વાસ્તુિનર્માણ / પૂર્વ-ઈશાનમાં દાદરો ક્યારેય ન રાખવો

article by mayank raval

મયંક રાવલ

Jan 24, 2019, 05:48 PM IST

‘અમારા ઘરમાં તો મમ્મીનું જ ચાલે. પપ્પા તો બસ બેસી રહે. મહેમાન આવે તો મમ્મી જે કહે તે રીતે જ આવભગત થાય અને પાછાં મમ્મી હોશિયાર પણ એટલાં જ. તરત જ માણસને પારખી લે.’ આવી વાત સંભળાય એટલે નારીપ્રધાન વાસ્તુનો વિચાર સહજ રીતે જ આવે. નારીપ્રધાન વાસ્તુ એટલે જે ઘરના નિર્ણયોમાં નારીનું સીધું યા તો આડકતરું પ્રદાન હોય તેવું વાસ્તુ. કોઈ મજાકમાં એવું પણ કહે કે દરેક ઘરમાં નારીનું પ્રભુત્વ તો હોય જ, પણ એ વાત સંપૂર્ણ સાચી નથી.

જ્યારે અગ્નિનું દ્વાર હોય ત્યારે નારીપ્રધાન વાસ્તુની શક્યતા ઉદ્્ભવે છે, પણ જો અગ્નિનો મોટો દોષ હોય ત્યારે નારીને સમસ્યાઓ પણ વધારે જ આવે. પૂર્વ અગ્નિનો દોષ હોય ત્યારે નારીને ગર્ભાશયને લગતી સમસ્યા આવી શકે છે.

  • જો અગ્નિમાં દેવસ્થાન હોય તો નારીના સ્વભાવમાં સ્વાર્થનું તત્ત્વ દેખાય છે. નારી તું નારાયણી શબ્દ હકારાત્મક રીતે નારીપ્રધાન વાસ્તુ હોય તો જ સાર્થક થાય છે, કારણ કે નારી થકી ઘરમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ આવે છે

અગ્નિ એટલે નારી સાથે સંકળાયેલી દિશા. અગ્નિમાં અમુક પ્રકારનું પ્રોજેક્સન હોય તો ઘરની પુત્રવધુને તકલીફ પડે, પરંતુ મોટી દીકરી સુખી થાય તેવું બને. અગ્નિનો બ્રહ્મમાંથી પસાર થતો અક્ષ નકારાત્મક હોય અને અગ્નિ પૂર્વનો દોષ હોય ત્યારે નારીનો સ્વભાવ ગર્વિષ્ઠ બની જાય છે. તેમાં પણ જો પૂજાનું સ્થાન નકારાત્મક હોય તો મિથ્યાભિમાન ની સમસ્યાના લીધે નારીને તકલીફ પડે. જો અગ્નિમાં દેવસ્થાન હોય તો નારીના સ્વભાવમાં સ્વાર્થનું તત્ત્વ દેખાય.


નારી તું નારાયણી શબ્દ હકારાત્મક રીતે નારીપ્રધાન વાસ્તુ હોય તો સાર્થક થાય છે, કારણ કે નારી થકી ઘરમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ આવે છે. ભાવનગરના એક પરિવારમાં અઢળક સંપત્તિ હતી. ઘરના મોટા ભાગના નિર્ણયો નારી થકી જ લેવાતા હતા. મોટા દીકરાનાં લગ્ન લેવાયાં. રિનોવેશન સમયે આર્કિટેક્ટની સલાહ મુજબ અગ્નિમાં થોડા ફેરફાર કરાયા અને વાયવ્યમાં થોડો ભાગ નવો બન્યો. આના કારણે બ્રહ્મને પણ અસર પડી. હવે ઘરમાં નવી આવેલી વહુના નિર્ણયો ચાલવા લાગ્યા અને તે નિર્ણયો ઘરના વિકાસમાં ઘાતક પુરવાર થયા.

આ જ ઘરમાં કોઈના કહેવાથી દાદરો ખસેડીને પૂર્વ ઇશાન તરફ લેવાયો અને ઘરના માલિકને હૃદયની બીમારી આવી. ઘરમાં આર્થિક સમસ્યાઓ દેખાવા લાગી. અંતે ઘર વેચવાનો સમય આવ્યો. શું ઘર વેચવાથી આનંદ થાય ખરો? વળી, નકારાત્મક ઘરમાંથી નીકળ્યા બાદ નવું ઘર હકારાત્મક જ હશે તેની ખાતરી શું? એના કરતાં એ જ મકાનને હકારાત્મક બનાવી દેવામાં આવે તો? ભારતીય વાસ્તુના નિયમો થકી આ શક્ય છે.


મધ્ય ગુજરાતમાં એક બહેનને પોતાની અન્યને છેતરવાની આવડત પર ગર્વ હતો. તે એવું કહેતાં પણ ખરાં કે મને ના પાડવા આવેલો માણસ પણ મને મળે એટલે ફરી એક વાર છેતરાય જ. મને એ વાતની ખાતરી છે. એમના ઘરમાં અગ્નિનો બ્રહ્મમાંથી પસાર થતો અક્ષ નકારાત્મક હતો. તે ઉપરાંત પશ્ચિમનો અક્ષ અને ઉત્તર મધ્યનો દોષ પણ હતો. આવી વ્યક્તિઓનો આત્મવિશ્વાસ ત્યારે જ તૂટે છે જ્યારે લોકો તેમને ઓળખવા લાગે છે અને ત્યાર બાદ તેમને લોકો સમક્ષ આવતા શરમ આવે છે. નારી જો શિવલિંગ પર દૂધ અને ચોખાથી અભિષેક કરે તો તેની હકારાત્મકતામાં વધારો થઈ શકે છે.
[email protected]

X
article by mayank raval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી