વાસ્તુિનર્માણ / ઈશાનના બે અક્ષ નકારાત્મક હોય તો?

article by mayank raval

મયંક રાવલ

Mar 06, 2019, 12:05 PM IST

‘કહ્યું ન તમે કાંઈ તોયે બધું સમજાઈ જાય છે, માગ્યું ન તમે કાંઈ તોયે બધું અપાઈ જાય છે.
આંખોના રસ્તા વાટે વાતો સપ્લાય થાય છે ને બોલવા મથું જો મુખથી તો બફાઈ જાય છે.’

‘ગોડસ મસ્ટ બી ક્રેઝી’ ફિલ્મમાં આ પ્રકૃતિવાળું એક પાત્ર હતું. આવાં પાત્રો ફિલ્મોમાં તો હોય, પરંતુ હકીકતમાં આવાં પાત્રો મળે ત્યારે તેમની સ્થિતિથી તેઓને પડતી તકલીફોને આપણે કળી શકીએ છીએ. અનહદ લાગણી હોવા છતાં પણ તેઓ શબ્દથી અભિવ્યક્ત કરવામાં ભૂલો કરીને તકલીફમાં આવી જતા હોય છે. અગ્નિના અક્ષનો ત્રિકોણ નકારાત્મક હોય ત્યારે આવી પ્રકૃતિ આવતી હોય છે. કેટલાક લોકોની લાગણી અપેક્ષાથી ભરપૂર હોય છે. તેઓ એવું પણ કહેતા હોય છે કે લાગણી અને અપેક્ષાઓ સમાંતર જાય છે. ઈશાનના બે અક્ષ જ્યારે નકારાત્મક હોય ત્યારે વ્યક્તિ પોતાનું માન વધે તેટલી હદે અન્યને મદદ કરે છે, પરંતુ તેની સામે તેમની અપેક્ષાઓ અન્યને થકવી દે છે. તેથી જ આવી વ્યક્તિ માટે સારું બોલવાવાળા લોકો અમુક સમયે તેમના પ્રત્યે રોષ પણ દર્શાવે છે.

  • ઈશાનનો બ્રહ્મમાંથી પસાર થતો અક્ષ નકારાત્મક હોય ત્યારે વ્યક્તિ એવું માની લે છે કે પ્રેમ છે તેટલું પૂરતું છે, તેના માટે વારંવાર જણાવવું જરૂરી નથી. જેના કારણે ક્યારેક સામેનું પાત્ર લાગણીવાળું હોય તો માઠુ લાગવાના સંજોગો ઉદ્્ભવે

ક્યારેક એક જ જગ્યાએ હકારાત્મક ઊર્જા હોય અને બાકી બધી જ જગ્યા નકારાત્મક હોય ત્યારે પણ સમસ્યાઓ આવે છે. જો માત્ર ઈશાન જ હકારાત્મક હોય તો વ્યક્તિ આજીવન બાળક જેવી નિર્દોષ રહે છે અને તેથી ‘અમારા એ ને તો બોલવાનું કંઈ ભાન જ નથી.’ તેવાં વાક્યો ક્યારેક તેમના માટે સાંભળવાં મળે. આ ઉપરાંત અગ્નિ પણ હકારાત્મક હોય તો ઈશ્વર ફિલ્મમાં અનિલ કપૂરનું પાત્ર છે તેવી સ્થિતિ ઉદ્્ભવે. નારીપ્રધાન જગ્યા અને નિર્દોષ પુરુષ, પણ પુરુષની વફાદારી માટે કોઈ શક ન થઈ શકે. વળી, પુરુષ સાચા બોલો અને આખા બોલો પણ હોય. ઘણી વખત આવી વ્યક્તિઓમાં દુનિયાદારીની સમજ ઓછી હોય છે તેથી તેમને એક સારી સમજદાર પત્ની મળે તે ખૂબ જ જરૂરી હોય છે.
ઈશાનનો બ્રહ્મમાંથી પસાર થતો અક્ષ નકારાત્મક હોય ત્યારે વ્યક્તિ એવું માની લે છે કે પ્રેમ છે તેટલું પૂરતું છે તેના માટે વારંવાર જણાવવું જરૂરી નથી. જેના કારણે ક્યારેક વધારે પડતી લાગણીવાળું સામેનું પાત્ર હોય તો માઠું લાગવાના સંજોગો વધારે ઉદ્્ભવે છે. મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લગ્ન કરીને એક સ્ત્રી આવી. પતિ ખૂબ જ માયાળુ. નાની-નાની વાતનું ધ્યાન રાખે. કોઈ જગ્યાએ એની ભૂલ થતી હોય તો છાવરી લે, પણ એક પણ વખત ‘આઇ લવ યુ’ ન કહે. જો સામેથી પૂછે તો ‘કેમ ભરોસો નથી?’ કહે, પણ પેલા બહેનની અપેક્ષા મુજબનો જવાબ તો ન જ મળે. બહેનને શંકા જાગી અને તપાસ કરતાં ખબર પડી કે ગામની સહુથી સુંદર છોકરી તેના પતિના પ્રેમમાં હતી. જ્યારે વાતે ઉગ્ર સ્વરૂપ લીધું ત્યારે ખબર પડી કે આ વાતની તેના પતિને તો ખબર જ ન હતી. જો પશ્ચિમનો અક્ષ પણ નકારાત્મક હોત તો પેલા ભાઈની લાગણી પાછી અન્ય તરફ ગઈ હોત. પૂર્વનો હકારાત્મક અક્ષ અપેક્ષા વિહીન પ્રેમ આપે છે. તેથી તેમનો એકબીજા માટેનો સંતુલિત વ્યવહાર જ તેમના પ્રેમની અભિવ્યક્તિ સમાન હોય છે. વાસ્તુની હકારાત્મક ઊર્જા સાચા પ્રેમની પ્રતીતિ કરાવી શકે.

[email protected]

X
article by mayank raval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી