વાસ્તુિનર્માણ / અગ્નિના અક્ષનો ત્રિકોણ ને રાજકારણ

article by mayank raval

મયંક રાવલ

Mar 14, 2019, 06:14 PM IST

‘મારે રાજકારણમાં સફળ થવું છે. છેલ્લાં પચીસ વર્ષથી કાર્યકર તરીકે સેવા જ આપું છું. હવે કોઈક મોટા લેવલ પર પણ વિચારવું પડે ને?’ એક ભાઈએ જ્યારે આવી વાત કરી ત્યારે વિચાર આવ્યો કે રાજકારણમાં પણ કરિયર બની શકે. તો પછી આમને આટલો બધો સમય કેવી રીતે લાગ્યો? તેમના ઘરમાં ઇશાનના ત્રણેય અક્ષ નકારાત્મક હતા. તો તેની સામે તેમના જણાવ્યા મુજબ એક વ્યક્તિ ખૂબ ઝડપથી આગળ આવી હતી, તેના ઘરનો અભ્યાસ કરતાં જણાયું કે તેમના ઘરમાં નૈઋત્યના ત્રણેય અક્ષ હકારાત્મક હતા ને પૂર્વનો અક્ષ પણ હકારાત્મક હતો. આના કારણે તેમની પત્ની પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતી. જો અગ્નિના અક્ષનો ત્રિકોણ હકારાત્મક હોય તો નારીને રાજકારણમાં પ્રતિષ્ઠા મળી શકે છે, પણ જો આવી વ્યવસ્થા સાથે ઉત્તરનો દોષ હોય તો ઘરમાં પુરુષનો જોઈએ તેવો સહકાર મળતો નથી. જો પૂર્વનો દોષ હોય તો કોઈ કારણસર સફળતા મળ્યા બાદ બદનામી થાય તેવું બની શકે.

  • ઉત્તર અને પૂર્વના અક્ષ નકારાત્મક હોય અને દક્ષિણ અને પશ્ચિમના અક્ષ હકારાત્મક હોય ત્યારે વ્યક્તિને રાજકારણમાં જવા તો મળે પણ ક્યારેક બાળક જેવી પ્રકૃતિના લીધે જૂના રાજકારણીઓને વિશ્વાસ ન આવે

સત્તા એ અધિકાર સાથે જવાબદારી પણ છે. તેથી જ સત્તામાં આવતા પહેલાં પોતાને કયા પ્રકારની કાર્યશૈલી પસંદ છે તે સમજવું જરૂરી છે. વાયુ તત્ત્વથી પ્રભાવિત વ્યક્તિ જો રાજકારણમાં આવે તો તેણે વાણી પર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી બની જાય છે. બધું જ બરાબર ચાલતું હોય અને કોઈક એવી બાબત કહેવાઈ જાય જે યોગ્ય ન હોય તેવું બને. ઉત્તર અને પૂર્વના અક્ષ નકારાત્મક હોય અને દક્ષિણ અને પશ્ચિમના અક્ષ હકારાત્મક હોય ત્યારે વ્યક્તિને રાજકારણમાં જવા તો મળે પણ ક્યારેક બાળક જવી પ્રકૃતિના લીધે જૂના રાજકારણીઓને વિશ્વાસ ન આવે. વળી, જો વાયવ્ય નકારાત્મક હોય તો કાર્યશૈલી પણ અવ્યવસ્થિત રહે તેથી લોકોને સમજાય નહીં કે આ વ્યક્તિ શું કરવા માંગે છે. જો આવા સંજોગોમાં અગ્નિના અક્ષથી બનતો ત્રિકોણ હકારાત્મક હોય તો નારીના સપોર્ટથી આગળ આવવાની શક્યતા વધી જાય, પણ જો આવી જગ્યાએ અગ્નિમાં વાયુના પ્રતીકવાળી વસ્તુ હોય તો નારી યેનકેનપ્રકારેણ સફળ થવા પ્રયત્ન કરે.

ભારતીય વાસ્તુમાં દક્ષિણને નકારાત્મક દિશા ગણવામાં આવી છે. જે મારી દૃષ્ટિએ એક પ્રકારની ગેરમાન્યતા કે અધૂરી માહિતી ગણી શકાય. દક્ષિણનો અક્ષ હકારાત્મક હોય તો વ્યક્તિનો સ્વભાવ મુત્સદી બને તેવું બને. જેથી કરીને તેના મનમાં શું છે તે સામે વાળી વ્યક્તિ કળી ન શકે. આવી વ્યક્તિઓને રાજકારણમાં સફળતા મળે છે. રાજકારણમાં ત્રણ પ્રકારની વ્યક્તિઓ જોવા મળે છે. (1) સક્રિય રાજકારણી. (2) સહાયક રાજકારણી અને (3) કાર્યકર. સક્રિય રાજકારણીમાં પણ ત્રણ પ્રકાર જોવા મળે છે. (1) સત્તાધીસ (2) પૂર્વ સત્તાધીસ અને (3) સત્તાવાંછું. સત્તાવાંછું તરીકે લાંબો સમય રહેવાનું થાય તો ઘરમાં નકારાત્મક ઊર્જા છે તે સાબિત થઈ જાય છે અને જો પૂર્વ-પશ્ચિમનો અક્ષ નકારાત્મક હોય તો આવી વ્યક્તિઓ આભાષી સત્તાધીશની માનસિકતામાં ક્યારેક આવી જાય છે. જે તેમને તેમના ધ્યેયથી દૂર રાખે છે. ભારતીય વાસ્તુ નિયમોની હકારાત્મકતા સારા સત્તાધીશ થવા માટેની ઊર્જા ચોક્કસપણે આપી શકે છે.
[email protected]

X
article by mayank raval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી