ઘરમાં બીમ રખાય કે ન રખાય?

article by mayank raval

મયંક રાવલ

Sep 06, 2018, 03:07 PM IST

ભારતીય વાસ્તુની વાત આવે એટલે તેને સમજવાને બદલે તેનાથી છૂટવા માટેના ઉપાયોની ચર્ચા શરૂ થઇ જાય. વિવિધ નુસખા અને પદાર્થોની વાતો શરૂ થઇ જાય. વળી બારી, બીમ અને દરવાજા વિષેની ચર્ચાઓ પણ થાય. ભારતીય વાસ્તુના નિયમો માનવજાતિને મદદ કરવા માટે રચાયેલા છે, નહીં કે ડરાવવા માટે. ઘરમાં બીમ રખાય કે નહિ તેવો સવાલ પુછાય ત્યારે ડરની પરાકાષ્ઠા સમજાય. અમુકથી વધારે લંબાઈનો સ્લેબ ભરવાનો હોય ત્યારે બીમ રાખવાથી તે દીવાલની માફક જ દીવાલને સપોર્ટ આપે છે. આરસીસીના બીમમાં સળિયા હોય છે.

લોખંડની નજીક હોકાયંત્રને જોઈએ તો તે યોગ્ય દિશા સૂચન નથી કરતું. આપણા લોહીમાં લોહતત્ત્વ છે. તેથી લોખંડથી ખૂબ નજીક રહીને વધારે સમય કામ ન કરવાની વાત વાસ્તુમાં કરવામાં આવેલી છે. તેથી જ કાયમ બેસવાની બેઠક હોય કે પલંગ હોય તે બીમ નીચે ન હોવા જોઈએ તેવી વાત કરવામાં આવી હશે.

ઉત્તર મધ્યમાં બ્રહ્મમાંથી આવતો બીમ પુરુષનો આત્મવિશ્વાસ અને નારીના સંતોષને અસર કરી શકે છે. બ્રહ્મમાંથી પૂર્વ મધ્ય તરફ જતો એક્ષ્પોસડ બીમ માનસન્માનને અસર કરે તેવું બને

મારા રિસર્ચમાં મેં જોયું છે કે ઘરની મધ્યમાં બીમ હોય અને પૂર્વ પશ્ચિમની દીવાલને જોડતો હોય ત્યારે પગની તકલીફ આવે છે અને આ જ જગ્યાએ જો બીમ ઉત્તર દક્ષિણની દીવાલને જોડતો હોય તો પગમાં ગોઠણથી નીચેના ભાગમાં લાંબી તકલીફ આવી શકે છે.

સામાન્ય રીતે નાની સમસ્યાઓને કોઈ ગણકારતું નથી તેથી ઘણી વાર આવી વાતને સહજ રીતે સ્વીકારી લેવામાં આવે છે. જો ઈશાનથી ઉત્તર તરફ દેખાય તેવી રીતે દીવાલમાંથી બહાર નીકળતો બીમ હોય તો ખોટા ભયની લાગણી રહે તેવું બને. જો ઇશાનથી અગ્નિ તરફનો બીમ દેખાય તે રીતે હોય તો નારીને માનસિક અસંતોષ રહે છે. ક્યારેક તે વધારે દુ:ખી રહે તેવું પણ બને. જો અગ્નિમાં બંને બાજુથી આવેલો બીમ દેખાય તેવી રીતે હોય તો નારીનો સ્વભાવ ચંચળ બને તેવું બની શકે.


ઈશ્વરે માનવની રચના અદ્્ભુત કરી છે. તેને સહવાસ વિના ચાલતું નથી. જ્યારે પૂર્વમાં આવેલો બીમ દેખાય તે રીતે બહાર નીકળેલો હોય ત્યારે બે પેઢી વચ્ચે મત મતાંતરોના લીધે ઘરના વાતાવરણમાં અશાંતિ રહે તેવું બને. હવે એવો વિચાર ચોક્કસ આવે કે જો બીમ વિનાનું ઘર બનાવીએ અને સીલિંગ નીચી કરી દઈએ તો? પણ જાણકાર એન્જિનિયરની સલાહ વિના આ નિર્ણય લેવો વાજબી નથી અને બીજું ઊંચી સીલિંગ મકાનને વાતાનુકુલ બનાવવામાં મદદરૂપ થાય છે. ગરમ હવા ઉપર જઈને નીચે ઠંડી હવાને એકત્રિત થવા દે છે. નીચી સીલિંગ હોય ત્યારે આવું શક્ય થતું નથી. ભારતીય નિયમો કુદરતને આધીન પણ છે.

તેથી જ આર્કિટેક્ચર અને વાસ્તુના નિયમો અમુક જગ્યાએ સમાન લાગે છે. મેં એવું પણ જોયું છે કે વાયવ્યમાં ભેગા થતા બીમ જ્યારે દેખાય તે રીતે હોય તો નવી પેઢીની ચિંતા રહ્યા કરે. ઉત્તર મધ્યમાં બ્રહ્મમાંથી આવતો બીમ પુરુષનો આત્મવિશ્વાસ અને નારીના સંતોષને અસર કરી શકે છે. બ્રહ્મમાંથી પૂર્વ મધ્ય તરફ જતો એક્ષ્પોસડ બીમ માનસન્માનને અસર કરે તેવું બને. દરેક ઘર માટે આ અસર અલગ હોઈ શકે, કારણ કે બીમ સિવાય અન્ય રચનાને પણ સમજવી જરૂરી હોય છે. બીમ એ જરૂરી એલિમેન્ટ છે તેથી તેને સમજ્યા વિના ખસેડી
તો ન જ શકાય, પણ તેનું સમાધાન વાસ્તુમાં છે.

[email protected]

X
article by mayank raval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી