કૃષ્ણની વાંસળી ખટ-મધુર માનવ જીવનનું પ્રતીક છે

article by jpchoukse

જયપ્રકાશ ચોક્સે

Sep 04, 2018, 01:36 PM IST

ભારતમાં કથા ફિલ્મોના જનક દાદા સાહેબ ફાળકેએ ‘લાઇફ ઓફ ક્રાઇસ્ટ’ જોતી વખતે વિચાર કર્યો કે સિનેમાના માધ્યમથી કૃષ્ણ કથા સારી રીતે અભિવ્યક્ત કરી શકાય છે. પોતાના મર્યાદિત સાધનોને કારણે તેમણે ‘રાજા હરિશ્ચંદ્ર’ બનાવી પણ તે પછી કૃષ્ણ કથાથી પ્રેરિત ફિલ્મો પણ બનાવી. તેમની એક કૃષ્ણ પ્રેરિત ફિલ્મમાં તેમની પુત્રી મંદાકિનીએ કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. ભાગવતમાં કૃષ્ણ ચરિત્રનું વર્ણન છે પણ તેમાં રાધાનો ક્યાંય ઉલ્લેખ નથી. બીજી સદીમાં વૈષ્ણવ સંપ્રદાયના ઉદય સાથે રાધા નામક પાત્રનો ઉદય થાય છે. ઘણી સદીઓ બાદ સૂરદાસે રાધા પર પદ રચ્યા છે. મીરાએ કૃષ્ણ ભક્તિમાં નવો અધ્યાય રજૂ કર્યો. યાદ આવે છે કે ગુલઝારે હેમા માલિની અભિનીત ‘મીરા’ બનાવી હતી, જે નિષ્ફળ સાબિત થઇ હતી. તેમણે મીરાને એક સામાન્ય વ્યક્તિ તરીકે પ્રસ્તુત કર્યા હતા.


જોકે, ભારતમાં રામ આદર્શ છે અને શ્રીકૃષ્ણ આપણા યર્થાર્થ છે. તેમને સંપૂર્ણ અવતાર માનવામાં આવે છે. તમામ 64 કળાઓથી સંપન્ન વ્યક્તિ. પોતાના બાળપણમાં તેઓ માખણ ચોર તરીકે રજૂ કરાયા હતા. આ રીતે સ્થાપિત થયું કે ચોરી પણ એક કલા છે. ઠગ શાસ્ત્રમાં નવા અધ્યાય લખવામાં આવી રહ્યા છે. શ્રીકૃષ્ણ પ્રેમનો પક્ષ લે છે. તેઓ પોતાના કાલખંડના સૌથી વધારે ક્રાંતિકારી વ્યક્તિ છે. પોતાની જ બહેનને ભગાડી જવામાં તેઓ અર્જુનની મદદ કરે છે. તેમનું વાંસળી વાદન પણ પ્રેમ કરવાની સંગીતમય દલીલ છે. વાંસળીને આપણે જીવનનું પ્રતીક માની શકીએ છીએ. તેમાં છિદ્ર છે પણ છિદ્ર હોવાને કારણે જ માધુર્યને જન્મ આપી શકે છે.

શ્રીકૃષ્ણે વાંસળી વાદનની સાથે જરૂર પડ્યે સુદર્શન ચક્રનો પણ ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સુદર્શન ચક્ર પોતાનું કામ કરીને શ્રીકૃષ્ણ પાસે પરત ફરે છે કારણ કે અન્યાય અને અસમાનતા ફેલાવતી શક્તિઓનો વારંવાર ઉદય થઇ શકે છે.

દોષ રહિત હોવું ખૂબજ કંટાળાજનક હોઇ શકે છે. શ્રીકૃષ્ણે જીવનમાં આનંદ અને પ્રેમની પરમ જરૂરિયાતને રેખાંકિત કરવા માટે રાસનો આવિષ્કાર કર્યો હતો અને અગણિત ગોપીઓ રાસ કરી રહી છે અને દરેકને આભાસ થાય છે કે જાણે શ્રીકૃષ્ણ તેની સાથે જ રાસ રમી રહ્યા છે. આ અર્થમાં શ્રીકૃષ્ણે માર્ક્સ અને એન્જિલ્સનું પહેલું આકલ્પન કરી લીધુ કે સમાનતા એકદમ જરૂરી છે. બધાને તક મળવી જોઇએ. શ્રીકૃષ્ણે જીવનમાં વ્યવહારિકતાના મહત્વને પ્રતિપાદિત કર્યુ. તેમને રણછોડના નામે પણ બોલાવાય છે. શત્રુની અપાર શક્તિનો અંદાજ કાઢીને પીછે હટ કરી જવી વ્યવહારિકતાનો પુરાવો છે. દ્રૌપદી પાસે અક્ષય પાત્ર હોવાનો અર્થ આ હતો કે ક્યારેય કોઇ ભૂખ્યુ નહીં રહે. ડાબેરીઓ ધર્મને નકારે છે પણ શ્રીકૃષ્ણને પહેલા ડાબેરી માની લેવા જોઇએ અને તેમના ચરિત્રમાં ડાબેરી તત્વોનો વ્યાપક પ્રચાર થતાં જ ધર્મના આધારે વોટનું રાજકારણ રમનારા લોકોના પગ તળેથી જમીન સરકી જશે. તેમણે અન્યાય કરનારા રાજાઓ પાસેથી તેમનું સિંહાસન છિનવીને સમાનતા અને ન્યાયને સ્થાપિત કરી શકતા લોકોને સિંહાસન પર બેસાડ્યા છે.


શ્રીકૃષ્ણે વાંસળી વાદનની સાથે જરૂર પડ્યે સુદર્શન ચક્રનો પણ ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સુદર્શન ચક્ર પોતાનું કામ કરીને શ્રીકૃષ્ણ પાસે પરત ફરે છે કારણ કે અન્યાય અને અસમાનતા ફેલાવતી શક્તિઓનો વારંવાર ઉદય થઇ શકે છે. પ્રજાસત્તાક વ્યવસ્થામાં સામાન્ય માનવીનો મત જ તેનું સુદર્શન ચક્ર છે, જેનો ઉપયોગ તે વારં-વાર કરી શકે છે. એમ મનાય છે કે શ્રીકૃષ્ણે બનાવેલી દ્વારકા પાણીમાં ગરકાવ થઇ ગઇ છે. એક કલ્પના આ કરવામાં આવી શકે છે કે અમેરિકામાં એક કૃષ્ણ ભક્ત યુવતીને એક અમેરિકન સાથે પ્રેમ થઇ જાય છે, જેને ટેક્નોલોજીની ઊંડી જાણકારી છે. તે અમેરિકન યુવાન પોતાની પ્રેમિકાનું દિલ જીતવા માટે વિજ્ઞાનના સાધનોથી સજ્જ થઇને સમુદ્રમાં પ્રેમિકા સાથે સમુદ્રમાં ડૂબકી લગાવે છે અને ડૂબી ગયેલી દ્વારકા નગરીનેશોધી કાઢે છે. તેઓ ડૂબી ગયેલી દ્વારકાને પૃથ્વી પર પરત લાવવામાં સમર્થ છે પણ તેઓ તેમ નથી કરતા, કારણ કે તેઓ જાણે છે કે આમ કરવાથી સરકાર તેની પર કબજો કરી લેશે અને ત્યાં પોતાનું સચિવાલય સ્થાપિત કરી દેશે જે ખોટા આંકડા પ્રચારિત કરવાનું કામ કરે છે. એક રાજ્ય વિકાસના બે પાનાની જાહેરાત આપે છે અને તે અખબારમાં જ આ સમાચાર પ્રકાશિત થાય છે કે કુપોષણથી સૌથી વધારે મોત તે રાજ્યમાં જ થાય છે. યુવાન પ્રેમી પોતાની સાથે દ્વારકાનું એક સ્મૃતિ ચિન્હ ઇચ્છે છે પણ જીએસટીના ભયે તને ત્યાંજ મુકી આવે છે.

[email protected]

X
article by jpchoukse

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી