વાસ્તુિનર્માણ / લોકોને લડાવવાની મજાનું કારણ: વાસ્તુદોષ

article by mayank raval

મયંક રાવલ

Feb 07, 2019, 11:38 AM IST

‘દિવાળીના દિવસે જ લાકડીઓ ઉછળી હોં. લે, બેઉ વેવાઈ થવાના હતા ને આજે એકબીજાનાં હાડકાં ભાંગી નાખ્યાં. એ હાલો હાલો બહુ મજા આવશે. હવે તો બેઉના ઘરવાળા પણ સામસામે આવી ગયા છે.’, ‘ સાત નંબરવાળાની વહુ જતી રહી પાછી. ઘરમાં ધમાલ ચાલે છે.

અમે હમણાં જ જોઈ આવ્યા.’ જેવાં વાક્યો સાંભળીને વિચાર આવે કે કોઈના જીવનમાં આટલો બધો રસ? અને થોડા સમય પછી ખબર પડે કે એ બધી ધમાલનું કેન્દ્રબિંદુ પેલા માહિતી આપવાવાળા પોતે જ હતા. જરાક દિવાસળી અડાડીને પછી હોબાળો કરવાનો કે આગ લાગી, આગ લાગી. આવા લોકો કોઈકના સુખે દુ:ખી અને કોઈકના દુ:ખે સુખી થતા જોવા મળે છે.

  • વધારે પડતી મહત્ત્વાકાંક્ષા પણ માણસને અધોગતિ આપી શકે છે. અગ્નિમાં વાયુનું પ્રતીક આવતું હોય અને ઈશાનના અક્ષનો ત્રિકોણ નકારાત્મક હોય તો ઘરની નારીને અન્યને લડાવવામાં મજા આવતી હોય છે

જ્યારે અગ્નિના અક્ષનો ત્રિકોણ નકારાત્મક હોય અને પશ્ચિમ વાયવ્યનો દોષ હોય ત્યારે આવો સ્વભાવ બની જાય છે. એમાં પણ જો ઉત્તરી ઈશાનનું દ્વાર હોય તો વ્યક્તિને સતત અસુરક્ષાની લાગણી થતાં તે કેન્દ્રમાં રહેવા આવું કરી શકે. ઘણીવાર આવી જગ્યાએ વ્યક્તિ નાનું નાનું ખોટું બોલતા પણ જોવા મળે.

જો આવી જગ્યાએ બ્રહ્મમાં વાયુનું પ્રતીક હોય તો વ્યક્તિને અસુરક્ષા ઉપરાંત મિથ્યાભિમાન પણ હોય તેથી તેને અન્યને દુ:ખી કરવામાં પોતાની જીત થવાની લાગણી થતી હોય છે.

અમુક ઘરમાં તો ઘરની અંદર જ એકબીજા માટે આવી લાગણી જોવા મળે છે. પોતે કેન્દ્રમાં રહેવા માટે અન્યને લડાવી મારવાની નીતિ ઘરમાં ઉદ્્ભવે ત્યારે ઘરનું વાતાવરણ ડહોળાય છે અને જે ઘરમાં સંપ ન હોય તેને પરાસ્ત કરવાનું અન્ય લોકો માટે સરળ થઈ જાય છે. દક્ષિણ મધ્ય અને અગ્નિ પૂર્વમાં દ્વાર હોય ત્યારે ઘરની સ્ત્રીને બદલો લેવાની વૃત્તિ જાગી શકે અને અન્યને પજવવામાં એણે પરાક્રમ કર્યાની લાગણી ઉદ્્ભવે.

એમાં પણ જો ઉત્તર તરફ મુખ રાખીને પૂજા થતી હોય તો તે જગ્યાએ અન્યનો ફાયદો કેવી રીતે લેવાય તેવી ભાવના ઉદ્્ભવે છે. વધારે પડતી મહત્ત્વાકાંક્ષા પણ માણસને અધોગતિ આપી શકે છે. અગ્નિમાં વાયુનું પ્રતીક આવતું હોય અને ઈશાનના અક્ષનો ત્રિકોણ નકારાત્મક હોય તો ઘરની નારીને અન્યને લડાવવામાં મજા આવતી હોય છે. જો ઘરનો અધિપતિ ઈશાનમાં રહેતો હોય તો તેની જીવન પ્રત્યેની સમજ બદલાતા સમસ્યાઓ માટેની સાચી સમજણ ઊભી થતી નથી અને ધીરે ધીરે લોકો તેમનાથી વિમુખ થવા લાગે છે. જો નૈઋત્ય પશ્ચિમમાં પૂજા થતી હોય તો વ્યક્તિને જીવનમાં સતત અસંતોષની લાગણી રહે છે અને તેના કારણે તેમને અન્યનાં નાનાં-નાનાં સુખ પણ તકલીફ આપે છે.

જીવન પરિવર્તનશીલ છે અને ક્યારે સમય બદલાય તે કોઈ જાણતું નથી તેથી જ સારા સમયમાં સારા રહેવું જરૂરી છે. અન્યથા ખરાબ સમયમાં હાથ પકડવા કરતાં પગ ખેંચવાવાળા વધારે મળતા હોય છે. કેટલાક લોકોને અન્ય લોકો તુચ્છ લાગતા હોય છે અને તેઓ અન્યની સતત મજાક કરતા હોય છે. વાયવ્યના અક્ષનો ત્રિકોણ નકારાત્મક હોય અને પૂર્વનો દોષ હોય ત્યારે આવું બને છે. સારા સ્વભાવ માટે વાસ્તુની હકારાત્મક ઊર્જા જરૂરી છે.
[email protected]

X
article by mayank raval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી