Back કથા સરિતા
ડૉ. પારસ શાહ

ડૉ. પારસ શાહ

સેક્સોલોજી (પ્રકરણ - 59)
લેખક જાણીતા સેક્સોલોજિસ્ટ અને ‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ છે.

સેક્સના દુશ્મન નં.1 થાકની સમસ્યાને નાથો

  • પ્રકાશન તારીખ09 Sep 2018
  •  

આજનો માનવી ભાગદોડભરી જિંદગીમાં શારીરિક ને માનસિક એમ બંને રીતે થાકી જાય છે. ભારે થાકની સીધી અસર તેની સેક્સલાઇફને થાય છે. જોકે, તમે રોજિંદી કાર્યપદ્ધતિમાં થોડા ફેરફાર કરીને સેક્સના દુશ્મન નં.1 થાકની સમસ્યાને નિવારી શકો છો.


સવારનું આનંદસભર સ્વાગત કરો : રાત્રે સૂતા પહેલાં સેક્સ માણવાનો નિત્યક્રમ આસાન રહે છે, પરંતુ ઘણા લોકો માટે આવો સમય કાઢવો શક્ય હોતો નથી. તમારી પ્રેમાળ જિંદગીને જે થોડી ઘણી ઊર્જા જોઇએ છે તે દિવસ દરમિયાન તમે ગુમાવી દો છો અને દિવસ પૂરો થતાં સાવ ખાલીખમ થઇ જાઓ છો. પરંતુ તમે તમારી જિંદગીની તમામ પ્રાથમિકતાઓ અંગે વિચારી જુઓ અને પોતાની જાતને મનોમન સવાલ કરો કે ખરેખર પ્રેમનું સ્થાન છેલ્લે હોવું જોઇએ? પળવાર માટે તમારી પ્રાથમિકતાઓને ઊલટાવી જુઓ. દિવસના અંતે પ્રેમ કરવાના બદલે દિવસની શરૂઆત જ તેનાથી કરો. જો રવિવારની સવાર જ સાનુકૂળ સમય હોય તો પથારીમાં જ વધુ સમય વિતાવો.

રોજિંદી કાર્યપદ્ધતિમાં થોડા ફેરફાર કરીને સેક્સના દુશ્મન નં.1 થાકની સમસ્યા નાથી શકો

એકબીજા સાથે તાલમેલ ગોઠવો: કેટલીક વખત દંપતીની દૈનિક ક્રિયાઓ એકબીજાના સમયથી એટલી અલગ અલગ હોય છે કે તેઓ એક જ સમયે પથારીમાં સૂઇ શકતા નથી, ઊઠી શકતા નથી અને સેક્સ માટે તૈયાર થઇ શકતાં નથી. કોઇક વખત પત્ની દસ વાગે સૂવાની તૈયારી કરતી હોય ત્યારે પતિ પહેલેથી જ ઘસઘસાટ સૂતો હોય. આનાથી ઊલટું પણ બની શકે.
જો ખરેખર તેમ ન હોય તો આ તમે ધારો છો તેના કરતાં વધુ સહેલાઇથી ઉકેલી શકાય તેવી સમસ્યા છે. ટૂંકા વેકેશનનું આયોજન કરો. સ્વાભાવિક છે કે પ્રેમ કરવાની જ્યારે ઇચ્છા થાય ત્યારે દર વખતે તમે માઉન્ટ આબુ કે ગોવા ન જઇ શકો. પણ એવું ટૂંકું વેકેશન ગોઠવો, જેના 18થી 24 કલાક તમારા આખા વર્ષની શ્રેષ્ઠ પળો બની રહે. નજીકની કોઇ હોટલમાં રાત્રિરોકાણ માટે જાઓ. આનાથી તમારા જાતીયજીવનમાં નવું જોમ આવશે.


સમજીન શકાય તેવો થાક: વર્તમાન સમયમાં આપણા સૌનું જીવન અત્યંત વ્યસ્ત બની ગયું છે, પણ કેટલાક લોકો તો પૂરતી ઊંઘ પણ લઇ શકતા નથી. સારી ઊંઘ લીધી હોવા છતાં કેટલોક થાક ઊતરતો નથી, જેના માટે અન્ય કેટલાંક કારણો જવાબદાર હોય તે શક્ય છે. આવાં સંભવિત કારણો આ પ્રમાણે હોઇ શકે:


એનિમિયા: લાલ રક્તકણોની સંખ્યા સામાન્યથી ઓછી થાય (એનિમિયા) ત્યારે મોટાભાગના કિસ્સામાં સખત થાક વર્તાય છે. માસિકના સમયગાળા દરમિયાન જેમને ભારે માત્રામાં રક્તસ્ત્રાવ થાય છે તેવી મહિલાઓ મોટા પ્રમાણમાં તેમના શરીરમાંથી લોહતત્ત્વ ગુમાવે છે અને ભારે થાક અનુભવાય તે પણ શક્ય છે. ગોળ, કઠોળ, સૂરજમુખીનાં બીજ અને પાલકમાં પુષ્કળ લોહતત્ત્વ રહેલું હોય છે.


અન્ય શક્યતાઓ: કેટલાક કિસ્સાઓમાં થાક એ હિપેટાઇટીસ, થાઇરોઇડની સમસ્યા, ટીબી, ચેપ અથવા અન્ય કોઇ ગંભીર બીમારીનું પ્રથમ લક્ષણ હોઇ શકે છે.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP