Back કથા સરિતા
મયંક રાવલ

મયંક રાવલ

વાસ્તુ શાસ્ત્ર (પ્રકરણ - 20)
લેખક જાણીતા વાસ્તુશાસ્ત્રી છે.

અગ્નિના મોટા દોષ હોય ત્યારે...

  • પ્રકાશન તારીખ27 Sep 2018
  •  

કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો ગમો, અણગમો, આકર્ષણ અને અહોભાવ સ્વાભાવિક છે. પોતાનાથી કોઈ કાર્યમાં વધારે કુશળ યા તો આકર્ષક વ્યક્તિ માટેનો ગમો કુદરતી છે, પણ હવે મનુષ્ય કુદરત સાથેનું સંતુલન ગુમાવી રહ્યો છે. તેને સહજીવન ગમે છે પણ એકલો પડી રહ્યો છે. તેથી જ સહવાસ માટેના નિયમો પણ બદલાઈ રહ્યા છે. ભારતમાં જીવવા માટેની દરેક ક્રિયા માટેના નિયમો હતા. કામસૂત્ર પણ આવાજ નિયમોનું જ્ઞાન આપતો ગ્રંથ છે. નવાઈ લાગે તેવી બાબત છે કે તે સમયે પણ સમલૈંગિકપણાનો ઉલ્લેખ જોવા મળે છે. મનોવિજ્ઞાન પ્રમાણે સમલૈંગી સંબંધોના કારણ એકલતા અથવા એકલાપણું, તિરસ્કાર, આત્મવિશ્વાસનો અભાવ,અસલામતી કે પછી સપ્રેશન છે. મારા રિસર્ચ પ્રમાણે કેટલીક શક્યતાઓ આ પ્રમાણે છે. જોકે જે તે દોષની તીવ્રતાના આધારે પરિણામોની અસર આવી શકે છે. વળી ઘરમાં અન્ય વ્યવસ્થાને પણ તેની તીવ્રતા માટે ધ્યાનમાં લેવી જરૂરી છે.

ઇશાનથી વાયવ્યના અક્ષની નકારાત્મકતા એક કારણ હોઈ શકે છે. આવા સમયે પુરુષનો આત્મવિશ્વાસ ઓછો થાય છે અને સતત અસલામતીનો અનુભવ થતા તેને કોઈના સધિયારાની જરૂર દેખાય છે. એ વ્યક્તિ કોઈ પણ હોઈ શકે

ઇશાનથી વાયવ્યના અક્ષની નકારાત્મકતા એક કારણ હોઈ શકે છે. આવા સમયે પુરુષનો આત્મવિશ્વાસ ઓછો થાય છે અને સતત અસલામતીનો અનુભવ થતા તેને કોઈના સધિયારાની જરૂર દેખાય છે. એ વ્યક્તિ કોઈ પણ હોઈ શકે. જો તેમાં અગ્નિનો મોટો દોષ હોય તો નારીને થતા અસંતોષના લીધે તે વિદ્રોહી થઇ શકે છે. જેના વિપરીત પરિણામો આવી શકે. એક મકાનમાં સામાન્ય જીવન જીવતી વ્યક્તિઓ એ સમારકામ કરાવ્યું અને ઘરની કેટલીક વ્યવસ્થા બદલી. અચાનક ઘરની વ્યક્તિઓના વિચારો બદલાવા લાગ્યા. યુગલમાં આંતરિક તણાવના લીધે અંતર વધ્યું. ઉત્તરમાં મોટો વાસ્તુદોષ હોય અને પૂર્વમાં દાદરો આવતો હોય ત્યારે માનહાનિ થાય તેવા નિર્ણયો ઘરમાં લેવાઈ શકે છે. અને એમાં પણ ઇશાનથી અગ્નિનો અક્સ નકારાત્મક હોય તો નારીના નિર્ણયો ક્રાંતિકારી હોઈ શકે. ભારતીય વાસ્તુમાં આ બાબતને લગતા નિયમો છે. ઘરમાં હકારાત્મકતા આવતા જ બધું મૂળ સ્થિતિમાં આવી ગયું ને જીવન સુખમય બની ગયું.


બ્રહ્મમાં ખાડો હોય અને નૈઋત્યમાં માથું રાખીને સૂવાની વ્યવસ્થા હોય ત્યારે મનોવિકાર આવે. ઘરના મુખ્ય દ્વારની સામે વેધ હોય અને અગ્નિનો દોષ હોય ત્યારે નારીનું મન ચંચળ બને. અગ્નિમાં હીંચકો હોય અને પૂર્વનો દોષ હોય ત્યારે નારીના નિર્ણયો યોગ્ય ન હોય અને બદનામી થઇ શકે. વાયવ્યનો મોટો દોષ હોય અને ઉત્તરમાં ટોઇલેટ આવતું હોય ત્યારે કંઈ નવું કરવાની ઉત્કંઠા આવી પ્રકૃતિ આપી શકે.


દક્ષિણથી નૈઋત્યનો ભાગ દબાયેલો હોય અને પૂજા અગ્નિમાં હોય કે ઉત્તર અને અગ્નિના મોટા દોષ હોય ત્યારે વિવિધ પ્રકારના સંબંધોની ઈચ્છા જાગી શકે. પોતાના જ લિંગની વ્યક્તિ ગમવી તે સાહજિક વસ્તુ છે. પોતાનાથી વિશેષ કૌશલ્ય ધરાવતી વ્યક્તિ ગમી શકે. પણ લિંગ પરિવર્તન એ પોતાના માટેના અણગમાની પરાકાષ્ઠા ગણી શકાય. સમલૈંગિકપણામાંથી સ્વ તરફ આવવા માટે સવારે વહેલા ઊઠી સૂર્યને જળ ચડાવવા ઉપરાંત શિવલિંગ પર અભિષેક કરવાથી આત્મવિશ્વાસ વધશે.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP