દરિયાઈ ચાંચિયાઓ ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’

article by jpchoukse

જયપ્રકાશ ચૌકસે

Sep 11, 2018, 12:55 PM IST

આમિર ખાનની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’નો વિષય સમુદ્રી ચાંચિયા છે અને શૂટિંગ માટે એક જહાજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના વિષય પર ગુરુદત્તે ‘બાઝ’નામની ફિલ્મ બનાવી હતી. આમિર ખાનની ફિલ્મ અમેરિકન ફિલ્મ ‘પાઇરેટ્સ ઓફ કેરેબિયન’થી પ્રેરિત છે. ઉલ્લેખનીય છે કે, ‘પાઇરેટ્સ’માં નસુરીદ્દીન શાહે પણ કામ કર્યું હતું. બધા એવું અનુમાન લગાવી રહ્યા હતા કે, ફિલ્મ એ લોકો વિષે હશે, જે ગુલામીના સમયમાં રાહદારીઓને લૂંટીને મારી નાખતા હતા.

બ્રિટિશ ઓફિસર સ્લિમેને તેમનો સફાયો કર્યો હતો. બંગાળી લેખિકા મહાશ્વેતા દેવીએ પણ ઠગોની રચના કરી છે અને તેમની કલમથી પ્રભાવિત થઈને એચ.એસ રવેલે ‘સંઘર્ષ’ બનાવી હતી. જો કે, આમિર ખાન જહાજી ચાંચિયાઓ પર ફિલ્મ બનાવીને પોતાની છબીમાં એક અન્ય પરિવતર્ન કરી રહ્યા છે. તે સતત પોતાના અભિનયમાં પ્રયોગો કરતા રહે છે. આ ફિલ્મમાં જોની ડેપ હીરો હતા અને આજ ભૂમિકાને આમિર નિભાવી રહ્યા છે. આ પ્રક્રિયાના કારણે તે સતત સ્વયંને ફ્રેશ રાખે છે. આ પ્રકારની ફિલ્મોનું શૂટિંગ અઘરું હોય છે, કેમ કે, દરિયાની લહેરોને દર્શાવવા માટે તે સમયે કેમેરાને સ્થિર રાખવાનું કામ અઘરું હોય છે. પાણી પર તરતા જહાજ સાથે એક કહેવત પણ જોડાયેલી છે કે, જહાજનું પંખી ફરીને પાછું જ આવે છે.

નીરજ ચૌધરીના પુસ્તક ‘હિંદુઈઝ્મ’ માં રાધા કૃષ્ણના પ્રેમને વર્ણવતા તેમણે રાધાને શરીર પરના ચિહ્નોના કારણે કૃષ્ણની યાદમાં તલ્લીન થતી દર્શાવી છે. જો કે, શરીરના પૃષ્ઠ પર લખાયેલી કવિતાનું વર્ણન કર્યું. કવિતા કોઈ પણ અને ક્યાંય પણ લખી શકે છે.

જહાજી યાત્રાઓમાં કેટલાંક પક્ષીઓ આવે તે શુકનવંતી માનવામાં આવે છે. અલ્બટ્રાસ એવું જ પક્ષી છે જેના પર કવિતાઓ પણ લખાઈ છે, જેમાંથી સૌથી લોકપ્રિય છે સેમ્યુઅલ ટેલર કોલરિઝનીની ‘રાઈમ ઓફ એન્શિયન્ટ મેરિનર.’ ઊંટને રણનું વહાણ કહેવાય છે. પ્લેનમાંથી રણ અને સમુદ્ર બંનેમાં સરખાપણું દેખાય છે. વહાણથી યાત્રા કરનારા અને જહાજ પર કામ કરનારા પોતાના ઘરેથી મહિનાઓ સુધી દૂર રહે છે. નાણાવટીએ પ્રેમ આહુજાની હત્યા કરી હતી, કેમ કે, આવી જ એક લાંબી સફરનો લાભ ઉઠાવીને પ્રેમ આહુજાએ તેમની પત્ની સિલ્વિયા સાથે અંતરંગતા સ્થાપિત કરી હતી. આ કાંડ પર આર.કે નૈયરે ફિલ્મ બનાવી હતી, ‘યે રાસ્તે હૈ પ્યાર કે.’ લેખક રિચર્ડ બર્ટને 19મી સદીના અંતિમ દશકામાં નવલકથા લખી હતી, ‘બોડી એન્ડ સોલ’ જેમાં હીરો લાંબા સમયની સામુદ્રિક યાત્રા પર જાય છે.

તેને પોતાની પત્ની યાદ આવે છે અને તે પોતાની યાદોની દુનિયામાં એટલો મગન થઇ જાય છે કે, તેને પોતાની પત્ની ત્યાં સદેહ હાજર હોવાનો અનુભવ થાય છે. તે પોતાના મિત્રોને પોતાની પથારીમાં ચાદર પર પડેલી કરચલીઓ પણ બતાવે છે, જે બે વ્યક્તિઓ ત્યાં હોવાની વાતને સમર્થન આપે છે. આ કઈંક એવું જ છે જેમ કોઈ વ્યક્તિ ખાલી હથેળી પર સોનાની મહોર લાવીને બતાવે. અહીં હથેળી પર ચમત્કાર કરીને ભસ્મ લાવનારા ઢોંગી બાબાઓની વાત નથી. સારાંશ એ છે કે, લાગણીઓની તીવ્રતા ભૌતિક પદાર્થને જન્મ આપી શકે છે. એટલું જ નહીં ભૌતિક પદાર્થો પણ મનુષ્યના હ્ર્દયમાં લાગણીઓનો સંચાર કરી શકે છે. જયારે તમે આલૂ કચોરી ખાતા હોવ ત્યારે તમને તે મિત્ર યાદ આવે, જેણે પહેલી વાર આ કચોરી ખવડાવી હતી. શરીર પરના ચિહ્નો પણ તમને યાદોની સફરે લઇ જઈ શકે છે.

નીરજ ચૌધરીના પુસ્તક ‘હિંદુઈઝ્મ’ માં રાધા કૃષ્ણના પ્રેમને વર્ણવતા તેમણે રાધાને શરીર પરના ચિહ્નોના કારણે કૃષ્ણની યાદમાં તલ્લીન થતી દર્શાવી છે. જો કે, શરીરના પૃષ્ઠ પર લખાયેલી કવિતાનું વર્ણન કર્યું. કવિતા કોઈ પણ અને ક્યાંય પણ લખી શકે છે. લાગણી એકમાત્ર જરૂરિયાત છે બજાર લોકોને લાગણીહીન ખરીદારોની લાઈન લગાવી રહ્યું છે. મારા પુત્ર પ્રમથ્યુનો એક કાર દુર્ઘટનામાં આબાદ બચાવ થતા શેર બજારના ગુરુએ લખી દીધું કે, ‘જ્યારથી તેણે (ઈશ્વરે)મને બચાવ્યો, મેં બચવાનું છોડી દીધું’ અને હવે મદમસ્ત થઈને ભયહીન જીવન જીવી રહ્યા છે. દરિયાની સપાટીએ લહેરો સતત ચાલતી રહે છે, પરંતુ, સમુદ્રના તળિયે પાણી એકદમ શાંત હોય છે. ત્યાં સ્થિરતા ચુપચાપ આવીને બેસી જાય છે.

[email protected]

X
article by jpchoukse

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી