Back કથા સરિતા
મીરાં ત્રિવેદી

મીરાં ત્રિવેદી

સંબંધો (પ્રકરણ - 1)
લેખિકા ‘દિવ્ય ભાસ્કર’ સાથે જોડાયેલાં પત્રકાર અને કોલમિસ્ટ છે.
પ્રકરણ-1

પ્રેમ, પરિણય અને પ્રોફેશન

  • પ્રકાશન તારીખ05 Sep 2018
  •  
પાકા દોસ્તોમાંથી પ્રેમી બનેલા પ્રિયાંગે પોતાને પ્રિય એવી પ્રિયાને પ્રેયસી બનાવી તે ઘટના ખૂબ રોમાંચક છે. થોડા સમય પહેલાં થયેલા ચંદ્રગ્રહણે આ પ્રેમીપંખીડાને પાણિગ્રહણ સુધી પહોંચાડવામાં કી રોલ ભજવ્યો છે. વાત જાણે એમ છે કે વર્ષો પછી કલાકો સુધી નરી આંખે જોઈ શકાય એવા ચંદ્રગ્રહણની ચાંદની રાતે પ્રિયાંગ તેના ફ્રેન્ડ્સને લઈને ઘરની નજીક આવેલા ખુલ્લા મેદાનમાં જાય છે ત્યાં ‘લ્યુનર ઇક્લિપ્સ’ જોવા માટે અનાયાસે પ્રિયા પણ પોતાની ટોળકી સાથે પહોંચી જાય છે. ‘સાઇ-ફાઈ’ વાંચવાની શોખીન પ્રિયાની નજર ચંદ્રની વિવિધ કળાઓને ધ્યાનથી નીરખી રહેલા પ્રિયાંગ તરફ સ્થિર થાય છે.

સાયન્સ લવર્સ પ્રિયાંગ પણ પ્રિયાની આ મનભાવન હરકતથી મનોમન ખુશ થાય છે. એ હરખની હેલીમાં પ્રિયાના હૂંફાળા હાથને સ્પર્શતાં પરિણયનો પ્રસ્તાવ મૂકે છે. અણધારી આવી પડેલી મેરેજ પ્રપોઝલથી પ્રિયા મીઠી મૂંઝવણ અનુભવે છે. તેને પ્રિયાંગની પ્રપોઝલ હજુ પણ ચંદ્ર પર પગ મૂકવા જેટલી અશક્ય અને સ્વપ્નવત્ લાગે છે. પહેલાં તો તેને એવું લાગે છે કે પ્રિયાંગ મજાકિયો હોવાથી તેની સાથે મજાક કરી રહ્યો છે, પણ ના એ મજાક નથી કરતો એવું જાણ્યા પછી પ્રિયા ખુશીથી ઝૂમી ઊઠે છે.
ચંદ્રગ્રહણની અવકાશી ઘટનાના અવલોકન અર્થે આવેલી પ્રિયા પોતાના ‘પ્રિન્સ’ પ્રિયાંગની જિંદગીનો અભિન્ન હિસ્સો બની જવા માટે તત્પર છે. પ્રિયાનો નેચર પ્રિયાંગ કરતાં તદ્દન વિપરીત છે. તે ઇનફ મેચ્યોર અને ધીરગંભીર પ્રકૃતિની છે. વિરુદ્ધ સ્વભાવના પ્રિયાંગ સાથે યોગ્ય તાલમેલ સાધવા માટે તે કેટલાક નિર્ણયો લે છે. પ્રિયાના પ્રશંસનીય કહેવાય એવાં પગલાં કેટલાં છે તે પણ જાણવા જેવું છે. તે બંને લગ્ન પછી એક સ્થળ પર સાથે કામ નહીં કરે એવું ડિસિઝન લીધું છે. પ્રિયાંગ એવા પ્રોફેશન સાથે સંકળાયેલો છે કે જ્યાં તેને અનેક ખૂબસૂરત યુવતીઓ સાથે કામ પાર પાડવાનું રહે છે. તેની આવી કન્ડિશન ફાલતુ શંકાનું એપિસેન્ટર ન બની રહે તેનો પૂરેપૂરો ખ્યાલ પ્રિયા રાખશે. આ વાતનો ખટકો રાખવાના બદલે તે પ્રિયાંગને પ્રોફેશનલી બિહેવ કરતો જોઈને ખુશી અનુભવી રહી છે. પ્રિયા જાણે છે કે પ્રિયાંગ પોતાના પ્રોફેશનને સંપૂર્ણપણે વફાદાર છે અને એટલે જ એ વર્કોહોલિક પણ છે. આ બાબતને ધ્યાનમાં રાખે છે. એટલે જ તેની લવલાઇફ સિક્યોર્ડ છે એવું માને છે. તેની આ માન્યતા ભૂલભરેલી તો જ નથી જ તેનું એ બંનેને ભાન છે.
પ્રિયા અને પ્રિયાંગ બંનેનું કાર્યક્ષેત્ર એક હોવા છતાં બંને એક જ જળપ્રવાહની બે અલગ અલગ ધારા બની ગયા છે. જે પ્રોજેક્ટ પ્રિયા હાથમાં લે છે તેમાં પ્રિયાંગ ક્યાંય ઇન્ટરફિયર થતો નથી અને જે કામમાં પ્રિયાંગ મસ્ત અને વ્યસ્ત રહેતો હોય છે તેમાં પ્રિયા ચંચૂપાત કરતી નથી એટલે તેમના પ્રેમની ગાડી પાટા પર પૂરપાટ દોડી રહી છે. પરિણામે બંનેનું વર્ક પરફોર્મન્સ પહેલાં કરતાં બહેતર બન્યું છે.
અમીરાત: પ્રેમ સાચો હોય તો સમય પણ રોકાઈ જાય છે,
આકાશ લાખ ઊંચું હોય તો પણ ઝૂકી જાય છે,
હમસફર સાચો હોય તો ઈશ્વર પણ ઝૂકી જાય છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP