Back કથા સરિતા
ડૉ. પારસ શાહ

ડૉ. પારસ શાહ

સેક્સોલોજી (પ્રકરણ - 60)
લેખક જાણીતા સેક્સોલોજિસ્ટ અને ‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ છે.

સારી સેક્સલાઇફ કંઈ સ્વર્ગમાંથી ટપકતી નથી

  • પ્રકાશન તારીખ02 Sep 2018
  •  

આજના દોડભાગવાળા આધુનિક યુગમાં પૈસા પાછળ પાગલ બનેલો માણસ સતત કામના ભારણ હેઠળ દબાયેલો રહે છે. વધુ પૈસો કેવી રીતે કમાઇ શકાય તેના નીતનવા માર્ગો શોધતા રહેવાને કારણે તે પૂરતો આરામ પણ લઇ શકતો નથી. જેની સીધી અસર તેના શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. વધુ પડતું કામ કરવાને લીધે તે શારીરિક અને માનસિક એમ બંને રીતે થાકી જાય છે. જેની સીધી અસર તેના જાતીય જીવન પર પડે છે. એવાં અનેક દંપતીઓ છે જેઓ દિવસના 12-12 કલાક કામ કરતા હોય છે. આવાં દંપતીઓના જાતીય જીવનમાં કોઇ સમસ્યા નથી હોતી પરંતુ થાકને કારણે તેઓ જાતીય આનંદના સ્વર્ગીય સુખને મનભરીને માણી શકતા નથી, અથવા તો તેમાં મુશ્કેલી અનુભવે છે.

જાતીયજીવનનો સૌથી મોટો દુશ્મન થાક છે. કાયમી લાગતો થાક સેક્સ સહિત જીવનની દરેક બાબત પર અસર કરી શકે છે

દેશના મોટાભાગના સેક્સ થેરાપિસ્ટ પણ કંઇક આવો જ સૂર વ્યક્ત કરે છે. કામ કરતી મહિલાઓ, ખાસ કરીને બાળકોની સંભાળ રાખતી મહિલાઓમાં ભારે થાક એ સારા જાતીય જીવન માણવાની આડે આવતો સૌથી મોટો અવરોધ છે અને તેમની સૌથી મોટી ફરિયાદ પણ આ જ હોય છે.


વાસ્તવમાં ડૉક્ટરની સલાહ લેવા જતા દર પાંચ ભારતીયો પૈકીનો એક થાકની ફરિયાદ કરે છે. કાયમી થાક લાગવાની બાબત સેક્સ સહિત જીવનની દરેક બાબત પર અસર કરી શકે છે. જ્યારે તમે ઊંઘ લેવાની તૈયારી કરો અને પથારીમાં પડો એટલે સેક્સમાં રસ પેદા કરવો (કે જીવનસાથીના રસમાં ભાગીદાર બનવું) ખૂબ જ મુશ્કેલ હોય છે. સતત થાક ઓછામાં ઓછા બે પ્રકારે જાતીય ક્રિયામાં હસ્તક્ષેપ કરી શકે છે. તે સેક્સમાં તમારા રસને અવરોધી શકે છે (કામેચ્છા ન થવી) અથવા શારીરિક સંપર્ક શરૂ થતાં જ ઉત્તેજિત થવાની તમારી ક્ષમતાને મંદ પાડી શકે છે (ઉત્તેજિત ન થવાની સમસ્યા). આમ, ભારે થાકના લીધે વ્યક્તિ સેક્સરસથી નહીં, પણ પરસેવાથી જ ભીનો રહે છે.


જોકે તમારા થાક પાછળ તમારી રોજિંદી કાર્યપદ્ધતિની સમસ્યા જવાબદાર હોય તો આ સરળ સૂચનોને ધ્યાનમાં લો. અગાઉથી આયોજન કરો. આપણા દરેકના મનમાં અત્યંત પ્રબળ, વેગવંતી, સહજ સેક્સવૃત્તિ રહેલી છે અને કોઇક વખત એવું બને છે પણ ખરું. જો આયોજન ન કરો તો તમારું જીવન એટલું બધું વ્યસ્ત થઇ જાય છે કે કદાચ તમારે ગુરુવારે દસ વાગે સહજ સેક્સ માણવા અંગેની કેલેન્ડરમાં નોંધ મૂકવી પડે. નિ:શંકપણે આ બાબત પ્રેમરસ વિહોણી લાગે. પરંતુ જો સેક્સ માણવા સમય નિર્ધારિત કરવાની ટેવ પાડવાથી વધુ ને વધુ સેક્સ માણવા મળે તો તેમાં ખોટું પણ શું છે? સારી સેક્સલાઇફ કંઇ સ્વર્ગમાંથી ટપકતી નથી. કોઇક વખત તમારે તેને વાસ્તવિક બનાવવા માટે મહેનત પણ કરવી પડે છે. (વધુ આવતા અંકે)

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP