વાસ્તુિનર્માણ / બ્રહ્મનો દોષ નકારાત્મક નિર્ણય લેવા પ્રેરે છે

article by mayank raval

મયંક રાવલ

Mar 07, 2019, 03:08 PM IST

‘જે દિવસે મારા લગ્ન થશે ને આખા ગામને મારી ચોઈસની ખબર પડશે. મારી પત્ની દેખાવે પણ બધાને ઈર્ષા આવે તેવી હશે અને સ્વભાવે પણ. જોજોને આગ લાગશે આગ.’ લગ્ન પણ અન્યને દેખાડી દેવા માટે કરવાના? કેટલાક લોકો અન્યને દેખાડવા માટે જ જીવતા હોય છે અને વળી કેટલાકને ચિંતાનો મુખ્ય વિષય જ, લોકો શું કહેશે તે હોય છે. પોતે કેવા છે એ જો લોકોના મત પ્રમાણે નક્કી કરવાનું હોય તો એ જીવન શું કામનું? વળી લોકોના તણાવમાં જ અડધું સુખ તો એની મેળે જ જતું રહે. અગ્નિનો બ્રહ્મમાંથી પસાર થતો અને દક્ષિણમાંથી પસાર થતો અક્ષ નકારાત્મક હોય ત્યારે પોતાના સુખ કરતા લોકો શું કહેશેથી ઉદભવેલું દુ:ખ વધારે હોય અને સુખના સમીકરણો પણ વિચિત્ર હોય.

  • અગ્નિનો બ્રહ્મમાંથી પસાર થતો અને દક્ષિણમાંથી પસાર થતો અક્ષ નકારાત્મક હોય ત્યારે પોતાના સુખ કરતા લોકો શું કહેશેથી ઉદ્્ભવેલું દુ:ખ વધારે હોય અને સુખના સમીકરણો પણ વિચિત્ર હોય

સૌરાષ્ટ્રમાં એક બહેને લોકોને દેખાડી દેવા માટે પોતાના દીકરાને ખૂબ મહેનત કરાવી. પોતે શિક્ષિકા એટલે પુત્ર પાસે પરિણામની અપેક્ષા પણ વધારે. માત્ર અડધા માર્ક માટે મેડિસિનમાં પ્રવેશ ન મળ્યો અને જાણે યુદ્ધ હારી ગયા હોય તેવી માનસિકતા ઘરમાં ઉદ્્ભવી. બાળકનું સારું પરિણામ લોકોને શું લાગશેના વિચારે વખણાયું નહિ અને ઠપકો મળ્યો. દીકરો હતાશામાં જતો રહ્યો. આ ઘરમાં અગ્નિના અક્ષનો ત્રિકોણ અને પશ્ચિમ મધ્યનો દોષ હતો. આપણા બાળકોએ આપણી પ્રતિષ્ઠાના પ્રતીક ન હોઈ શકે. તેમનું પણ આગવું વ્યક્તિત્વ છે એવી સમજ આપણામાં હોવી જરૂરી છે. ખાસ કરીને બ્રહ્મનો દોષ હોય ત્યારે બાળકો પર વધારે પડતો દબાવ તેમને માનસિક રીતે નબળા પડે છે અને નકારાત્મક નિર્ણય લેવા પ્રેરે છે. તેથી કારણ વિનાનો દબાવ ક્યારેય ઉભો કરવો ન જોઈએ. દરેક વ્યક્તિનું આગવું વ્યક્તિત્વ છે અને તેનામાં જે શ્રેષ્ઠ છે તે જાણવું જરૂરી છે. પોતાના જીવન અંગેના નિર્ણયો લેવાનો હક્ક દરેકને હોવો જોઈએ અને તેમાં લોકો શું કહેશે જેવા વિચારને સ્થાન ન જ અપાય.
દક્ષિણ ભારતમાં એક પરિવારને મકાન બનાવવાનું હતું. બહારના દેખાવને એટલું બધું પ્રાધાન્ય આપવામાં આવ્યું કે અંદરની જગ્યાઓની ગોઠવણ ગૂંચવાડાવાળી બની ગઈ. સાંકડી જગ્યાઓમાં રહેવાની મજા જ ન આવે. બહારથી ખૂબ જ વખાણ થાય, પણ જેવું કોઈ ઘરની અંદર આવે કે બળાપો કાઢે. ‘આટલો બધો ખર્ચો કર્યા પછી સાવ આટલો રૂમ? બાથરૂમ તો કેટલું સાંકડું છે?’ અને લોકોને દેખાડી દેવામાં મળેલી નિષ્ફળતા માટે નિરાશા મળે. લોકો તો કંઈ પણ કહે. રહેવાનું તો પોતાને છેને? આ મકાન બનતું હતું ત્યારે પરિવાર જે જગ્યાએ રહેતો હતો ત્યાં અગ્નિ પૂર્વનું દ્વાર હતું અને મકાનમાં પૂર્વ અને પશ્ચિમના અક્ષ નકારાત્મક હતા. જેના કારણે નારીનો સ્વભાવ જીદ્દી બની ગયો હતો અને તેની જીદ મુજબ અન્યને દેખાડવા માટે ઘર બન્યું. જ્યાં પરિવાર લાગણી, પ્રેમ અને હુંફ થી સાથે રહેતો હોય ત્યાં ઘર હોવાની સાચી અનુભૂતિ થાય છે. માત્ર દીવાલોથી ઘર ક્યારેય નથી બનતું. આવું હું જયારે આર્કિટેક્ચરમાં ભણતો ત્યારે મારા એક શિક્ષક સમજાવતા અને કમ્ફર્ટેબલ ડીઝાઇનની સમજ આપતા. જયારે ઘરમાં હકારાત્મક ઉર્જા હોય ત્યારે આ પ્રકારનું વાતાવરણ સર્જાય છે અને ઘરની સાચી વ્યાખ્યા સમજાય છે.
[email protected]

X
article by mayank raval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી