વાસ્તુિનર્માણ / ઈશાનમાં ઊંચું વૃક્ષ યોગ્ય નથી

article by mayank raval

મયંક રાવલ

Apr 04, 2019, 02:58 PM IST

ઉનાળો આવે અને કેરી, રસ, બરફના ગોળા જેવી અનેક વસ્તુનો આનંદ તેની સાથે જોડાઈ જાય. કેટલાક લોકો ગરમીની ફરિયાદ પણ કરે અને કેટલાક લોકો ગરમીને માણે પણ ખરા. કેટલાકને ગરમીથી અકળામણ થાય તો કેટલાક રોગ પણ દેખાય. પાણી ઓછું પીવાય તો પથરીના દર્દીઓને પણ સમસ્યા સતાવે જ. ઈશાન એટલે કે પૂર્વ અને ઉત્તર વચ્ચેની દિશા અને બ્રહ્મ એટલે ઘરનો મધ્ય ભાગ. આ બંનેને જોડતો મુખ્ય અક્ષ જો નકારાત્મક હોય તો પથરી થવાની શક્યતા વધે અને જો ઈશાનના અક્ષનો ત્રિકોણ નકારાત્મક હોય તો આ સમસ્યાનું સ્વરૂપ મોટું અને તકલીફ આપનારું બને. અગ્નિ એટલે કે દક્ષિણ અને પૂર્વ વચ્ચેની દિશાનો મોટો દોષ હોય ત્યારે આવું બની શકે. જેમને પથરી થવાની પ્રકૃતિ હોય તેઓને વારંવાર આવી સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યારે પાણીમાં ક્ષાર વધારે હોય ત્યારે આવું બને, પણ નકારાત્મક ઊર્જા તેની સમસ્યા વધારે. એક જ વિસ્તારમાં રહેતા બધાને એક જ પ્રકારની સમસ્યા નથી હોતી, કારણ કે તેઓ અલગ અલગ ઊર્જામાં રહે છે.

  • અગ્નિમાં પાણીની ટાંકી આવે ત્યારે ઘરમાં રહેતી બે મુખ્ય જાતિઓ એટલે કે સ્ત્રી અને પુરુષ શારીરિક અથવા તો માનસિક રીતે વિમુખ થાય તેવું બને છે. યા તો તેઓ અલગ રહે યા તો એક જ છત નીચે વિમુખ રહે

વાયવ્ય એટલે કે પશ્ચિમ અને ઉત્તરની વચ્ચેની દિશાનો દોષ જો આમાં ભળે તો પિત્તાશયમાં આવી સમસ્યા થઈ શકે છે. જો અગ્નિનો મોટો દોષ હોય તો નારીને આવી સમસ્યા આવી શકે.
મધ્ય ગુજરાતમાં એક મકાનમાં ઈશાનમાં ઊંચું વૃક્ષ હતું અને અગ્નિમાં ઘરનું પ્રોજેક્શન હતું. બ્રહ્મમાં ઘર નીચું હતું અને નૈઋત્યમાં ખાળકૂવો હતો. અગ્નિમાં ઘરની ઉપર સોલાર સિસ્ટમની પાણીની ટાંકી પણ હતી. આ ઘરમાં નારીને પિત્તાશયની પથરીનું ઓપરેશન કરાવવું પડ્યું. ઘરમાં અગ્નિમાં ટાંકી હતી તેથી તેમના પતિને મુસાફરીવાળી નોકરી મળી અને તેમને સાથે રહેવાના યોગ પણ ઘટ્યા. અગ્નિમાં પાણીની ટાંકી આવે ત્યારે ઘરમાં રહેતી બે મુખ્ય જાતિઓ એટલે કે સ્ત્રી અને પુરુષ શારીરિક અથવા તો માનસિક રીતે વિમુખ થાય તેવું બને છે. યા તો તેઓ અલગ રહે યા તો એક જ છત નીચે વિમુખ રહે. બ્રહ્મમાં બીમ આવે તો તે પગના દુખાવાનો કારક બને. પગને લગતી કોઈક સમસ્યા આવે. તેની તીવ્રતા ઘરની અન્ય વ્યવસ્થાના આધારે નક્કી કરી શકાય. ભારતીય વાસ્તુના મતે કોઈ પણ એક સમસ્યા ખૂબ જ વધારે નકારાત્મક પરિણામો આપી ન શકે અને તેવી જ રીતે માત્ર એક જ સ્થાન હકારાત્મક કરવાથી બધી જ સમસ્યાઓનું નિરાકરણ પણ ન આવે.
ઉનાળાની અન્ય એક સમસ્યા છે પેશાબમાં બળતરા. પૂર્વનો અક્ષ નકારાત્મક હોય ત્યારે આવું થઈ શકે. જો પૂર્વના અક્ષ સાથે ઉત્તરનો અક્ષ પણ નકારાત્મક હોય તો ઊનવાનો પ્રશ્ન પણ સતાવે. ખાસ કરીને ઈશાનનો કોઈ મોટો દોષ હોય તો આવું થવાની સંભાવના વધી જાય. અગ્નિનો મોટો દોષ હોય તો આંખમાં બળતરા થઈ શકે. તેની સાથે જો બંને અક્ષથી બનતો કાટખૂણો નકારાત્મક હોય તો આંખમાં પાણી આવ્યા કરે તેવું બને. ક્યારેક હાથ-પગમાં બળતરા પણ થાય. આવા સમયે પાણી વધારે પીવાથી ફાયદો થાય. તે ઉપરાંત યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરવામાં આવે તો પણ રાહત રહે.
[email protected]

X
article by mayank raval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી