી ઓપરેશન થાય ત્યારથી જ મોટેભાગે બીજાં ગર્ભનિરોધક સાધનોનો પ્રયોગ જરૂરી રહેતો નથી. બાકી સ્ત્રીને તકલીફ ન હોય અને તેમની ઇચ્છા હોય તો ઓપરેશનનાં બે-ત્રણ દિવસ પછી પણ જાતીય સંબધ રાખી શકાય છે. પરિવાર વચ્ચે અણબનાવ થઈ શકે અથવા સામાજિક પ્રતિષ્ઠા જોખમાય. એ જ રીતે લગ્ન પૂર્વે ભાવિ પત્ની સાથે સેક્સસંબંધ બાદ યુવકના મનમાં કદાચ શંકા પણ જાગી શકે કે આટલી સરળતાથી મને સેક્સ માટે હા કેમ પાડી? યુવતીના મનમાં પણ ભાવિ પતિના ચારિત્ર્ય અંગે શંકા જાગી શકે. આપે મક્કમતાથી જાતીય સંબંધની ના પાડવાની જરૂર હતી. આમ કરવાથી આપના ભાવિ પતિનો આદર ચોક્કસ વધશે. બાકી નાનાં અથવા મોટાં સ્તનના કારણે જાતીય આનંદમાં ઝાઝો ફરક પડતો નથી. આપનું વજન ખૂબ જ ઓછું છે. જો થોડું વજન વધારશો તો સ્તન પણ થોડાં ભરાવદાર લાગશે. વજન વધારવા કઠોળનો ઉપયોગ દરરોજ કરવાનું રાખો. સાથે સવાર, બપોર અને સાંજ બે-બે ચમચી PRO-ONE પ્રોટીન પાઉડર લેવાનું રાખો. આ પાઉડરમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ છે, સાથે બીજા મિનરલ પણ વિપુલ પ્રમાણમાં છે, જે આપને સ્તનમાં ફેટનું પ્રમાણ વધારવામાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ આમાં આપને રાતોરાત પરિણામ ન મળી શકે. ધીરજ રાખજો અને ચિંતા છોડી દો. ચિંતા કરવાથી વજન વધુ ઘટશે અને સ્તન વધુ નાનાં લાગશે, પરંતુ પરિણામ એક જ દિવસમાં જોઈતું હોય તો ઓપરેશન દ્વારા ઇમ્પાલ્ટ મુકાવી શકાય છે. આ ઓપરેશનમાં માત્ર ચોવીસ કલાકમાં જ રજા મળી જાય છે અને કોઈને ઓપરેશનની જાણ પણ થતી નથી. આપને જે લોહી નીકળેલું તે યોનિપટલ તૂટવાને કારણે બનેલ. આ એક બારીક પાતળો પડદો હોય છે, જે રમતા, કૂદતા, હસ્તમૈથુન અથવા પ્રથમ વખતના સમાગમ વખતે તૂટી જતો હોય છે અને થોડુંક બ્લીડિંગ થતું હોય છે. તે વખતે થોડો દુખાવો અનુભવાતો હોય છે. તેના વિશે હવે વિશેષ ચિંતા કરવાનું છોડી અને લગ્ન સુધી ભણવામાં વધારે ધ્યાન આપો.


સમસ્યા: મને મૂંઝવતો પ્રશ્ન એ છે કે, સ્ત્રીને માસિક આવ્યા બાદ કેટલા દિવસ પછી સમાગમ કરવો યોગ્ય ગણાય?


ઉકેલ: માસિકસ્ત્રાવના દિવસોમાં પણ જો આપ પતિ-પત્નીને વાંધો ન હોય તો જાતીય સંબંધ રાખી શકાય છે. મેડિકલી કોઈ વાંધો નથી, પરંતુ માસિકના સમયે ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે. જેથી શક્ય હોય તો આ સમયે જાતીય સંબંધથી દૂર રહેવું જોઈએ અથવા નિરોધનો પ્રયોગ કરવો હિતાવહ છે, પણ બાળક રાખવા માટે સામાન્ય રીતે માસિકના બારમા દિવસથી અઢારમા દિવસ સુધી દરરોજ સંબંધ રાખવો જોઈએ, કારણ કે આ દિવસોમાં સ્ત્રીબીજ છૂટું પડતું હોય છે અને આ સ્ત્રીબીજ અને શુક્રાણુનું મિલન થાય તો ગર્ભ રહે છે. બાકીના દિવસોને રિલેટિવલી સેફ સમય ગણી શકાય. એટલે કે બાકીના દિવસોમાં ગર્ભ રહેવાની શક્યતાઓ પ્રમાણમાં નહીંવત્ હોય છે.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP