Back કથા સરિતા
ડૉ. પારસ શાહ

ડૉ. પારસ શાહ

સેક્સોલોજી (પ્રકરણ - 60)
લેખક જાણીતા સેક્સોલોજિસ્ટ અને ‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ છે.

ડાયાબિટીસની સમસ્યા હોય તો વાયગ્રા લેવાય?

  • પ્રકાશન તારીખ24 Oct 2018
  •  

સમસ્યા: મારી ઉંમર 60 વર્ષની છે. ડાયાબિટીસ ને બી.પી.ના લીધે મારી બંને કિડની કામ કરતી બંધ થઈ ગઈ હતી. ડાયાબિટીસ માટે ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શનો લેવાં પડે છે અને બી.પી. ની ગોળીઓ પણ ચાલુ છે. બે વર્ષથી ડાયાલિસિસ બંધ છે. પહેલાં તો બિલકુલ ઇન્દ્રિયમાં ઉત્થાન આવતું હતું નહીં, પરંતુ હવે થોડું આવે છે. જણાવશો કે દેશી વાયગ્રા લઈ શકાય કે નહીં?


ઉકેલ: સેક્સ જીવનમાં અલૌકિક આનંદ આપે એ વાત સાચી છે, પરંતુ જીવનથી વધારે તો નથી જ ને? આપની બંને કિડની બંધ થઈ ગઈ હતી. અત્યારે પણ આપ હૃદય માટે ઘણી દવાઓ લો છો. મારું માનો તો આ દેશી કે વિદેશી વાયગ્રા આપે બિલકુલ ન લેવી જોઈએ. આ જ કોલમમાં અનેક વાર લખી ચૂકેલ છું કે આ દવા લીધા પછી એકસો ત્રેસઠ લોકો મૃત્યુ પામ્યાના બનાવ બન્યા છે. શરૂઆતનાં વર્ષોમાં આ દવાનાં સારાં પરિણામો જ દેખાતાં હતાં, પરંતુ સમય જતાં તેની આડઅસર હવે દેખાવા લાગી છે. હમણાં આવેલ છેલ્લાં પરીક્ષણોમાં તો એવું જાણવા મળ્યું છે કે જો જુવાન પુરુષ આ દવા લે તો તેના પિતા બનવાની ક્ષમતા પર અસર પડી શકે છે.


આ દવા આપના માટે હિતાવહ નથી. એનો મતલબ એ નથી કે આપે જાતીય જીવન નહીં માણવાનું. ઘણીવાર ઉંમર પ્રમાણે પુરુષતત્વના હોર્મોનનું પ્રમાણ ઘટી જતું હોય છે. એના કારણે પણ નપુંસકતા આવી શકતી હોય છે. જો આપનું પ્રોસ્ટેટ (PSA)નું લેવલ નોર્મલ લિમિટમાં હોય તો દવા, ઇન્જેક્શનો, સ્પ્રે દ્વારા વધારી શકાય છે. જે આપને ફરી નવજુવાન બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. આપે લખેલ બ્લડપ્રેશરની દવાઓમાં એક એટેનોલ


સમસ્યા: મારી ઉંમર 22 વર્ષની છે. મેં એકવાર મારી ગર્લફ્રેન્ડને માસિક ચાલું હતું ત્યારે તેની સાથે સેક્સ કર્યું હતું. ત્યાર પછી મારા ગૃપ્તાંગની ટોપની ફરતે લાલ થઇ ગયું છે. તો મને એ જોઇને બીક લાગે છે. માટે માર્ગદર્શન આપશો.


ઉકેલ: સ્ત્રીના માસિકમાં લોહી હોવાથી એમાં બેકટેરિયા જલદી ગ્રો થતા હોય છે જેથી જો સમયે કોઇપણ જાતના પ્રોટેક્શન એટલે કે નિરોધ વગર જાતિય સંબંધ રાખવામાં આવે તો ચેપ લાગવાની શક્યતાઓ વધારે રહેલી હોય છે. આપણાં પ્રાચીન આયુર્વેદના શાસ્ત્રોમાં પણ આ દિવસોમાં જાતીય સંબંઘથી દુર રહેવું તેમ લખ્યું છે.


આપે જો નિરોધ વગર સંબંધ રાખ્યો હશે તો અગ્રભાગમાં લાલાશ ચેપને કારણે પણ હોઇ શકે છે. માટે સમય બગાડ્યા વગર ડોક્ટર પાસે તપાસ કરાવી, નિદાન કરાવો અને જો કોઇ ચેપ હોય તો તે પ્રમાણે ડોક્ટરની સલાહ મુજબ દવા લો.


નામની દવા છે. આ બીટા બ્લોક્ટ ગ્રૂપની દવા છે. ઘણા લોકાેમાં આ દવાની આડઅસર રૂપે નપુંસકતા આવતી હોય છે. માટે આપ આપના ડોક્ટરને મ‌ળી આ ગ્રૂપની દવા બદલાવી શકો છો. આમ કરવાથી ઘણીવાર આ દવાની આડઅસર રૂપે આવેલ નપુંસકતા દૂર થઈ શકે છે. બાકી યોગ્ય નિદાન બાદ દવા કરાવશો તો દેશી અને વિદેશી વાયગ્રા સિવાય પણ બીજી ઘણી વધુ સરસ, આડઅસર રહિત દવાઓ આપણા દેશમાં ઉપલબ્ધ છે. જેનાથી ઇચ્છો ત્યાં સુધી વર્ષોવર્ષ જાતીય જીવન માણી શકશો.


સમસ્યા: મારી ઉંમર 21 વર્ષની છે અને વજન એકસો પાંચ કિલો છે. મારા શિશ્નની લંબાઈ ઘણી ઓછી છે. ઉત્તેજિત અવસ્થામાં તે માત્ર અઢી ઇંચ જેટલી જ થાય છે. શું આને કારણે આગળ જતાં મારે તકલીફ થાય ખરી? શિશ્નની લંબાઈ વધારવા શું કરવું? સારા જાતીય જીવન માટે કયો ખોરાક લેવો જોઈએ?


ઉકેલ: આપનું વજન ખૂબ જ વધારે છે. વજન વધારે હોવાથી શરીરમાં ફ્રી ટેસ્ટોસ્ટેરોન (પુરુષતત્વનો હોર્મોન્સ)નું પ્રમાણ ઘટી જાય છે. જેથી જાતીય ઇચ્છા અને ઉત્તેજના ઓછી અનુભવાય છે. સામાન્ય રીતે જેટલી ઇન્દ્રિય બહાર દેખાય છે તેનાથી 1/3 શરીરની અંદર હોય છે. મેદસ્વી વ્યક્તિઓમાં ચરબીનું પ્રમાણ પણ વધારે હોય છે. પ્યુબિક એરિયામાં પણ ફેટનું પ્રમાણ વધુ રહેતું હોય છે. એટલે જો આપ આપનું વજન પંદરેક કિલો જેટલું ઓછું કરશો તો ઇન્દ્રિયની લંબાઈ આપોઆપ વધેલી હોય તેવું લાગશે અને કોઈ પ્રકારની સારવારની જરૂર રહેશે નહીં, સાથે સાથે વજન ઘટવાથી ફ્રી ટેસ્ટોસ્ટેરોનનું લેવલ પણ વધશે. જે જાતીય જીવનમાં નવું જોમ પૂરંુ પાડશે. આપના માટે ઇન્દ્રિયની લંબાઈ વધારવાનો સૌથી સરળ અને ઉત્તમ રસ્તો વજન ઘટાડવાનો છે.


સારા જાતીય જીવન માટે આપ કોઈ પણ પૌષ્ટિક ખોરાક લઈ શકો છો, પરંતુ જો આપના જીવનમાં તમાકુ, સિગારેટ-બીડી, દારૂ, માંસાહાર અને ઈંડાંનું સ્થાન હશે તો ભવિષ્યમાં આપને ચોક્કસ નપંુસકતા આવી શકે છે એટલે સારા જાતીય જીવન માટે આ પાંચ વસ્તુઓથી દૂર જ રહેવું જોઈએ.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP