વિશ્વ યુદ્ધની પૃષ્ઠભૂમિ પર લખાયેલું પુસ્તક અને સો પ્રશ્ન

article by jpchoukse

જયપ્રકાશ ચોક્સે

Sep 24, 2018, 03:23 PM IST

અમેરિકાના વિશ્વ પ્રસિદ્ધ બુકર પારિતોષિક માટે નામાંકિત પુસ્તકનું નામ છે‘ ધ લૉન્ગ ટેક’ અને લેખક છે રૉબિન રૉબર્ટસન. પુસ્તકના કેટલાક અંશ ગદ્યમાં, કેટલાક પદ્યમાં તેમજ કેટલાક ફોટોગ્રાફ છે.અહીં કોઇ વાત નથી એટલે કે લેખનના સ્થાને તસવીર છે. આ રીતે તમે પુસ્તક વાચો પણ છો અને કેટલાક અંશ જુવો પણ છો. મુદ્દાની વાત અભિવ્યક્તિ અને કહેવાની વાત કંઇ અલગ છે. સમગ્ર મામલો અભિવ્યક્તિનો જ છે. લેખનની શોધ થયા બાદથી દુનિયાભરના દેશોમાં ભરપુર લેખન થયું છે અને કદાચ જ કોઇ એવો વિષય બચ્યો હશે જેની પર કંઇ ન લખાયુ હોય.


આ ચર્ચિત પુસ્તકની વાર્તાની પૃષ્ઠભૂમિ બીજા વિશ્વ યુદ્ધની છે. વિશ્વ યુદ્ધ પર ઘણા પુસ્તકો લખાયા છે. ફોટોગ્રાફ પણ છે અને અનેક ફિલ્મો પણ બની છે. તસવીરોની અસર લખાયેલી વાત કરતા વધારે પડે છે. ચલચિત્ર વધુ કહે છે. પદ્યની અસર ગદ્ય કરતા વધારે હોય છે. રામાયણ, મહાભારત, બાઇબલ વગેરે ધાર્મિક ગ્રંથો પણ પદ્ય જ છે. આજ કારણ છે કે દુનિયાભરના મહત્વપૂર્ણ ગ્રંથ પદ્યમાં લખાયેલા છે. ગ્રંથાલયો અને પુસ્તકાલયોમાં આગ લાગવા બાદ પણ આ પ્રકારની રચનાઓ એટલા માટે બચી ગઇ કારણ કે પદ્યમાં હોવાને કારણે તે લોકોના મોઢેં હતી.


માર્ગારેટ બર્ક વ્હાઇટ નામક મહિલાએ ગાંધીજીની દાંડી યાત્રા અને તેમના સંઘર્ષની અનેક તસવીરો ખેંચી હતી. ચરખા સાથે ગાંધીજીનો પ્રખ્યાત ફોટો પણ તેમણે જ ગાંધીજીના અંતિમ દિવસોમાં ખેંચ્યો હતો. ફિલ્મ્સ ડિવીઝન પાસે રહેલી એક ડઝન કરતા પણ વધારે ડૉક્યુમેન્ટ્રીથી આપણને આઝાદી માટે લડાયેલા જંગનું વિવરણ મળે છે. ઉલ્લેખનીય છે કે તે દિવસોમાં આ સંસ્થા અંગ્રેજોને અધીન હતી. સર રિચર્ડ એટનબરોની ફિલ્મ ‘ગાંધી’એ અનેક પારિતોષિક જીત્યા હતા અને અંગ્રેજ અભિનેતા બેન કિંગ્સલેએ ગાંધીજીની ભૂમિકા ભજવી હતી. અભિનય માટે પસંદ કરાયા બાદ તેમણે ચરખો કાંતવાનો અભ્યાસ કર્યો હતો અને ઉપવાસ પણ કર્યા હતા. ઉપવાસનો અનુભવ ગાંધીજીને સમજવા માટે જરૂરી છે. ભારતને સમજવા માટે પણ ભૂખને સમજવી જરૂરી છે. વિકાસના માર્ગે આગળ વધી રહેલા ભારતમાં 20 કરોડ લોકો ભોજન કર્યા વિના જ સુઇ જાય છે. ભૂખ તેમને ખૂબ જ પ્રેમથી પાળી રહી છે.


સ્ટેનો ટાઇપિસ્ટ શૉર્ટ હેન્ડમાં કહેવાયેલી વાતને સંકેત ભાષામાં લખે છે પછી તેને વાચીને ટાઇપ કરે છે. કમ્પ્યૂટરે ઘણુ બધું બદલી નાખ્યુ છે. આજે તમે વોઇસ કમાન્ડ આપો છો અને યંત્ર તમારો અવાજ ઓળખીને કામ કરવાનું શરૂ કરી દે છે. ઉમરલાયક વ્યક્તિના દાંત કાઢી નાખવામાં આવે ત્યારે અવાજમાં થોડો ફેરફાર થાય છે અને વોઇસ કમાન્ડનું યંત્ર કામ નથી કરતું..


બુકર પારિતોષિક સન્માન એટલા માટે પણ છે કે નામાંકિત પુસ્તકોની માગ બજારમાં વધી જાય છે. પારિતોષિક પ્રાપ્ત પુસ્તકો‘બેસ્ટસેલર’ બની જાય છે. હિટલરનો ઉદય અને તેના ટોચ પર પહોંચવાની વાત ‘ધ રાઇઝ એન્ડ ફૉલ ઑફ થર્ડ રાઇખ’ નામક પુસ્તકમાં પ્રસુતત છે. હવે યુદ્ધનો પ્રારંભ થયાના લગભગ 80 વર્ષ બાદ આ પુસ્તકમાં શું નવું રજૂ કરાયું છે કે આટલા મોટા પારિતોષિકથી તેને સન્માનિત કરાવાની સંભાવના સામે છે. શું આ પુસ્તકને વાંચીને ત્રીજુ વિશ્વ યુદ્ધ ટાળવામાં માનવતાને મદદ મળશે? બીજા વિશ્વ યુદ્ધમાં યહૂદીઓ પર કરાયેલા અમાનવીય અત્યાચારોને કારણે જ યુદ્ધ બાદ યહૂદીઓએ પોતાના દેશની માગ કરી હતી અને અમેરિકા અને ઇંગ્લેન્ડના પ્રયાસથી ઇઝરાયલની સ્થાપના થઇ હતી. આ પ્રયાસમા પેલેસ્ટાઇનના લોકો સાથે અન્યાય થયો હતો. હજારો વર્ષોથી રહેનારા લોકોને તગેડી મુકાયા હતા. ઇઝરાયલના જન્મથી જ પેલેસ્ટેનિયન લોકોએ ‘ગેરિલા યુદ્ધ્ર શરૂ કર્યુ અને આતંકવાદનું પુનરાગમન થયુંય આજે આતંકવાદ મોટી સમસ્યા બની ગયો છે. માનવી માટે માત્ર માનવી હોવા બાદ તેની પાસેથી કોઇ અન્ય ઓળખની માગ ઘાતક સાબિત થઇ શકે છે. શું પાઘડી કોઇની ઓળખ છે અથવા દાઢી કોઇનું ચરિત્ર છે? ‘આદમી હૂં આદમી સે પ્યાર કરતા હૂં’ ફિલ્મી ગીત છે. વંશ, રંગ, જાતિ ધર્મ વગેરેથી માનવીને ઓળખવો બિનવિજ્ઞાની રીત છે. માનવીનું મૂલ્યાંકન તેમની વિચાર શૈલી મારફત કરાવવું જોઇએ.

[email protected]

X
article by jpchoukse

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી