હિન્દી સિનેમા જગતમાં મિત્ર વેવાઈની ફેન્ટસી

article by jpchoukse

જયપ્રકાશ ચોક્સે

Sep 10, 2018, 03:02 PM IST

ટેલીવિઝન પર એક કાર્યક્રમમાં રાની મુખર્જી-ચોપરાએ મજાકભર્યા સૂરમાં કહ્યું કે સલમાન ખાનની દિકરી અને શાહરૂખ ખાનના દિકરા વચ્ચે પ્રેમ થઇ જાય અને લગ્ન પણ થઇ જાય તો તેઓ એક-બીજાના સગા બની જશે. વેવાઇનો સંબંધ પરસ્પર હરિફાઇ સમાપ્ત કરી નાખશે અને સૂરજ બડજાત્યાની ફિલ્મમાં રજૂ કરાયેલા વેવાઇ યુગલ ગીતની સંભાવના પેદા થશે. હકીકતમાં, આવું કંઇક થવા પર બંને કલાકાર આ પ્રેમ-કહાણીના ખલનાયક બની જશે અને યુવા પ્રેમી બોબીની જેમ ભાગી જશે. સલમાન નદીમાં કૂદીને શાહરૂના દિકરાને બચાવશે અને શાહરૂખ સલમાનની દિકરીને દિકરીને બચાવશે, જેમ બોબીમાં પ્રેમનાથ અને પ્રાણ કરે છે.

આ એક અત્યંત ગપગોળો છે, કારણ કે સલમાન ખાને હજું સુધી લગ્ન જ નથી કર્યા. ઉલ્લેખનીય છે કે રાની મુખર્જીએ પોતાના સંતાનને આ પ્રકારની કલ્પનાના પ્રેમ લગ્નથી દૂર રાખ્યું છે. મોટાભાગે માતા-પિતા પોતાના સંતાનના લગ્નની કલ્પના પરંપરાગત લગ્નની જેમ જ કરે છે. આપણે પોતાની કલ્પના કે ફેન્ટસીમાં પણ ક્રાંતિકારી નથી બનવા માગતા તેથી ફોર્મૂલાબદ્ધ ફિલ્મો બનાવીએ છીએ.


આખ્યાનોથી નિર્મિત આપણા અવચેતનમાં પણ રાધા-કૃષ્ણ પ્રેમને આપણે કાલ્પનિક જ માનીએ છીએ. નવા સમાચાર આ છે કે સલમાન પોતાની અંતરંગ મિત્ર યૂલિયા વંટૂર અને જિમી શેરગિલને લઇને એક ફિલ્મનું નિર્માણ કરવા જઇ રહ્યો છે,જેમાં પોલેન્ડની યુવતી કૃષ્ણ ભક્ત છે અને એક ભારતીયને પ્રેમ કરે છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ જ આ કોલમમાં લખાયુ હતું કે એક ટાઇટેનિક જેવી ફિલ્મની સ્ટોરી આ પ્રકારની હોઇ શકે છે કે અમેરિકામાં વસેલી યુવતીને એક અમેરિકન ટેકનોક્રેટને પ્રેમ કરે છે. યુવતી કૃષ્ણ ભક્ત છે. તેનો પ્રેમી ભારત આવે છે અને સમુદ્રમાં ગરકાવ થયેલી દ્વારકાની શોધ કરે છે. તે દ્વારકામાં સતત રાસ થાય છે. હકીકતમાં, એક સમાન વિચાર અનેક લોકોના મસ્તિષ્કમાં જન્મ લઇ શકે છે અને આ વૈચારિક જલસાઘરમાં કોઇ કોપીરાઇટ એક્ટ પણ નથી.

શબાના આઝમી, શેખર કપૂર અને જાવેદ અખ્તર પણ મિત્ર છે. કહેનારા કહે છે કે એક પ્રણય ત્રિકોણ એ પણ હતો. અભિવ્યક્ત પ્રેમ કથાઓ કરતા વધારે હોય છે અનઅભિવ્યક્ત પ્રેમ-કથાઓ.

જ્યારે શાહરૂખ ખાન દિલ્હીથી મુંબઈ આવ્યો હતો, ત્યારે અઝીઝ મિર્ઝાએ તેને આશ્રય આપ્યો હતો અ રાજૂ બન ગયા જેન્ટલમેન નામક ફિલ્મમાં તક આપી હતી. શાહરૂખ ખાન ફૌજી નામક સીરિયલમાં પણ અભિનય કરી ચૂક્યો હતો. અને પોતાના સંઘર્ષના સમયે શાહરૂખ ખાન મોટાભાગે સલમાન ખાનના ઘેર જતો હતો અને સલીમ ખાન તેનો જુસ્સો વધારતા હતા. તે સમયે સલમાન ખાન સ્ટારડમ પ્રાપ્ત કરી ચૂક્યા હતા.બંને વચ્ચે મૈત્રી હતી. જેમ-જેમ શાહરૂખ ખાનને તક મળતી ગઇ અને તે વ્યસ્ત થઇ ગયો, તેમ-તેમ તેમની વચ્ચેનો મેળ-મિલાપ ઘટતો ગયો. તે સ્વાભાવિક વાત હતી.


એક સમયે તો સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચે અંતરંગ સંબંધો વિકસિત થઇ રહ્યા હતા. તે સમયમાં જ શાહરૂખ ખાન પણ ઐશ્વર્યા સાથએ કામ કરવા લાગ્યો હતો. અને અમાનતમાં ખયાનત થવા લાગી અથવા તેની આશંકાથી બંને બાખડી પડ્યા હતા. મુંબઉ-પૂણે વચ્ચે એક લોકેશન પર શૂટિંગ સમયે વાત મારામારી સુધી પહોંચી ગઇ હતી. ફિલ્મ ઉદ્યોગમાં આમ પહેલીવાર નહોતું થયું. રાજ કપૂર દિલીપ કુમારના માધ્યમથી નરગિસને પોતાના કેમ્પમાં લઇ આવ્યા અને બંનેએ એકસાથે સત્તર ફિલ્મોમાં કામ કર્યુ હતું.

એ જ રીતે દિલીપ કુમાર અને વૈજયંતીમાલાએ નયા દૌરમાં સાથે-સાથે કામ કર્યુ હતું અને બંનેએ કેટલીક અન્ય ફિલ્મોમાં પણ સાથે કામ કર્યુ હતું. રાજ કપૂરે વૈજયંતીમાલા સાથે ‘નજરાના’ નામક ફિલ્મ કરી હતી. સંજીવ કુમાર હેમા માલિનીને પ્રેમ કરતા હતા પરંતુ ધર્મેન્દ્ર ડ્રીમ ગર્લને ઉડાવી ગયા હતા. વહીદા રહેમાન અને નંદા વચ્ચે પ્રગાઢ બહેનપણીનો સંબંધ હતો.રાજ કપૂર અને રાજેન્દ્ર કુમારની પત્નીઓ પણ ખાસ બહેનપણી છે. શબાના આઝમી, શેખર કપૂર અને જાવેદ અખ્તર પણ મિત્ર છે. કહેનારા કહે છે કે એક પ્રણય ત્રિકોણ એ પણ હતો. અભિવ્યક્ત પ્રેમ કથાઓ કરતા વધારે હોય છે અનઅભિવ્યક્ત પ્રેમ-કથાઓ.


રાજકારણમાં પ્રણય ત્રિકોણ ક્યારેય ઉઘાડા નથી પડતા પરંતુ સાથે કામ કરનારા લોકો વચ્ચે સંબંધ તો બને જ છે. થોડા સમય પહેલા સ્વર્ગવાસી થયેલા એક નેતાના પ્રેમ-પ્રસંગ ક્યારેય ઉધાડા નથી પડ્યા. તે ‘આર્ટફુલ ડૉઝર’ની કમાલ છે. સંદર્ભ છે ઑલિવર ટ્વિસ્ટનું એક પાત્ર. પ્રેમથી ભયભીત સત્તાધિશો નફરત જ ફેલાવી શકે છે.

[email protected]

X
article by jpchoukse

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી