વાસ્તુ અને રંગ / કુદરતનાં બહુરંગી તત્ત્વોને ધ્યાનમાં રાખીને બહુરંગી ઘર બનાવાય ખરું?

article by mayank raval

મયંક રાવલ

Mar 22, 2019, 07:44 PM IST

શું રંગો વિના જીવન શક્ય છે? લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય. બાકીના બીજા બધા મેળવણીથી થાય. નાનપણમાં આવું ઘણી વાર સાંભળવામાં આવેલું છે, પણ આ રંગોની અસર સફેદ અને કાળા રંગ વિના ફીકી પડી જાય છે. સફેદ એટલે બધા જ રંગોનું સમિશ્રણ અને કાળો એટલે રંગ શૂન્યતા. વળી, ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ખૂબ જ મહત્ત્વ છે. તહેવારોમાં રંગોનું પણ પ્રભુત્વ જોવા મળે છે. જેમ સંગીતની મન પર અસર થાય છે તેવું જ રંગોનું પણ અલગ મનોવિજ્ઞાન છે. રાધા જ્યારે કહે કે શ્યામ રંગ સમીપે ન જાઉં ત્યારે ભારતીય વાસ્તુમાં પણ શ્યામ એટલે કે કાળા રંગનો નિષેધ છે તેવી વાત યાદ આવે. કાળો રંગ પ્રકાશને શોષી લે છે. જેના કારણે અંધારું હોય તેવી લાગણી થાય. તેથી જ મનોવિજ્ઞાન પણ આ રંગને નકારાત્મક ગણે છે. જરા વિચારો, આખું ઘર કાળા રંગનું હોય તો કેવું લાગે? પણ હા, ક્યાંક હાઇલાઇટર તરીકે તેનો ઉપયોગ ચોક્કસ કરી શકાય. ખાસ કરીને ઉંબરો, પલંગ, રસોડાનું પ્લેટફોર્મ, છત જેવી જગ્યાઓએ કાળો રંગ ન હોય તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હવે વિચાર આવે કે તો પછી આખું ઘર સફેદ કરી શકાય ખરું? તો તેનો જવાબ પણ ના જ છે. જો આખું મકાન સફેદ રંગનું હોય તો વ્યક્તિને મિથ્યાભિમાનની લાગણી થાય અને કેટલીક જગ્યાએ તેને સામેથી વાત કરતા સંકોચ અનુભવાય. જેના કારણે તેને મળતા લાભાલાભ પર અસર પડે, પણ અગ્નિ અને વાયવ્યના રૂમની અમુક દીવાલો પર આ રંગ હકારાત્મક અસરો દર્શાવે છે.

  • વાસ્તુના ગણિત પ્રમાણે યોગ્ય દીવાલ પર યોગ્ય રંગ કરવામાં આવે તો ચોક્કસ તેનો લાભ મળે છે. હવે મૂળ રંગની વાત કરીએ તો, લાલ રંગ શરૂઆતમાં ઉત્સાહમાં વધારો કરે છે અને વખત જતાં તે ઉગ્રતા પણ આપી શકે છે. ઉગ્રતાવાળું વાતાવરણ કોને ગમે?

તો પછી બહુરંગી ઘર બનાવાય? આમ તો આજકાલ તે ટ્રેન્ડી પણ છે. આપણે કુદરતનાં બહુરંગી તત્ત્વો તરફ નજર કરીએ તો મેઘધનુષ અને મોર પર પહેલી નજર પડે. મેઘધનુષ આભાષી છે અને મોરનાં જે પીંછાં તેને સોહાવે છે તેજ તેની ઊડવાની ક્ષમતા ઓછી કરી આપે છે. તેથી જ બહુરંગી મકાન પણ ન જ બનાવાય, પણ વાસ્તુના ગણિત પ્રમાણે યોગ્ય દીવાલ પર યોગ્ય રંગ કરવામાં આવે તો ચોક્કસ તેનો લાભ મળે છે. હવે મૂળ રંગની વાત કરીએ તો, લાલ રંગ શરૂઆતમાં ઉત્સાહમાં વધારો કરે છે અને વખત જતાં તે ઉગ્રતા પણ આપી શકે છે. ઉગ્રતાવાળું વાતાવરણ કોને ગમે? વધારે પડતો વાદળી રંગ આત્મવિશ્વાસ માટે યોગ્ય નથી અને જો તે કોઈ પણ રૂમની પૂર્વની દીવાલ પર લગાવવામાં આવે તો તેની નકારાત્મક અસર રહે જ છે. પીળા રંગની અસર ઇશાનના યોગ્ય પદમાં સારી થાય છે. વળી, દરેક રંગના વિવિધ શેડ માટેની હકારાત્મક અસરોની પણ ભારતીય વાસ્તુમાં સરસ રીતે દર્શાવેલ છે. લેમન યલોથી લઈને પેસ્ટલ યલોનાં પદ અલગ અલગ હોય છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. આવું જ સ્કાય બ્લૂથી નેવી બ્લૂ માટે પણ કહી શકાય. યોગ્ય પ્રમાણનો રંગ તેની યોગ્ય જગ્યાએ નિર્ધારિત અસર આપે છે.

જે કેસરી રંગ અગ્નિના બેડરૂમની નકારાત્મકતા ઓછી કરવામાં મદદ કરે છે તે જ કેસરી રંગ ઉત્તરમાં લાગે તો તે યુગલની વચ્ચ્ચે અંતર ઊભું કરી શકે છે. મૂળ રંગોમાંથી બનતા રંગોમાં કેસરી ઉપરાંત લીલો અને જાંબલી પણ છે. ઘેરો જાંબલી નકારાત્મક અસર ઊભી કરે છે, પણ વાયવ્યના એક પદમાં આછો જાંબલી એટલે કે વાયોલેટ રંગ રોમાન્સની લાગણી વધારી શકે છે. લીલો રંગ બધું જ ઠંડંુ પાડવાનું કાર્ય કરે છે. તેથી તે બેડરૂમમાં ન લગાવવાની સલાહ છે. જો રસોડાનું પ્લેટફોર્મ લીલા આરસનું બનેલું હોય તો નારીને ક્યારેક રસોઈ કરવાની આળસ આવે તેવું બને. જો પ્લેટફોર્મનો રંગ કાળો હોય તો નારીને ગુસ્સો આવે તેવું બને અને જો ગુલાબી આરસ હોય તો બીમારી આવે. જો સફેદ આરસનું પ્લેટફોર્મ હોય તો નારીને મન અથવા તો તનની ગરમીની અસર દેખાય. આવી જ રીતે બાથરૂમમાં પણ કોઈ પણ રંગનો આરસ ન જ રખાય. વાસ્તુમાં ધાતુનું પણ ખૂબ જ મહત્ત્વ છે. તેથી જ જે તે દિશા માટેના મેટાલિક રંગોની પણ સુંદર વાત કરવામાં આવેલી છે.

જે રંગો દિવાળીમાં આંગણામાં પથરાય છે, તે ઉત્તરાયણમાં આકાશમાં છવાય છે અને હોળીમાં તે વાતાવરણને ભરી દે છે, તે રંગોની હકારાત્મક અસર વાસ્તુને પણ પ્રફુલ્લિત કરવા સક્ષમ છે.
કેટલીક ઉપયોગી ટિપ્સ

- પીળો રંગ શાંતિ અને રોશની આપનારો રંગ હોય છે. ઘરના ડ્રોઇંગ રૂમ, ઓફિસ વગેરેની દીવાલો પર જો તમે પીળો રંગ કરાવો છો તો વાસ્તુ મુજબ આ શુભ હોય છે.

- પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે તમારે તમારા રૂમની ઉત્તરની દીવાલ પર લીલો રંગ કરવો જોઈએ.

- આસમાની રંગ જળ તત્ત્વને દર્શાવે છે. ઘરની ઉત્તરી દીવાલને આ રંગથી રંગાવવી જોઈએ.

- ઘરનાં બારી દરવાજા હંમેશાં લીલા રંગથી રંગાવો. તેને ડાર્ક બ્રાઉન રંગથી રંગાવો તો સારું રહેશે.

- બને ત્યાં સુધી ઘરને રંગવા માટે હંમેશાં હલકા રંગનો પ્રયોગ કરો.

[email protected]

X
article by mayank raval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી