વેરાન ભૂમિમાં કૂંપળની કામના?

article by jpchoukse

જયપ્રકાશ ચૌકસે

Sep 15, 2018, 04:13 PM IST

પુરુષ પ્રધાન ફિલ્મ ઉદ્યોગમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ ‘સ્ત્રી’ 100 કરોડની નજીક પહોંચી ગઈ છે. આ ફિલ્મમાં હોરર અને કોમેડીનું મિશ્રણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 20મી સદીના છઠ્ઠા દાયકામાં મહમૂદે ‘ભૂત બંગલા’ નામની ફિલ્મમાં પણ આ જ ચિત્ર-વિચિત્ર મિશ્રણ રજૂ કર્યું હતું. એ ફિલ્મમાં સંગીતકાર રાહુલ દેવ બર્મને એક નાનકડી ભૂમિકા અભિનીત કરી હતી. ‘ભૂત બંગલા’ મનોરંજક ફિલ્મ હતી પરંતુ, ‘સ્ત્રી’ મહેનત માંગી લે છે અને ઘણું મગજ ચલાવ્યા પછી પણ ભૂલ ભુલૈયા કાયમ રહે છે.

સદીઓ પહેલા એક સ્ત્રીને લગ્નની પહેલી રાત્રે મારી નાખવામાં આવી અને તેની આત્માનું રહસ્ય ઉકેલવા માટે માનવ દેહ ધારણ કરીને વર્તમાનના ત્રણ યુવકોની સહાયતાથી એ રહસ્ય પરથી પરદો ઉઠાવવાનો પ્રયત્ન કરે છે અને છેલ્લા દ્રશ્યમાં ચાલતી બસમાંથી જ અદ્રશ્ય થઇ જાય છે. આખી ફિલ્મ એટલું જ કહેવા બનાવવામાં આવી છે કે, સ્ત્રી માત્ર સન્માન ઈચ્છે છે. વાસ્તવિક જીવનમાં મોટાભાગના લોકો સ્ત્રી દેહને પામવા માટે પ્રેમનું પાખંડ રાચતા હોય છે. ફિલ્મ પતે ત્યારે એવો જ અનુભવ થાય છે કે. ‘ખાયા પિયા કુછ નહિ, ગ્લાસ તોડા બારા આના.’ આ જર્જરિત ફિલ્મમાં રાજકુમાર રાવનો અભિનય એવા છોડ જેવો છે જે આ બળતા ખંડેરમાં હજુ સુધી ટકી રહ્યો છે.


હાલમાં પોલેન્ડમાં યોજાઈ રહેલી બોક્સિંગ સ્પર્ધામાં મેરી કોમ ભાગ લઇ રહી છે. મેરી કોમના માતા બન્યા બાદ પણ બધી જ સ્પર્ધાઓમાં તેણે વિજય મેળવ્યો હતો. પ્રિયંકા ચોપરાએ ‘મેરી કોમ’ બાયોપિકમાં યાદગાર અભિનય કર્યો છે. રણબીર કપૂર સાથે પણ ‘બરફી’માં પણ યાદગાર અભિનય કર્યો હતો. જો કે, મેરીકોમ હાલ પણ સક્રિય છે અને તેમની બાયોપિકનો બીજો ભાગ પણ બની શકે છે. આ કમાલની સ્ત્રીઓ કાયમથી આ પુરુષ પ્રધાન કિલ્લામાં પોતાનું નામ બનાવતી રહી છે. તાજા સમાચાર એ પણ છે કે, એક નને પોપને અરજી કરી છે કે, ક્રિશ્ચિયન સાધ્વીઓ સાથે ચર્ચમાં અન્યાય થઇ રહ્યો છે. આ વિષય પર અંગ્રેજી ભાષામાં કેટલીક ફિલ્મો પણ બની છે. તેમાંની એક ફિલ્મ છે, ‘એગ્નેસ ઓફ ગોડ.’ ફિલ્મમાં એક નન ગર્ભવતી થાય છે અને તેનો દાવો છે કે, તેણે ક્યારેય કોઈ પુરુષ સાથે સંબંધો રાખ્યા નથી. તેણે સપનામાં ક્રાઈસ્ટને જોયા છે. હકીકતે, સ્ત્રીઓ કોઈ પણ ક્ષેત્રમાં હોય, તેમણે વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પુરુષ પાખંડ અને આછકલા પણું વારંવાર સામે આવતું જ રહે છે.


અરુણા રાજેની ફિલ્મ ‘રિહાઈ’ના ક્લાઈમેક્સમાં એક ઉંમરલાયક સ્ત્રીનો સંવાદ છે કે, ‘સ્ત્રીઓ પાસેથી સીતા જેવા આચરણની અપેક્ષા રાખનારાઓએ ક્યારેય પણ રામની જેમ આદર્શ આચરણ કર્યું છે?’ મહાનગરોની લોકલ ટ્રેનમાં સ્ત્રીઓ માટેની બોગી ફૂલ થઇ જાય ત્યારે સ્ત્રીઓ પુરુષથી ખીચોખીચ ભરેલા ડબ્બામાં ધક્કા ખાઈને યાત્રા કરે છે. ટ્રેનની ગતિના કારણે નહિ પણ જાણીજોઈને કરાયેલા અનિચ્છનીય સ્પર્શનો ડંખ સહન કરે છે. હવે આ રીતે ત્રસ્ત થયેલી મહિલા પોતાના પતિનો આગ્રહ કેવી રીતે સ્વીકારે? કાર્યાલયોમાં નોકરી કરનારી મહિલાઓની સમસ્યાઓને ખ્વાજા અહમદ અબ્બાસે પોતાની ફિલ્મ ‘ગ્યારહ હજાર લડકિયાં’માં રજૂ કરી હતી. ગોવિંગ નિહલાણીની ફિલ્મ ‘હજાર ચોરાસી કી મા’ પણ એક સાર્થક રચના હતી. ભગવાન બુદ્ધના અનુયાયીઓ એ પણ માનવ સેવા માટે અગણિત વિહારોની સ્થાપના કરી હતી. સમયાંતરે તેમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. હકીકત એ છે કે, મંદિર, મસ્જિદ, ચર્ચ જેવી પવિત્ર સંસ્થાઓમાં પણ ભ્રષ્ટાચારનો પ્રવેશ થઇ જાય છે. જ્યારે સમાજ રૂપી દરિયાની બધી જ લહેરો ભ્રષ્ટ હોય ત્યારે પ્રમાણિકતાનો કોઈ પણ દ્વીપ કેવી રીતે આ લહેરોથી બચી શકે?


નૈતિક મૂલ્યોને જીવનમાં સ્થાપિત કરવાનું કામ કદાચ કેટલેક અંશે બચાવી શકે છે. સરકારી કાગળો પર તો હેરા-ફેરી થતી જ રહે છે. બેંકને ચૂનો લગાવીને ભાગનારા લોકોની ધરપકડ માટેના હુકમપત્રમાં ‘ધરપકડ’ની જગ્યાએ ‘નજરકેદ’ શબ્દના બદલાવને શું ટાઈપિંગ મિસ્ટેક કહેવાશે? વ્યવસ્થાની ચારણીમાં નેતાનો આદેશ છે કે, માત્ર એ જ છિદ્ર પૂરી દો જ્યાં અસુવિધા લાગે છે.

[email protected]

X
article by jpchoukse

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી