ચીની મહત્વકાંક્ષાનો બેલગામ ઘોડો

article by jpchoukse

જયપ્રકાશ ચૌકસે

Sep 06, 2018, 02:06 PM IST

સમયના પાના પર લખાયેલી વાતો ઝડપથી ભૂંસાઈ જાય છે અને સૌથી મોટો પડકાર એ છે કે, આ વાતોને આપણે વાંચી લઈએ. પરિવર્તન નામક ડસ્ટર સમયના બ્લેકબોર્ડ પર લખેલી વાતોને ટૂંક સમયમાં જ ભૂંસી નાખે છે. સારો વાચક તો એ ભૂંસાયેલા અક્ષરોની પાછળ રહી ગયેલી ઝાંખી પ્રિન્ટને પણ વાંચી લે છે. હાલના સમયમાં લખનારાઓની સંખ્યા વધી ગઈ છે અને વાચકો ઘટી રહ્યા છે. ચીન સામ્યવાદી વિચારધારા અને મહેનતથી ઉત્પાદન વધારી રહ્યું છે અને સૌથી વધુ નિકાસ કરનાર દેશની શ્રેણીમાં પ્રથમ છે.

પશ્ચિમના દેશો પર્યાવરણને લઈને ચિંતામાં છે અને પોતાના દેશને બચાવવા માટે સ્ટીલ, સિમેન્ટ વગેરે જેવી અનેક વસ્તુઓ ચીનમાં બનાવડાવે છે. ચીનમાં ફેકટરીઓની ચીમનીઓ સતત ધુમાડો ફેંકી રહી છે અને પ્રદૂષિત વાતાવરણ ચીની જનતાના જીવનમાં ધીમા ઝેરનું કામ કરી રહ્યું છે. ચીની નેતાઓ ઉત્પાદન અને પ્રોફિટ વધારાની હોડમાં છે. પોતાની જનતાના નબળા પડતા જતા ફેફસાઓને જાણીજોઈને નજરઅંદાજ કરે છે. પશ્ચિમના દેશો પોતાના વાતાવરણને પ્રદૂષિત થતું બચાવવા માટે થઈને ચીનમાં ધુમાડાથી ભરપૂર ચીમનીઓની સંખ્યા વધારી તો રહ્યા છે પરંતુ, એ વાત નથી વિચારી રહ્યા કે, પોતાના વ્યાપારિક સંગઠનોમાં ચીનનું મૂડી રોકાણ સતત વધી રહ્યું છે. જો કે, ચીનની જનતાના શ્વાસમાં ધુમાડો ભરાઈ રહ્યો છે તેની સાથે વેપાર જગતની દુનિયાના ગળે ચીની ગાળિયો કસાઈ રહ્યો છે. આ જ રીતે બંને બાજુ ખૂબ નુકસાન થઇ રહ્યું છે. બંને પક્ષ પોતાના ફાયદા માટેની રમતો રમવામાં મંત્રમુગ્ધ છે અને બીજી તરફ પૃથ્વી પોતાના અસ્તિત્વને જોખમમાં જોઈને ચોધાર આંસુએ રડી રહી છે.

ચીને પ્રસ્તાવ મૂક્યો છે કે, રાજ કપૂરની ફિલ્મ ‘આવારા’ ફરીથી ચીની, હિન્દી અને રશિયન એમ ત્રણ ભાષામાં બનાવવામાં આવે. આ ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂરની ભૂમિકા રિશી કપૂર ભજવે અને રાજ કપૂરની ભૂમિકા રણબીર કપૂર ભજવે. કે.એન સિંહ દ્વારા ભજવાયેલી જગ્ગાની ભૂમિકા કોઈ ચીની કલાકાર ભજવે.

આ બધી ભાંજગળમાં પૃથ્વી દુઃખમાં કણસી રહી છે પરંતુ, શોરબકોર એટલો બધો છે કે, પૃથ્વીનો અવાજ કોઈને સંભળાતો નથી. મીડિયા પણ શોરબકોરથી જ ખુશ છે. સમાચારનો વેપાર વિકસી રહ્યો છે અને વધતા વેપારના સમાચારો છાપીને જ મીડિયા ખુશ થાય છે. સમાચારોના સ્વામિત્વનો અધિકાર એ તો નબળા કોપીરાઈટ કાયદાના કારણે ગૂંચવાઈ જ ગયો છે. સમાચારોની ઉઠાંતરીનો વ્યવસાય તો બિલાડીના ટોપની જેમ ઉગી રહ્યો છે. ઘટના કઈંક એવી છે કે, પત્રકાર દ્વારા આપવામાં આવેલા સમાચારોને ભળતી રીતે તેને જ બતાવવામાં આવે છે અને તે ચટાકા લઈને એ સમાચારો ઠૂંસે પણ છે. ચીનના નેતાઓ સિનેમાના મહત્વને સારી રીતે જાણે છે. ત્યાં 45,000 સિનેમાઘરો બનાવ્યા છે. આપણા દેશના 8000 સિનેમાઘરોમાં એ જ ચમક દેખાય છે, જે ઓલવાતાં દીવાની જ્યોતમાં દેખાય છે.

ઓલવાતાં દીવાની રોશની ચમકદાર હોય છે પરંતુ, હકીકતે, તે ઓલવાઈને અંધકાર તરફ ગતિ કરે છે તેની આગોતરી જાણ છે. અંધકાર ચોર પગલે આવે છે જેથી સંભળાતો નથી. ચીને પ્રસ્તાવ મૂક્યો છે કે, રાજ કપૂરની ફિલ્મ ‘આવારા’ ફરીથી ચીની, હિન્દી અને રશિયન એમ ત્રણ ભાષામાં બનાવવામાં આવે. આ ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂરની ભૂમિકા રિશી કપૂર ભજવે અને રાજ કપૂરની ભૂમિકા રણબીર કપૂર ભજવે. કે.એન સિંહ દ્વારા ભજવાયેલી જગ્ગાની ભૂમિકા કોઈ ચીની કલાકાર ભજવે. ફિલ્મમાં રામાયણનો પડછાયો છે. જજ રઘુનાથ છે અને તેમણે ત્યાગ કરેલી પત્ની સીતા છે. જગ્ગા રાવણ છે અને આ દર્શાવતું એક ગીત પણ છે. શંકર-જયકિશન અને શૈલેન્દ્ર-હસરતની ટીમનો કોઈ વિકલ્પ મળી રહ્યો નથી. જો કે, ચીનની આ સિનેમા પહેલનું કોકડું અઘરું છે પરંતુ, સીધી વાત એ છે કે, ચીનમાં પ્રદર્શિત થનાર વિદેશી ફિલ્મની કમાણીનો માત્ર 15% હિસ્સો જ ફિલ્મના નિર્માતાને મળે છે અને 25% કમાણી ચીની ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે મૂકવામાં આવે છે.

પશ્ચિમના દેશો અને ચીન વચ્ચે કોઈ યુદ્ધ નહિ થાય. પરમાણુ શસ્ત્રોએ એ રીતે શાંતિ સ્થાપિત કરી છે કે, હવે તો યુદ્ધનો અર્થ સામૂહિક આત્મહત્યા જ કહી શકાય. હાલનાં, સમયમાં બજાર જ યુદ્ધ ભૂમિ છે અને સસ્તો ચીની સામાન ધડાધડ વેચાઈ રહ્યો છે. ચીની માલ-સામાનનો બહિષ્કાર કરવાથી જ ચીનની શક્તિ ઘટશે અને આ બેલગામ ઘોડાને કાબૂ કરી શકાશે.

[email protected]

X
article by jpchoukse

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી