પાઘડી, પરચમ અને દાઢી ઓળખપત્ર છે?

article by jpchouks

જયપ્રકાશ ચોક્સે

Sep 17, 2018, 01:34 PM IST

સુપ્રીમ કોર્ટે કલાકાર જુહી મેહતા (ચાવલા)ની અરજી પર સુનાવણી કરવાનું સ્વીકારી લીધુ છે. મુદ્દો આ ઉઠાવાયો છે કે મોબાઇલ ટાવરથી વિકિરણ પેદા થાય છે, જે જનતાના આરોગ્ય માટે ખતરનાક છે. તેની સાથે આ સમાચાર પણ આવ્યા હતા કે ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા વધી રહી છે.


ડાયાબિટિસના રોગમાં પણ આપણો દેશ અગ્રણી છે. બીમારીઓના ક્ષેત્રે આપણે શીખર પર પહોંચી ગયા છીએ. આ મેક ઇન ઇન્ડિયાની સફળતા સાબિત કરે છે. જુહી ચાવલાની અરજીમાં પણ આમ જ કહેવાયુ છે કે માનવીની સાથે જ પશુ-પક્ષીઓ અને વૃક્ષો પર પણ ઊંડી અસર પડી રહી છે. તેમણે મોબાઇલ ટાવરો માટે નિયમાવલી તૈયાર કરવાની દાદ માગી છે.


દેશપ્રેમના સૂત્રોચ્ચાર એટલા માટે કરાઇ રહ્યા છે, જેથી નિષ્ફળતાઓને સંતાડી શકાય, તમે પોતાનો દેશ પ્રેમ સાબિત કરો અને જનતાના આરોગ્ય માટે ગંભીર મુદ્દાઓ પર વાત ન કરો. વિચારહીનતાની વ્યાપક માયાજાળ રચવામાં આવી રહી છે. મેડિકલ આરોગ્ય વીમાનો રેકોર્ડ દર્શાવે છે કે મોટા ભાગના દાવાઓ અસ્વીકૃત કરવામાં આવે છે.

ઓળખપત્રમાં લાગેલા ફોટોગ્રાફથી થોડો અલગ ચહેરો સમયની સાથે થઇ શકે છે ત્યારે શું ઓળખ વિહોણા આ માનવીને, માનવી હોવાના અધિકારથી વંચિત કરી દેવામાં આવશે.

બિનસરકારી કંપનીઓમાં દાવાને નકારવાનું શિખવવામાં આવે છે. સરકારી સંસ્થાઓનો રેકોર્ડ પણ ખરાબ છે. હું સ્વયં પણ કેન્સરનો દર્દી છું અને 30 કલાક સુધી હોસ્પિટલમાં રહેવા છતાં ક્લેમ નકારી દેવાયો હતો. વડાપ્રધાનને પત્ર પણ લખ્યો અને જવાબ આવ્યો કે કંપનીનો સંપર્ક કરો. હવે તો આમ કહવાઇ રહ્યું છે કે મેડિકલ વીમો ન લેવાય તે જ સારૂ છે. તે રકમનું રોકાણ કરવાથી પ્રાપ્ત થતા ફાયદાથી તમારે સારવાર કરાવવી જોઇએ. વાત એટલે સુધી પહોંચી ગઇ છે કે બીમાર પડવાને ગુનો માનવામાં આવે. આપણા ભારત દેશમાં 20 કરોડ લોકો રોજ ભૂખ્યા સૂઈ રહે છે, તેવામાં મેડિક્લેમ મુદ્દો જ નથી રહેતો. વર્તમાન મેડિક્લેમ નિયમોમાં ક્લેમ આધારહીન રીતે નકારવામાં આવે તો તેની સામે કોઇ સજા નથી. અધિકારીઓની વિચારશૈલી એવી છે કે મેડિક્લેમ નકારવાનો જ છે. તે માટે અધિકારીનો પોતાની પત્ની સાથે ઝગડો થવો જરૂરી છે.


અમેરિકામાં 80 ટકા મેડિક્લેમ સ્વીકૃત થાય છે. ત્યાં ક્લેમની સરેરાશ નક્કી લઘુત્તમ રકમ કરતા ઓછી હોવા પર પ્રીમિયમની કેટલીક રકમ પરત કરવાનો પણ નિયમ છે. મેડિક્લેમની વ્યવસ્થા ત્યાં ખરેખર લોકોને સારવારના બોઝિલ ખર્ચથી બચાવવા માટેના સફળ ઉપાય સમાન છે. અહીં તો કંપનીઓએ ક્યારેય તેનો હેતુ સરવા જ નથી દીધો. આપણે ત્યાં ક્યારેક-ક્યારેક દુ:ખિયારા ગ્રાહક કન્ઝ્યુમર ફોરમમાં જીતીને ક્લેમ મેળવે છે. પણ ત્યારે પણ ક્લેમ નકારનારી કંપનીને સજા નથી થતી. કંપનીઓની બેદરકારી અથવા કાયદાના ઉલ્લંઘન માટે તેમને જ્યાં સુધી સજાની જોગવાઈ નથી કરવામાં આવતી, ત્યાં સુધી આ વ્યવસ્થા યોગ્ય રીતે લાગુ નહીં થઈ શકે. ટોચના અધિકારીઓને ના કહેવી એટલી હદ સુધી શિખવવામાં આવે છે કે તેઓ પોતાના નિકાહમાં કબૂલ હૈ કહેવામાં પણ સંકોચ કરે છે.


ડગલેને પગલે ઓળખ સાબિત કરવાના આ સમયમાં શું પાઘડી કોઇનો ઝંડો છે કે પછી દાઢી ઓળખ છે અથવા ચામડીનો રંજ તમારું અસ્તિત્વ નક્કી કરે છે. ઓળખને એટલું મહત્વ આપવામાં આવે છે કે ચહેરો જ બધું છે. બુદ્ધિ કંઇ નહીં. નૂતનના પતિ બહેલે સૂરત ઔર સીરત નામક ફિલ્મ બનાવી હતી અને તેમાં આ વાતને વાર્તા બનાવી હતી કે માનવીની વિચાર પ્રક્રિયાને તેની અસલી ઓળખ માનવી જોઇએ. આગળીઓની છાપના સ્થાને માવીના ચહેરાને તેની ઓળખનો આધાર બનાવાશે. ઉલ્લેખનીય છે કે વયની સાથે ચહેરામાં પરિવર્તન થવા લાગે છે.


ઓળખપત્રમાં લાગેલા ફોટોગ્રાફથી થોડો અલગ ચહેરો સમયની સાથે થઇ શકે છે ત્યારે શું ઓળખ વિહોણા આ માનવીને, માનવી હોવાના અધિકારથી વંચિત કરી દેવામાં આવશે. સત્તાધીશ લોકો વારં-વાર આપણી જૂની ગૌરવશાળી સંસ્કૃતિના સૂત્રોચ્ચાર કરીને આ ભૂલી રહ્યા છે કે આ સંસ્કૃતિએ જ સમગ્ર વિશ્વને એક કુટુંબ માન્યુ છે. ઓળખની આ જાળ એક ધર્મ વિશેષને માનનારા લોકોને બીજા દરજ્જાના નાગરિક બનાવવાનું કાવતરું છે.

[email protected]

X
article by jpchouks

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી