સોશિયલ નેટવર્ક / શહેરી નકસલવાદ પાછળના ખતરનાક મનસૂબા

article by kishor makvana

કિશોર મકવાણા

Mar 17, 2019, 04:02 PM IST

‘શહેરી નકસલવાદ’ શબ્દ ઘણા સમયથી ચર્ચામાં છે, પણ સામાન્ય લોકોને એના ખતરનાક ઇરાદા સમજાતા નથી. શહેરી નકસલીઓ માટે હવે એક નવો શબ્દ આવ્યો છે: ‘ટુકડે ગેંગ.’ આ ગેંગ દેશમાં અરાજકતા ફેલાવી દેશના ટુકડા કરવાના મનસૂબા સેવે છે.
લોકોમાં ભયનો માહોલ ઊભો કરવો, આતંકવાદીઓને હીરો ચીતરવા એ આ ગેંગનાં અનેક કૃત્યોમાંનું એક છે. બંધારણને આ લોકો માનતા નથી. એક અર્થમાં એ શહેરી માઓવાદ છે. નકસલબારીથી શરૂ થયેલા અને 1940-80ના દાયકામાં ભારતના વનવાસીઓના હક્કોના ઓઠા હેઠળ વનવાસી પ્રદેશોમાં હિંસા, આતંક અને અરાજકતા ફેલાવનાર નકસલવાદ તો 1980 પછી મરી પરવાર્યો છે, પરંતુ આજે તે માઓવાદના નામે ભારતના ટુકડેટુકડા કરવા દેશભરમાં અરાજકતા ફેલાવી રહ્યો છે. એમાં કહેવાતા બૌદ્ધિકો તેમજ મીડિયામાં બેઠેલા કેટલાક લોકો પણ આમાં સામેલ છે.

  • અર્બન નક્સલ માને છે કે આત્મવિસ્મૃત સમાજને સરળતાથી વશમાં કરી શકાય છે અને લાંબા સમય સુધી તેમની ઉપર શાસન કરી શકાય છે!

ભારતમાં માઓવાદને અનુસરનારી ટોળકી પાશ્ચાત્ય વિચારક એન્ટોનીઓ ગ્રેમશીના અધિકારવાદ-થિયરી ઓફ થિગમની સિદ્ધાંતને પણ સારી રીતે અમલમાં મૂકી ભારતની સાંસ્કૃતિક એકતા સામે પડકાર ફેંકી રહી છે. પ્રખર માર્ક્સવાદી વિચારક ગ્રેમશીને રશિયાના સરમુખત્યાર ક્રુશ્ચેવે જેલમાં ધકેલી દીધો હતો. કારણ ગ્રેમશી માનતો હતો કે સમાજ-રાષ્ટ્રનાં મૂલ્યો સામે જ સમાજને ઉશ્કેરીને ક્રાંતિ લાવી શકાય. તેણે કહ્યું કે, મૂળભૂત - પ્રસ્થાપિત વિચારધારાને કેન્દ્રમાં રાખીને તેની આસપાસ તેના જેવા ભળતા જ વિચારોને પ્રસરાવીને સમાજમાં ભ્રાંતિઓ ઊભી કરવી જોઈએ, જેથી સમાજ પોતાનાં પ્રસ્થાપિત મૂલ્યો, સાંસ્કૃતિ પરંપરાઓ અને ઇતિહાસ સામે જ શંકા કરવા લાગે અને તેની સામે જ પ્રશ્નો કરવા લાગે. આવા માનસિક ગુલામવાળા આત્મવિસ્મૃત સમાજને સરળતાથી વશમાં કરી શકાય છે અને લાંબા સમય સુધી તેમની ઉપર શાસન કરી શકાય છે! ગ્રેમશીના સમાજને ભ્રમિત કરનારા વિચારને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના બુદ્ધિજીવીઓએ અપનાવીને 1952-53નાં વર્ષોમાં પ્રો. સ્ટુઅર્ટ હોલના નેતૃત્વમાં ‘સેન્ટર ફોર કલ્ચરલ સ્ટડીઝ’ સ્થાપના કરીને ઘોષણા કરી કે કેન્દ્રનું ધ્યેય સાંસ્કૃતિક અધ્યયનનું નહીં, પરંતુ નવાં સાંસ્કૃતિક મૂલ્યોને પ્રસ્થાપિત કરવાનું રહેશે! આ કેન્દ્ર દ્વારા મૂળભૂત સાંસ્કૃતિક મૂલ્યો-પરંપરાઓની જગ્યાએ સમાજમાં ભ્રમ ઊભા કરે તેવાં સાંસ્કૃતિક મૂલ્યો ઊભાં કરવાનું ષડ્યંત્ર કરવાનું અધમ કૃત્ય એ લોકો કરી રહ્યા હતા. ભારતમાં મહિષાસુર મહોત્સવ કે ગૌમાંસ ભક્ષણ પાર્ટી વગેરેનાં આયોજનો પણ ભારતનાં મૂલ્યો સામે ભ્રમ ઊભો કરવા જ આ અર્બન નકસલો કરી રહ્યા છે. આવાં ષડ્યંત્રો માટે અર્બન નકસલી ગેંગ ક્બીર, ડૉ. આંબેડકર કે પેરિયાર જેવાં નામોનો ઉપયોગ કરી તેમના નામે સંગઠનો ઊભાં કરી સમાજમાં અરાજકતા-આતંક ફેલાવે છે. યાદ રહે ડો. આંબેડકર આ નકસલી આતંકની ભયાનકતા ઓળખી ગયા હતા. દલિત સમાજને આ હિંસક વિચારધારાથી ચેતવ્યો હતો.

જેએનયુમાં 1998-99થી શરૂ થયેલા મહિષાસુર મહોત્સવ જેવાં ષડ્યંત્રો 2004થી 2014 સુધી સુષુપ્ત રહ્યાં, પરંતુ 2014માં મોદીશાસન આવ્યા પછી દેશ અને બંધારણ વિરોધીઆે, શહેરી નકસલવાદીઓ ફરી સક્રિય થયા. ભારતમાં જેએનયુ, જાદવપુર યુનિવર્સિટી, હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી, ચેન્નઈની આઇઆઇટી સહિત ભારતની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં માઓવાદી-ટુકડે ગેંગ દ્વારા ભારતીય પરંપરાઓ અને મૂલ્યો સામે યુવાવર્ગને ઉશ્કેરવાનું અને ભ્રમિત કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. આ શહેરી નકસલીઓ-માઓવાદીઓ છાતી ઠોકીને કહેતા હોય છે કે અમારા પ્રયત્નોથી એકવાર ભ્રમિત થયેલાે યુવાન આજન્મ ભારતીય તો રહેશે, પરંતુ તે ભારતીય મૂલ્યો અને પરંપરાઓને ક્યારેય સ્વીકારશે નહીં!

હવે હિન્દુ પર્વોે પર ગાળો અને જુઠ્ઠી હકીકતોથી ભરપૂર મેસેજ ફરતા થઈ જાય છે. એની પાછળ આ અર્બન નકસલીઓની ટીમ જ છે. ભારતીય પરંપરાઓ અને ભારતના ટુકડા કરવા મરણિયા થયેલા અર્બન નકસલી, જેહાદી માર્ક્સવાદીઓ કે મેકોલે જમાતને ભારતભક્તિથી કચડી નાખવી જોઈએ. [email protected]

X
article by kishor makvana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી