વાસ્તુિનર્માણ / તિજોરી અને દેવસ્થાન ક્યાં હોવા જોઈએ?

article by mayank raval

મયંક રાવલ

Apr 18, 2019, 03:46 PM IST

દરેક લોકો ભૌતિક સુખને જ સુખની વ્યાખ્યામાં મૂકે છે, તો પણ સુખની પ્રતીતિ ન થતી હોય ત્યારે વિચાર આવે કે આવું શા માટે? ગમે તેટલી સંપતિ હશે કે ગમે તેટલા મોટા માણસની ઓળખાણ હશે, સુખની એક ક્ષણ ખરીદી શકાશે ખરી? જ્યારે પૂર્વ દિશા હકારાત્મક હોય ત્યારે માનસન્માન ચોક્કસ મળે. પૂર્વનો પ્રભાવ જ એવો છે, પણ માત્ર એકજ દિશા હકારાત્મક હોય તો સંપૂર્ણ સુખ નથી મળતું.

  • જો વાયવ્યમાં તિજોરી અને અગ્નિમાં દેવસ્થાન હોય તો નારીને વિચારો વધારે આવે અને નાણાકીય ચિંતા સતાવી શકે. જો ઉત્તરમાં દક્ષિણમુખી તિજોરી અને અગ્નિમાં પૂજા હોય તો ઘણીવાર નારીને પુરુષના નિર્ણય પર વિશ્વાસ ન આવે

જો પૂર્વ અને ઇશાન બંને હકારાત્મક હોય તો વ્યક્તિનો પ્રભાવ અને સ્વભાવ બંને હકારાત્મક બને. જો ઉત્તર, ઇશાન અને પૂર્વ ત્રણેય દિશા હકારાત્મક હોય તો વ્યક્તિને માન-મોભા ઉપરાંત આર્થિક બાબતોમાં પણ સુખી જોવાનું થાય અને બહારના લોકો માની લે કે આ વ્યક્તિ ખૂબ જ સુખી છે, પણ ક્યારેક આવા ઘરમાં પણ તકલીફો જોવા મળે છે. જો તિજોરી અને દેવસ્થાન યોગ્ય ન હોય તો તે વિવિધ સમસ્યાઓ આપી શકે છે. જો નૈઋત્યમાં દેવસ્થાન અને ઈશાનમાં તિજોરી હોય તો વ્યક્તિ પાસેનો પૈસો અન્યના ઉપયોગમાં વધારે આવે અને પોતે સારા કામમાં મજાથી ન વાપરી શકે તેવું બને. નૈઋત્યમાં દેવસ્થાન અને પૂર્વમાં પશ્ચિમ તરફ ખુલતી તિજોરી હોય તો ઘરમાં પૈસા ટકે નહિ અને વ્યક્તિને તણાવ પણ રહે. જો નૈઋત્યમાં દેવસ્થાન અને ઉત્તરમાં દક્ષિણ મુખી તિજોરી હોય તો વ્યક્તિને તણાવ આવી શકે તેવી લાગણી થાય. વાયવ્યમાં તિજોરી અને નૈઋત્યમાં દેવસ્થાન હોય તો જાવક વધારે રહે તેની ચિંતા રહે.
જો નૈઋત્યમાં દેવસ્થાન અને પશ્ચિમમાં તિજોરી હોય તો આપેલા નાણાં પાછા લેવામાં તકલીફ થાય તેવું બને. જો અગ્નિમાં તિજોરી અને નૈઋત્યમાં દેવસ્થાન હોય તો ક્યારેક હિસાબ ન મળે તેનો તણાવ થઇ શકે. જો અગ્નિમાં દેવસ્થાન અને ઈશાનમાં તિજોરી હોય તો ઘરની નારીનો સ્વભાવ સ્વકેન્દ્રિત બની શકે. તેને કોઈપણ નિર્ણયમાં પોતાનું મહત્વ હોય તેવું બને. વળી પૈસા વાપરવામાં તકલીફ પડી શકે. જો વાયવ્યમાં તિજોરી અને અગ્નિમાં દેવસ્થાન હોય તો નારીને વિચારો વધારે આવે અને નાણાકીય ચિંતા સતાવી શકે. જો ઉત્તરમાં દક્ષિણમુખી તિજોરી અને અગ્નિમાં પૂજા હોય તો ઘણીવાર નારીને પુરુષના નિર્ણય પર વિશ્વાસ ન આવે તેવું બને અને લડાઈ પણ થઇ શકે. જો અગ્નિમાં પૂજા અને પૂર્વમાં પશ્ચિમમુખી તિજોરી હોય તો પૈસા એનો રસ્તો કરીને આવતા હોય તેવું લાગે અને નારીને અસંતોષ થઇ શકે.
જો અગ્નિમાં પૂજા અને પશ્ચિમમાં તિજોરી હોય તો નારી થકી ખર્ચ આવે તેવું બની શકે. જો વાયવ્યમાં પૂજા અને અગ્નિમાં તિજોરી હોય તો આર્થિક વિચારો વધારે આવે. જો પૂર્વમાં તિજોરી અને વાયવ્યમાં પૂજા હોય તો પૈસા નહિ રહે તેવો ભય પણ રહે. ઘણી વાર આર્થક બાબતના લીધે માન ઓછુ થાય તેવું બને. વાયવ્યમાં પૂજા અને પશ્ચિમમાં તિજોરી હોય તો નાણાકીય સમસ્યાની ચિંતા રહે. જો ઉત્તરમાં દક્ષિણમુખી તિજોરી અને વાયવ્યમાં પૂજા હોય તો આર્થિક ચિંતાઓ વધારે રહે.
જોકે એનો અર્થ એવો પણ નથી કે માત્ર આ બે બાબતો પર જ વાસ્તુની ઉર્જા આધાર રાખે છે. જો બ્રહ્મમાં તિજોરી હોય તો તે હકારત્મક ઉર્જા આપતી નથી. વળી તિજોરી અને દેવસ્થાન બંનેની ઉપર કોઈપણ વસ્તુ ન મૂકી શકાય.

[email protected]

X
article by mayank raval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી