મહેનતથી કમાયેલા પૈસા ટકતા નથી?

article by mayank raval

મયંક રાવલ

Oct 18, 2018, 09:08 PM IST

‘ઘરમાં પૈસા ટકતા નથી. ગમે તેટલી મહેનત કરીએ પૈસા બચતા જ નથી. પૈસા આવે છે, પણ વપરાઈ જાય છે. પ્લાનિંગ મુજબ પૈસા નથી વપરાતા. વિચાર્યું હોય કૈંક અને વપરાય બીજે.’ આવા અનેક સવાલો સંભાળવા મળે જ્યારે વ્યક્તિ પોતાની આર્થિક બાબતોની ચર્ચા કરતો હોય. વળી કોઈક કહે કે મારે દરવાજો ખોટો છે એટલે પૈસા નથી ટકતા તો બીજા કહે ઇશાનના લીધે જ આવું થાય છે. જેમ તાવ આવે ને પોતે જ દવા નક્કી કરી લે તેના જેવું જ કૈંક લાગે. ઘણી વાર નુસખા કરવા જતા સમસ્યા વધે તેવું પણ બને. ભારતીય વાસ્તુના નિયમો માટે મારો અભિપ્રાય એવો છે કે કોઈ પણ એક દોષથી બહુ મોટી સમસ્યા આવતી નથી અને કોઈ એક જગ્યાના નિવારણથી બધી જ સમસ્યાનો અંત નથી આવી જતો. તેથી જ સમસ્યાના મૂળ સુધી જઈને જો નિરાકરણનો વિચાર કરવામાં આવે તો પરિણામ ચોક્કસ મળે જ.

દક્ષિણ મધ્યનું દ્વાર હોય અને ઉત્તરથી દક્ષિણનો અક્ષ નકારાત્મક હોય ત્યારે નાણાકીય ચિંતાઓ ખૂબ જ રહે. પૈસા માટે થઈને ઘરમાં ચર્ચાઓ પણ થઇ શકે. જો ઇશાનથી અગ્નિનો અક્ષ નકારાત્મક હોય તો તેને લગતો કંકાસ આવે

હવે નાણાકીય સમસ્યા માટેનાં કારણોને સમજીએ. દક્ષિણ મધ્યનું દ્વાર હોય અને ઉત્તરથી દક્ષિણનો અક્ષ નકારાત્મક હોય ત્યારે નાણાકીય ચિંતાઓ ખૂબ જ રહે. પૈસા માટે થઈને ઘરમાં ચર્ચાઓ પણ થઇ શકે. જો તેમાં ઇશાનથી અગ્નિનો અક્ષ પણ નકારાત્મક હોય તો તેને લગતો કંકાસ પણ આવે અને ઘરમાં પૈસા આવે કે પછી તે વપરાય બંને સમયે આનંદની લાગણી ન મળે. કોઈક પ્રકારની નકારાત્મકતાનો અનુભવ થાય. ઇશાનમાં જમીનથી ઉપર પાણીની ટાંકી હોય અને ઇશાનથી નૈઋત્યનો અક્ષ નકારાત્મક હોય તો અચાનક ખર્ચ આવે તેવું બને અને તેના લીધે હૃદયને તકલીફ પડે. તેમાં પણ જો પશ્ચિમનો અક્ષ નકારાત્મક હોય તો નાણાકીય બાબતને લઈને વિવાદ થઇ શકે. આ ઉપરાંતનો એક અક્ષ નકારાત્મક હોય તો અકસ્માત, ફસામણી જેવી બાબતો થતાં તન, મન, ધનની સમાસ્યા આવે. એમ પણ જો બ્રહ્મનો દોષ ભળે તો પૈસા હોવા છતાં વાપરવાના ન થાય યા તો તે ભોગવી ન શકાય. ઉત્તર ભારતમાં એક મકાનમાં આવો દોષ હતો. ઘરના બધા સદસ્યો બસ પૈસા ભેગા કરવામાં જ પડ્યા હતા.

વિશાળ મકાનમાં ભાગ્યે જ કોઈ શાંતિથી રહેતું. સતત ભાગદોડ અને તણાવ. છતાં પૈસે નવા પૈસા કમાવાની ચિંતામાં બીમારીઓ આવી અને ખાવાપીવામાં પણ સલાહકારો આવી ગયા. આનંદનું સ્થાન ભયે લઇ લીધું. આવા સમયે વાસ્તુની સાચી સમજ અને ઉપાયો સાથે સંતોષની અનુભૂતિ પણ જરૂરી છે.


પહેલાંના જમાનામાં સંપત્તિ રાખવા માટે અલગથી તિજોરી આવતી. આજકાલ તેનું સ્થાન કબાટમાં આવી ગયું છે. તેથી તિજોરી માટેની યોગ્ય વ્યવસ્થા નથી સચવાતી. સંપત્તિને લક્ષ્મીનું સ્વરૂપ માનવાવાળા દેશમાં, ઘરમાં કોઈ પણ જગ્યાએ ઠાંસીને રાખવામાં આવેલી સંપત્તિ પૈસા કે રૂપિયા બની ગઈ છે. તેની હકારાત્મકતા ઓછી થાય તે સ્વાભાવિક છે. લક્ષ્મી જ સુખ આપે માત્ર ધન નહિ. કોઈ પણ વસ્તુનો અતિરેક માત્ર દુ:ખ જ આપે છે અને ક્યારેક ભય પણ. જે જગ્યાએ લક્ષ્મીને સન્માનપૂર્વક રાખવામાં આવે ત્યાં તેને લગતો તણાવ નથી હોતો. પહેલાંના શ્રીમંતોના જીવનમાંથી લક્ષ્મીને સાચી રીતે રાખવાની સમજ મળે છે. [email protected]

X
article by mayank raval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી