બ્રહ્મમાં દાદરો યોગ્ય ન ગણાય

article by mayank raval

મયંક રાવલ

Dec 20, 2018, 12:05 AM IST

‘મારે તો લગન જ નથી કરવા. કોઈ એક કારણ તો આપો જે મને સમજાવી શકે કે લગ્નની જરૂરિયાત શું છે?’ આવું કે આ પ્રકારનું વાક્ય ઘણી વખત સાંભળવા મળે છે. કાં તો આ વાતને હસવામાં કાઢી દેવાય છે યા તેના મર્મ સુધી પહોચી શકાતું નથી.

બ્રહ્મમાંથી પસાર થતા બે ત્રાંસા અક્ષ નકારાત્મક હોય અને વાયવ્યનો દોષ હોય ત્યારે બાળકોને કોઈ બંધનોમાં રહેવું ગમતું નથી. એનો અર્થ એવો પણ નથી કે તેઓ સ્વચ્છંદ વિચારધારામાં આવી જાય છે

મા-બાપ માત્ર વિશ્લેષણ કરતાં રહે છે કે આવું કૈંક મનમાં હશે એટલે. ન્યુજર્સીમાં એક પરિવારનાં ત્રણેય બાળકોને લગ્ન નહોતાં કરવાં. કોઈ ખાસ કારણ ન હતું. બસ તેમને લગ્નની જરૂરિયાત સમજાતી ન હતી. તેમના ઘરમાં ઉત્તરી વાયવ્યનું દ્વાર હતું. બ્રહ્મમાંથી પસાર થતા બે ત્રાંસા અક્ષ નકારાત્મક હતા. બ્રહ્મમાં દાદરો હતો અને ઇશાનમાં ઊંચાં વૃક્ષો. ભારતીય મા-બાપની ચિંતા વધતી જતી હતી.

કોઈના કહેવાથી દ્વાર ઉત્તર મધ્યમાં લઇને ત્યાં પોર્ચ બનાવ્યો. તેથી ઉત્તરનો દોષ પણ ઊભો થયો. ઘણી વખત એક સમસ્યામાંથી બહાર નીકળવા જતા અન્ય સમસ્યાઓ શરૂ થઇ જાય તેવું થયું. ઘરના માલિકનો ઉત્સાહ ઘટવા લાગ્યો અને જીવનમાં નીરસતા આવવા લાગી. અનેક સમસ્યાઓના બોજ નીચે દબાતા હોય તેવું લાગવાનું શરૂ થયું.


બ્રહ્મમાંથી પસાર થતા બે ત્રાંસા અક્ષ નકારાત્મક હોય અને વાયવ્યનો દોષ હોય ત્યારે બાળકોને કોઈ બંધનોમાં રહેવું ગમતું નથી. એનો અર્થ એવો પણ નથી કે તેઓ સ્વચ્છંદ વિચારધારામાં આવી જાય છે, પણ તેમના વિચારો ક્રાંતિકારી જરૂર થઇ શકે અને તેમને માત્ર સમજાવવાથી વાત ન પણ બને. અગ્નિની નકારાત્મકતા અને વાયવ્યમાં પ્રોજેક્શન હોય તો દીકરીના વિચારો ક્રાંતિકારી બને. જો આ અક્ષ પર કોઈ મોટી નકારાત્મક અસર હોય તો બાળકો આજીવન કુંવારાં રહે તેવું બને.

બાળકોની મૂળભૂત વિચારધારા અલગ હોવાથી એમને દરેક કાર્ય કરતાં પહેલાં તેનાં યોગ્ય કારણો જાણવામાં રસ ઉદ્્ભવે અને જો તેમને યોગ્ય કારણો ન મળે તો તેઓ નિર્ણય લેવામાં મોડું કરે કે નિર્ણય લેવાનું ટાળે. આપણે ત્યાં લગ્નની વ્યવસ્થાને અલગ રીતે જોવામાં આવે છે. તેથી લગ્ન ન થયા હોય તો જરૂર કૈંક ખોટું થયું હશે તેવી માન્યતા ઉદ્્ભવે ને વખતોવખત આ અંગે ચર્ચાઓ પણ થતી જોવા મળે.


‘કોઈકની જોડે નક્કી હશે અને મા-બાપે ના પડી હશે.’, ‘કોઈક રોગ હશે.’, ‘સ્વભાવ ખરાબ હશે.’, ‘ કૈંક તો હશે જ ને? કોઈ એમ ને એમ થોડું લગ્ન માટે ના પડે?’, ‘બીજું જ કૈંક નીકળશે જોજો’ જેવી વાતો શરૂ થાય એટલે ઘરના કંટાળે અને લગ્ન કરવા માટે દબાણ આવે. બે ત્રાંસા અક્ષ નકારાત્મક હોય ત્યારે દબાણ વધતા સામે વિરોધ એટલો જ પ્રબળ બને. લગ્ન એ એક વૈશ્વિક સમસ્યા હોય તેવી ચર્ચાઓ થતાં ઘરનું વાતાવરણ બદલાય.

લગ્ન એ અંત નથી, પણ શરૂઆત છે. જો ઈચ્છા વિના લગ્ન થયા હોય તો તેવું લગ્નજીવન સફળ બને ખરું? લગ્ન કરવા કે નહિ તે વ્યક્તિગત માન્યતાનો ભાગ હોઈ શકે પણ કોની સાથે કરવા તેનો નિર્ણય તો માત્ર જેને લગ્ન કરવાના છે તેનો જ હોવો જોઈએ. શિવલિંગ પર અમુક રીતે અભિષેક કરવાથી આવી સમસ્યામાં રાહત મળે છે. જેના માટે જે તે ઘરનો અભ્યાસ જરૂરી છે.

[email protected]

X
article by mayank raval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી