ડરના મના હૈ યા ડરના જરૂરી હૈ?

article by jpchoukse

જયપ્રકાશ ચૌકસે

Sep 07, 2018, 03:26 PM IST

અમેરિકન પત્રકાર બોબ વુડવર્ડનું એક પુસ્તક 11મી સપ્ટેમ્બરથી માર્કેટમાં ઉપલબ્ધ હશે. પુસ્તકનું નામ છે ‘ડર’. હકીકતે, વર્તમાનમાં ડરનો ઓછાયો એક છેડાથી બીજા છેડા સુધી ફેલાયેલો છે. ડરનો આ ઓછાયો દેખાતો નથી પણ, અનુભવાય છે.

યાદ આવે છે કે, મહાત્મા ગાંધીએ ભારત પરત ફરીને પહેલું ભાષણ બનારસ વિશ્વવિદ્યાલયમાં આપ્યું હતું અને કહ્યું હતું કે, સ્વતંત્રતાની લડાઈમાં આપણે સૌથી પહેલા ડરથી મુક્તિ મેળવવી પડશે. એ સભામાં ઉચ્ચ કક્ષાના અંગ્રેજ અધિકારીઓ હાજર હતા. મહાત્મા ગાંધીએ તેમને પૂછ્યું કે, શહેરમાં હજારો સૈનિકો શા માટે ઉભા રાખવામાં આવ્યા છે? તેમનું રાજ તો સમગ્ર દેશ પર છે. આ કોઈની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે? શું શાસનકર્તાઓને પણ ડર લાગે છે? મહાત્મા ગાંધીના એ ભાષણને એક લેખમાં ટાંકતા પંડિત જવાહર લાલ નહેરુએ સ્પષ્ટતા કરી હતી કે, ડરની હવા અસલી ડર કરતા વધુ બિહામણી છે. તે લેખનું શીર્ષક હતું ‘કમિંગ ઓફ મહાત્મા ગાંધી’ અનેક વર્ષો સુધી આ લેખ પાઠ્યપુસ્તકમાં પણ સામેલ હતો.


આજના સમયમાં તેમના નામને ભૂંસવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. નવો અભ્યાસક્રમ બની રહ્યો છે. એ વાત કેટલી વિચિત્ર છે કે, તમામ નહેરુ વિરોધીઓ નહેરુ જેકેટ પહેરે છે. એ વાત પણ જોવા જેવી છે કે, એ ટોપીને ગાંધી ટોપી કહેવાય છે, જે ક્યારેય ગાંધીજીએ પહેરી નથી. પોતાની યુવાવસ્થામાં તે પોતાના જન્મસ્થાને પહેરાતી પાઘડી પહેરતા. ઈંગ્લેન્ડમાં અભ્યાસ સમયે તેઓ હેટ પહેરતા અને સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કરતી વખતે કોઈ પણ ટોપી, પાઘડી કે હેટ પહેરી ન હતી. તે માત્ર એક ચાદરથી જ પોતાનું તન ઢાંકતા. કદાચ એટલે જ વિન્સ્ટન ચર્ચિલે તેમને નેકેડ (નાગો) ફકીર કહ્યા હતા.


ડોનાલ્ડ ટ્રમ્પના એક સહયોગીએ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પના દાબમાં આવીને તેમણે ખોટું સ્ટેટમેન્ટ આપ્યું છે જેના કારણે તેમને જેલમાં જવું પડી શકે છે. આ સમયમાં તમામ શાસનકર્તાઓ ખોટું બોલી રહયા છે અને કેટલાંક દાયકાઓ બાદ ઉખાણાં ઘડવામાં આવશે કે, ચતુર કરો વિચાર કે ફલાણા મહિનામાં શાસનકર્તાએ કેટલા જૂઠ્ઠાણાં ચલાવ્યા? જૂઠા વચનો પર સંશોધનો કરવામાં આવશે. આજે મોટાભાગના અમેરિકનો પોતાની પસંદગી માટે પસ્તાવાના આંસુ સારી રહ્યા છે.

મધુર ભંડારકરની ફિલ્મ ‘પેજ 3’ સેલ્યુલાઇડ પર ફૂટેલા એટમ બૉમ્બ જેવી સાબિત થઇ હતી. ઉલ્લેખનીય છે કે, આ જ બોબ વુડવર્ડ દ્વારા જ ‘વોટરગેટ કૌભાંડ’ બહાર આવ્યું હતું. રામ ગોપાલ વર્માએ બે ફિલ્મો બનાવી હતી- ‘ડરના મના હૈ’ અને ‘ડરના જરૂરી હૈ’ આ બંને ટાઇટલ વર્તમાન પરિસ્થિતિ દર્શાવે છે.

ભારતમાં કોઈ હેરાન નથી હતું કે નથી પસ્તાવો કરતું. સદીઓથી ચાલી આવેલા સામૂહિક અપરાધ બોધના પરિણામ સ્વરૂપ મેળવેલા નેતા માટે શાનો પસ્તાવો? જો કે, કવિ ત્રિકાળજ્ઞાની હોય છે. મહાન શાયર મીર તકી મીરની રચના છે- ‘એ જૂઠ. આજ શહર મેં તેરા હી દૌર હૈ, શેવા (ચલણ) યહી સબો કા, યહી સબ કા તૌર હૈ, એ જૂઠ! તું શઆર (રીત) હુઆ સારે ખલ્ક કા, ક્યા શાહ કા વઝીર કા, ક્યા અહલે-દલ્ક કા... એ જૂઠ તેરે શહર મેં તાબઈ (આધીન) સભી મર જાયે. ક્યોં ન કોઈ વે બોલે ન સાચા કભી.’


આજે અમેરિકાના સુરક્ષા મંત્રી જેમ્સ મેટીસ નવી દિલ્હી આવ્યા છે. કહેવાઈ રહ્યું છે કે, જેમ્સ મેટીસે ડોનાલ્ડ ટ્રમ્પના કેટલાંક આદેશો માન્ય ન હતા અને ટ્રમ્પ સાહેબનું સામાન્ય જ્ઞાન પાંચમા ધોરણના બાળક જેટલું છે. આજે પોતાની છબી એક ઈમાનદાર અને ગણતંત્રમાં વિશ્વાસ રાખનાર વ્યક્તિની ઘડવા માટે થઈને પોતાના કેટલાંક વિરોધીઓને ઉચ્ચ પદ આપવામાં આવે છે. આ એક ચાલ છે, કેમ કે, દરેક વિભાગની બધી જ ફાઈલો પહેલા શાસનકર્તાઓના વિશ્વાસુઓ પાસે જ પહોંચે છે એટલું જ નહીં, રાજ્યના મહત્વપૂર્ણ નિર્ણયો ‘ઉપર’ની મંજૂરીથી લેવામાં આવે છે. એક ન્યુઝ ચેનલના સ્વર્ગીય વાજપાયીજીના ‘માસ્ટર સ્ટ્રોક’ નામના કાર્યક્રમ પર સત્તાની પાબંદી લગાવવામાં આવી હતી. જો કોઈ સત્તા વિરોધી કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે તો સેટેલાઇટ તેનું પ્રસારણ રોકી લે છે અને રુકાવટ માટે માફી મંગાવામાં આવે છે.

શશી કપૂરે પતકારત્વ પર આધારિત ‘ન્યુ દિલ્હી ટાઈમ્સ’ બની હતી. મધુર ભંડારકરની ફિલ્મ ‘પેજ 3’ સેલ્યુલાઇડ પર ફૂટેલા એટમ બૉમ્બ જેવી સાબિત થઇ હતી. ઉલ્લેખનીય છે કે, આ જ બોબ વુડવર્ડ દ્વારા જ ‘વોટરગેટ કૌભાંડ’ બહાર આવ્યું હતું. રામ ગોપાલ વર્માએ બે ફિલ્મો બનાવી હતી- ‘ડરના મના હૈ’ અને ‘ડરના જરૂરી હૈ’ આ બંને ટાઇટલ વર્તમાન પરિસ્થિતિ દર્શાવે છે.

[email protected]

X
article by jpchoukse

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી