રિટર્ન ઓફ હોરર ફિલ્મ્સ

article by jpchoukse

જયપ્રકાશ ચૌકસે

Sep 25, 2018, 03:21 PM IST

જિતેન્દ્રની સુપુત્રી એકતા કપૂરે ટેલિવિઝનની દુનિયામાં મનોરંજન ક્ષેત્રે ‘સાસ ભી કભી બહુ થી’ નામના શો દ્વારા ભીની ભાવુકતાનો સંચાર કરીને મહારાણીનું પદ મેળવ્યું હતું. ભારતના પારિવારિક જીવનમાં તેમણે ક્રાંતિ સર્જી હતી. તેમની સિરિયલ્સે અફીણના નશાની જેમ જનતાને લાગણીના વમળોમાં ડૂબાડી દીધી. એકતા કપૂરની સિરિયલ્સ પ્રાદેશિક ભાષાઓમાં ડબ કરીને આખા દેશમાં રજૂ કરવામાં આવી. તેમની સિરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ માં કેન્દ્રીય ભૂમિકા સ્મૃતિ ઈરાનીએ ભજવી હતી અને એ જ લોકપ્રિયતાને સીડી બનાવીને કેન્દ્ર સરકારમાં મંત્રી પદે બિરાજમાન છે. જો કે, એકતા કપૂર આજકાલ રામસે બ્રધર્સની હોરર ફિલ્મો જોઈ રહી છે, કેમ કે, તે હવે હોરર ફિલ્મ બનાવવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે, એક સમયે રામસે બ્રધર્સે સફળ હોરર ફિલ્મો બનાવી હતી. રામસે સાત ભાઈઓ હતા જે, ફિલ્મ નિર્માણના અલગ-અલગ વિભાગોમાં માહેર હતા. તેમણે ફિલ્મ નિર્માણને પારિવારિક વ્યવસાયની જેમ અપનાવીને પોતાના કર્મને જ ધર્મ બનાવી લીધો હતો. એકતા કપૂર તેમની આ પરંપરાને ફરી શરૂ કરવા ઈચ્છે છે. હકીકત તો એ છે કે, હોરર અને કોમેડીના મિશ્રણ વાળી ‘સ્ત્રી’ની સફળતાથી પ્રેરિત થઈને તેઓ આ દિશામાં અગ્રેસર થઇ રહી છે.

આશ્ચર્યની વાત એ છે કે, ઈંદોરના ખ્યાતનામ વૈદ્ય રામ નારાયણ શાસ્ત્રીના પરિવારના એક સભ્ય મહેશ શાસ્ત્રી પાસે હોરર કલ્પનાઓનો ભંડાર છે અને તે કોઈ વાચનાલયમાં સચવાવો જોઈએ. વિચારવાની વાત એ છે કે, જે શાસ્ત્રી પરિવાર પેઢીઓથી આયુર્વેદને સમર્પિત રહ્યો છે, તેના એક સદસ્ય મહેશ શાસ્ત્રીને હોરર વાંચવામાં અને તેનો સંગ્રહ કરવામાં રસ છે. બીજી તરફ મસ્તમૌલા કિશોર કુમારને પણ આ જનૂન હતું. ઉલ્લેખનીય છે કે, એન.એ અન્સારી નામના ફિલ્મકારની નિર્માણ સંસ્થાનું નામ બુંદેલખંડ હતું અને તે પણ હોરર ફિલ્મો બનાવતા હતા. હોલિવૂડમાં હોરર ફિલ્મો બનાવવાની શરૂઆત ફિલ્મ નિર્માણના પહેલા દાયકાથી જ થઇ ગઈ હતી અને વિજ્ઞાન કલ્પના સાથે જોડી દેવામાં આવી. શરૂઆતના દાયકાઓમાં આ પ્રકારની ફિલ્મોની સંખ્યા ઓછી હતી પરંતુ, ટેક્નોલોજીના વિકાસની સાથે તેની સંખ્યા વધતી ગઈ. પીટર નિકોલસ નામના સંશોધકે અમેરિકન હોરર ફિલ્મ પર પુસ્તક લખ્યું છે, જેનું પ્રકાશન મલ્ટી મીડિયા પ્રકાશને કર્યું છે. ઉલ્લેખનીય છે કે, જેમ-જેમ મનુષ્ય તર્કપ્રધાન બનતા ગયા તેમ-તેમ બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કરવા લાગ્યા અને આ જ રીતે હોરર પુસ્તકો અને ફિલ્મો પ્રત્યે જનતાનો ઝુકાવ વધતો ગયો.

શું હોરર પ્રત્યે રુચિ વધવાનું કારણ એ હોઈ શકે કે, કેન્દ્રિત વિચાર શૈલીનો વિરોધ જનતાને અભિવ્યક્ત કરવો છે. શું એ અભિવ્યક્ત થઇ રહ્યું છે કે, તર્ક આપણને એક અંધારી ગલીમાં લઇ જાય છે અને કુદરતના રહસ્ય ઉજાગર થઇ જવાથી જીવનનો આનંદ ઓછો થઇ જાય છે? શું આને અજ્ઞાન પરત્વે રોમેન્ટિક ઝુકાવ કહી શકાય? હોરર ફિલ્મોમાં ભય રસ હોય છે. વર્તમાન વૈશ્વિક નેતૃત્વએ જીવનને જ હોરર ફિલ્મો જેવું બનાવી દીધું છે. મોબ લિંચિંગ પણ તેનો જ ભાગ છે. જો કે, હોરર ફિલ્મોમાં એક ડરામણા અને હિંસક પ્રાણીનું નિર્માણ કરવામાં આવે છે અને તે વધુ ભયાનક બની જતા તેને રોકવા માટે ભસ્માસુર શૈલીમાં તેનો નાશ કરવામાં આવે છે. ભસ્માસુરનું નિર્માણ પૂજા દરમિયાન સામગ્રી ભેગી કરવા માટે કરવામાં આવ્યું હતું પરંતુ, જયારે તેણે નકારાત્મક સ્વરૂપ ધારણ કર્યું ત્યારે તેનો વિનાશ કરવામાં આવ્યો. શક્તિના મોહમાં અંધ બનેલા, નિયંત્રણની બહાર ગયેલા તેનો વિનાશ કરવામાં આવ્યો. વર્તમાન નેતૃત્વ પણ આ રીતે નાશ પામી શકે છે. 1922માં બનેલી ફિલ્મ ‘કેબિનેટ ઓફ ડૉક્ટર કેલિગારી’ આ શ્રેણીમાં ઘંટીનો પથ્થર મનાય છે. ‘ફ્રેંકસ્ટીન’, ‘ડૉ.જેકાલ એન્ડ મિસ્ટર હાઇડ’ પણ મહત્વપૂર્ણ ફિલ્મો છે. ‘ડૉ.જેકાલ એન્ડ મિસ્ટર હાઇડ’માં એ વાત કહેવામાં આવી છે કે, મનુષ્ય હમેશા સારો કે ખરાબ નથી હોતો. મનુષ્યનો સ્વભાવ રાત અને દિવસ જેવો છે.

રાવણ દસ વિદ્યાઓનો જાણકાર હતો, તેના દસ માથા એ વાતનું પ્રતીક છે. દરેક રાવણની કથામાં એક વિભીષણ હોય જ છે જે તેના વિનાશનું કારણ બને છે. હોરર અને વિજ્ઞાન ફેન્ટસી ફિલ્મોમાં દાર્શનિકતાનો સમાવેશ તેને નૈતિક કથાઓનો ટચ આપે છે.

[email protected]

X
article by jpchoukse

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી