દક્ષિણ દિશાને બરાબર સમજવી જરૂરી

article by mayank raval

મયંક રાવલ

Sep 20, 2018, 03:18 PM IST

ડરની વાત આવે એટલે અંધકાર, ભૂતપ્રેત, એકલતા સાથે વાસ્તુના પરિપ્રેક્ષમાં દક્ષિણ દિશા પણ આવે. આ બધા જ કાલ્પનિક ભય છે. એકવાર માણસ ભૂતથી ન ગભરાય પણ દક્ષિણના દ્વારથી તો ગભરાય જ તેવી સ્થિતિ ઉદ્્ભવે તે પહેલાં દક્ષિણ દિશાને સમજવી જરૂરી છે. સૂર્યની ગતિને સમજીએ તો માણસ જ્યારે ઊગતા સૂર્યની સામે નજર કરીને ઊભો રહે ત્યારે તેની જમણી બાજુ જે દિશા હોય તેને દક્ષિણ કહેવાય. સૂર્ય પૂર્વ તરફ ઊગે પછી દક્ષિણ તરફ થઇને પશ્ચિમ તરફ આથમે. પૃથ્વીના સૂર્ય તરફના ઢોળાવને કારણે સૂર્ય જ્યારે દક્ષિણ તરફ હોય ત્યારે તેની નકારાત્મક અસર વધારે જોવા મળે છે.


જો દક્ષિણ તરફ દ્વાર હોય તો ઘરનાં મુખ્ય કાર્યો માટેની વ્યવસ્થા દક્ષિણ તરફ આવે અને વધારે રેડિયેશનને લીધે ઘરમાં ઉગ્રતા રહે. વળી જ્યારે વાસ્તુ નિયમો રચાયા તે કાળ અને અત્યારનો કાળ અલગ છે. બંને સમયની વિચારધારા અલગ છે તેથી દક્ષિણને અલગ પરિમાણ સાથે જોવી અગત્યની છે. દક્ષિણ ભૌતિકતાની કારક છે. ભૌતિકતાવાદી વિચારો હવેના જમાનામાં નકારાત્મક નથી ગણાતા.

પૃથ્વીના સૂર્ય તરફના ઢળાવને કારણે સૂર્ય જ્યારે દક્ષિણ તરફ હોય ત્યારે તેની નકારાત્મક અસર વધારે જોવા મળે છે.
જો દક્ષિણ તરફ દ્વાર હોય તો ઘરનાં મુખ્ય કાર્યો માટેની વ્યવસ્થા દક્ષિણ તરફ આવે અને ઘરમાં ઉગ્રતા પણ રહે

દક્ષિણના દ્વારના કારણે ઘરમાં નારીનો પ્રભાવ વધે અને અમુક પ્રકારની વાસ્તુ રચના હોય તો નારી ધન સંપાદનમાં મદદરૂપ પણ થાય. જે તે સમયમાં આવી વ્યવસ્થાને સ્થાન ન હતું. અત્યારે આ વ્યવસ્થા સમાજ વ્યવસ્થાનો ભાગ છે, કારણ કે તે કેટલીક જગ્યાએ તો સામાન્ય જરૂરિયાત છે. અન્ય એક દ્વારથી નારી પ્રભાવશાળી બનતા તે વધારે સફળ બને. હવે પોતાની પત્ની સફળ છે તેનો ગર્વ લેવાય છે. સમય બદલાતા સમજ અને સમાજ બંને બદલાયા છે. નારી માત્ર ચાર દીવાલની શોભા નથી રહી. અન્ય એક વ્યવસ્થા પ્રમાણે ઘરમાં કાળાં નાણાં આવી શકે.માત્ર નીતિથી ચાલનાર વ્યક્તિઓ ઓછી થતી જાય છે.


દેખાડાનો યુગ છે. દરેક માણસ વસ્તુઓથી પોતાની ઓળખ ઊભી કરવા પ્રયત્ન કરી રહ્યો છે અને આવરણો થકી પોતાને યોગ્ય દર્શાવી રહ્યો છે. તો આ વ્યવસ્થા પણ આજના યુગમાં સ્વીકાર્ય છે. અને તેથી જ આવી વ્યવસ્થા હોય તો વાંધો ન હોય તેવું બને. તો જ્યારે વાસ્તુ લખાયું ત્યારે વિદેશ જવાની વાત નકારાત્મક ગણાતી. આજે યુવાનો એ દોટ મૂકી છે. યેનકેન પ્રકારેણ વિદેશ જવાના પ્રયત્નો થતા હોય તો આવી વ્યવસ્થા આપતું દ્વાર પણ નકારાત્મક ન પણ ગણાય. કુળદીપકને વિદેશ મોકલવા માટે તો કેટલી બધી પળોજણ થતી હોય છે?હા, દક્ષિણ દિશા માનસિક તણાવ તો આપે જ છે.

અમુક દ્વારથી વ્યસન થવાની સંભવાના પણ ઊભી થાય અને તેથી જ જે સાત્ત્વિક સમયમાં આ વિષયની રચના થઇ તે સમયે આ બધી વાતને નકારાત્મક ગણાતી હતી. આત્મશ્લાઘા કે નુમાઇશ નકારાત્મક જ ગણાય, પણ જેને એવું જ જીવન ગમે છે તેને દક્ષિણથી ગભરાવાની જરૂર નથી. ક્યારેક માનવ લાગણીશૂન્ય બની જાય તો શું થયું? મોજશોખ તો મળે જ છે ને? જેને આ વિષય નથી સમજાતો તે તો પાછા વડવાઓને પણ આ વિષયમાં લઇ આવે છે. હા, દક્ષિણથી ગભરાવાની કોઈ જ જરૂર નથી, પણ દક્ષિણ નકારાત્મક તો ગણાય. કારણ કે તે બધું જ આપી શકે છે, મનની શાંતિ
સિવાય.

[email protected]

X
article by mayank raval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી