Back કથા સરિતા
ડૉ. પારસ શાહ

ડૉ. પારસ શાહ

સેક્સોલોજી (પ્રકરણ - 60)
લેખક જાણીતા સેક્સોલોજિસ્ટ અને ‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ છે.

દિવસમાં કેટલીવાર સેક્સ કરી શકાય?

  • પ્રકાશન તારીખ12 Sep 2018
  •  

સમસ્યા: મારી ઉંમર 21 વર્ષની છે અને વજન સો કિલો છે. મારા શિશ્નની લંબાઈ ઘણી ઓછી છે. ઉત્તેજિત અવસ્થામાં તેની લંબાઈ માત્ર અઢી ઇંચ જેટલી જ થાય છે. શું આને કારણે આગળ જતાં મારે તકલીફ થાય ખરી? શિશ્નની લંબાઈ વધારવા મારે શું કરવું? ઉત્તમ જાતીય જીવન માટે મારે કયો ખોરાક લેવો જોઈએ? માર્ગદર્શન આપવા વિનંતી.


ઉકેલ: આપનું વજન વધારે છે. વજન વધારે હોવાથી શરીરમાં ફ્રી ટેસ્ટોસ્ટેરોન(પુરુષત્વના હોર્મોન્સ)નું પ્રમાણ ઘટી જાય છે. જેથી જાતીય ઇચ્છા અને ઉત્તેજના ઓછી અનુભવાય છે. સામાન્ય રીતે જેટલી ઇન્દ્રિય બહાર દેખાય છે તેનાથી 1/3 શરીરની અંદર હોય
છે. જાડી વ્યક્તિઓમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે. પ્યુબિક એરિયામાં પણ ફેટનું પ્રમાણ વધુ રહેતું હોય છે. એટલે જો આપ આપનું વજન પંદરેક કિલો ઓછું કરશો તો ઇન્દ્રિયની લંબાઈ આપોઆપ વધેલી લાગશે અને સારવારની જરૂર રહેશે નહીં. સાથે સાથે વજન ઘટવાથી ફ્રી ટેસ્ટોસ્ટેરોનનું લેવલ પણ વધશે, જે જાતીય જીવનમાં નવું જોમ પૂરું પાડશે. આપના માટે ઇન્દ્રિયની લંબાઈ વધારવાનો સૌથી સરળ અને ઉત્તમ રસ્તો વજન ઘટાડવાનો છે. ઉત્તમ જાતીય જીવન માટે આપ કોઈ પણ પૌષ્ટિક ખોરાક લઈ શકો છો, પરંતુ જો આપના જીવનમાં તમાકુ, સિગારેટ-બીડી, દારૂ, માંસાહાર અને ઇંડાંનું સ્થાન હશે તો ભવિષ્યમાં આપને ચોક્કસ નપુંસકતા આવી શકે છે એટલે સારા જાતીય જીવન માટે આ પાંચ વસ્તુઓથી દૂર રહેવું તિશય
જરૂરી છે.

***

તમે દિવસમાં ચાર વાર સંબંધ રાખો, પરંતુ તમને કે તમારા સાથીને જો જાતીય સંતોષ ન મળતો હોય તો એ જાતીય સંબંધ ઉત્તમ ન કહી શકાય, પણ જો તમે અઠવાડિયામાં એક જ વાર સંબંધ રાખતા હોય અને તમને અને તમારા સાથીને પૂરતો જાતીય સંતોષ મળી જતો હોય, ચરમસીમાનો અનુભવ થતો હોય તો તે જાતીય સંબંધ ઉત્તમ કહેવાય

સમસ્યા: મારી ઉંમર 22 વર્ષની છે. મેં એકવાર મારી ગર્લફ્રેન્ડનું માસિક ચાલુ હતું ત્યારે તેની સાથે સેક્સ કર્યું હતું. ત્યાર પછી મારા ગુપ્તાંગની ફરતે લાલ થઈ ગયું છે. તો મને એ જોઈને બીક લાગે છે. માર્ગદર્શન આપશો.


ઉકેલ:સ્ત્રીના માસિકમાં લોહી હોવાથી એમાં બેક્ટેરિયા જલદી ગ્રો થતા હોય છે. તેથી તે સમયે કોઈપણ જાતના પ્રોટેક્શન એટલે કે નિરોધ વગર જાતીય સંબંધ રાખવામાં આવે તો ચેપ લાગવાની શક્યતાઓ વધારે રહેલી છે. આપણાં શાસ્ત્રોમાં અને પ્રાચીન આયુર્વેદમાં પણ આ દિવસોમાં જાતીય સંબંધથી દૂર રહેવું તેમ લખેલું છે. આપે જો નિરોધ વગર સંબંધ બાંધ્યો હશે તો અગ્રભાગમાં લાલાશ ચેપને કારણે પણ હોઈ શકે છે. માટે સમય બગાડ્યા વગર ડોક્ટર પાસે તપાસ કરાવી, નિદાન કરાવો અને જો કોઈ ચેપ હોય તો તે પ્રમાણે ડોક્ટરની સલાહ મુજબ દવા લો.

***


સમસ્યા: મારી ઉંમર 21 વર્ષની છે. મારે એ જાણવું છે કે દિવસમાં કેટલીવાર સેક્સ કરી શકાય? અને ઓછામાં ઓછું અઠવાડિયામાં કેટલીવાર સેક્સ થઈ શકે? હસ્તમૈથુનને કારણે દોડવાની પ્રેક્ટિસ પર કોઈ આડઅસર થતી હોય છે?


ઉકેલ: સેક્સ લોકો બે કારણસર કરતા હોય છે. એક સંતાન માટે વંશ આગળ વધારવા માટે અને બીજું જાતીય સંતોષ-આનંદ મેળવવા માટે. બાળક રાખવા માટે તમારે પત્નીના ફર્ટાઇલ દિવસોમાં સંબંધ રાખવો જોઈએ. માસિક આવ્યાના 12થી 18મા દિવસની વચ્ચે કોઈવાર માત્ર એક જ વાર સંબંધ રાખવાથી બાળક રહી જતું હોય છે, તો અમુકવાર મહિનાઓ લાગી જતા હોય છે. આ તમારા અને તમારા સાથીના રિપોર્ટ ઉપર આધાર રાખે છે અને હા નસીબ પણ અગત્યનું છે. જાતીય આનંદ-સંતોષ માટે કેટલીવાર સંબંધ રાખો છો તે અગત્યનું નથી, પરંતુ કેવી રીતે રાખો છો તે મહત્ત્વનું છે.

તમે દિવસમાં ચાર વાર સંબંધ રાખો, પરંતુ તમને કે તમારા સાથીને જો જાતીય સંતોષ ન મળતો હોય તો એ જાતીય સંબંધ ઉત્તમ ન કહી શકાય, પણ જો તમે અઠવાડિયામાં એક જ વાર સંબંધ રાખતા હોય અને તમને અને તમારા સાથીને પૂરતો જાતીય સંતોષ મળી જતો હોય, ચરમસીમાનો અનુભવ થતો હોય તો તે જાતીય સંબંધ ઉત્તમ કહેવાય. કેટલીવાર સેક્સ કરો છો તે મહત્ત્વનું નથી, પરંતુ કેવી રીતે કરો છો તે અગત્યનું છે. દિવસમાં કેટલીવાર કે અઠવાડિયામાં ઓછામાં ઓછું કેટલીવાર સેક્સ માણવું જ જોઈએ તેનો કોઈ નિયમ નથી. જો બંને સાથીઓની ઇચ્છા હોય તો મનમાં આવે તેટલીવાર જાતીય સંબંધ રાખી શકાય છે, પરંતુ જો પતિ-પત્નીમાંથી કોઈ એકની ઇચ્છા ન હોય કે થાકી ગયા હોય તો જબરજસ્તી સમાગમ ન કરવો જોઈએ. હસ્તમૈથુનથી આપના દોડવાની પ્રેક્ટિસ ઉપર કોઈ જ આડઅસર નહીં થાય. હસ્તમૈથુન એક નોર્મલ સાહજિક પ્રક્રિયા છે. જાતીય સક્રિયતા આવ્યા બાદ મોટાભાગના પુરુષો અને સ્ત્રીઓએ હસ્તમૈથુન તેમના જીવનકાળમાં કર્યુંં જ હોય છે.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP