દારૂગોળાના ગોડાઉન પર માચીસ પહરેદાર

article by jaiprakash

જયપ્રકાશ ચૌકસે

Sep 01, 2018, 03:31 PM IST

1 સપ્ટેમ્બર 1939 એ બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ, હવે નક્કી છે કે ચોથું વિશ્વયુદ્ધ નઈ થાય. કેમકે જો ત્રીજુ વિશ્વયુદ્ધ થશે તો બધુ નષ્ટ થઈ જશે. અનેક દેશો અણુ શસ્ત્રોથી સુસજ્જિત છે અને આ ભયના કારણે જ શાંતિ છે. આ શાંતિ અંદરોઅંદરની સમજદારી અને સદભાવનાથી ઉત્પન નથી થઈ. એટેલે ‘ઓમ શાંતિ ઓમ’ આપણે જપી નહીં શકીએ. સાહિર લુધિયાનવીની પંક્તિઓ યાદ આવે છે,‘ગુજશ્તા જંગ મેં તો ઘરબાર હી જલે, અજબ નહીં ઈસ બાર જલ જાએ તન્હાઈયાં ભી, ગુજશ્તા જંગ મેં તો પૈકર (શરીર) હી જલે, અજબ નહીં ઈસ બાર જલ જાએ પરછાઈયાં ભી.’


બીજા વિશ્વયુદ્ધનો પ્રભાવ ભારત ઉપર પણ પડ્યો હતો પરંતુ અહીંની ધરતી પર યુદ્ધ થયું ન હતું. આ તથ્યથી બહુ અંતર પડે છે. યુદ્ધના હવન કુંડમાં વિજેતા અને પરાજિત બંનેના
હાથ બળી જાય છે.


યૂરોપ અને અમેરિકામાં બીજા વિશ્વયુદ્ધ પર આધારિત એટલી ફિલ્મ બની છે કે જો યુદ્ધના અન્ય દસ્તાવેજ નષ્ટ પણ થઈ જાય તો ફિલ્મોના આધાર પર તેના દરેક દિવસનો હિસાબ મળી શકે છે. આ રીતે બીજા વિશ્વયુદ્ધની ડાયરી સેલ્યૂલાઈડ પર લખેલી છે અને તે અતૂટ છે, કેમકે તે સમયે ડિજિટલ માધ્યમ નહોતો. આજે કેટલાક અમેરિકન ફિલ્મકાર મહેસૂસ કરે છે કે સેલ્યૂલાઈડ લાંબા સમય સુધી કાયમ રહે છે.


રુસમાં બનેલી ‘બૈલાડ ઓફ અ સોલ્જર’ અને ‘ક્રેન્સ આર ફ્લાઈંગ’ તથા અમેરિકાની ‘ધ લોન્ગેસ્ટ ડે’ દસ્તાવેજી ફિલ્મો છે. અલ્બર્ટો મોરાવિયાની નવલકથા ‘ટ્રુ વુમન’ પર સોફિયા લોરેન અભિનિત ફિલ્મ મહાન મનાય છે. હિટલરની સેનાએ યહૂદિયોં પર બહુ જુલમ કર્યા, આ વિષય અંગે રાકેશ મિત્તલે પોતાની બુક ‘વિશ્વ સિનેમા કી સૌ શ્રેષ્ઠ ફિલ્મેં’માં લખ્યું છે ‘ફિલ્મની શરૂઆતમાં મીણબત્તીઓની ઝોળ રંગીન દેખાય છે તે ઓલવાય છે અને કાળા ધૂમાળાની આંગળી પકડીને શ્વેત-શ્યામ સ્ટોરીની શરૂઆત થઈ જાય છે.


ઉલ્લેખનિય છે કે રંગીન ફિલ્મોના સમયે આ શ્વેત-શ્યામ ફિલ્મ બનાવાઈ, કેમકે માનવીય દર્દ અને કરુણા શ્વેત-શ્યામમાં વધારે પ્રભાવ ઉત્પન્ન કરે છે. જેમાં એક બાજુ અનંત યાતનાઓ, અપરિમિત દુ:ખ અને અનેક છલ છે. તો બીજી બાજુ તેને સહન કરવાની અને લડતા રહેવાની અસામાન્ય જીદ, અસિમિત ઈચ્છા શક્તિ અને અદમ્ય જિજીવિષા પણ છે.’
આ કથામાં ઓસ્કર શિંડલર નામક ઉદ્યોગપતિ 1200 યહૂદિયોંને નાઝી સેનાથી મુક્ત કરાવે છે.
બીજા વિશ્વયુદ્ધ સમયે હિટલરે યહૂદિયોંને તકલીફો આપવા માટે કેમ્પ લગાવ્યા હતા. એક સ્ટોરી એ પ્રકારે છે આવા કેમ્પમાં એક ઓફિસરની એક આંખ પત્થરની છે. તે એક વૃદ્ધ અધમરા યહૂદીને બોલાવીને કહે છે કે તે કહીં દે કે તેની કઈ આંખ પત્થરની છે તો તેને છોડી દેવાશે.


વૃદ્ધ કેદી એક જ ક્ષણમાં સાચો જવાબ આપી દે છે કે તેની જમણી આંખ પત્થરની છે. ઓફિસર પૂછે છે કે તેને કઈ રીતે ખબર પડી તો વૃદ્ધ વ્યક્તિ કહે તેની ડાબી આંખમાં થોડી કરૂણા છે. આ નાનું દ્રશ્ય તે સમયની બર્બરતાનું પૂર્ણ વર્ણન કરી દે છે. માર્ગરેટ બર્ક વ્હાઈટ નામની મહિલાએ ગાંધીજીના જીવન અને દાંડી યાત્રાના ફોટોગ્રાફ્સ લીધા છે. સર રિચર્ડ એટનબરોની ફિલ્મ ‘ગાંધી’ પણ એક વિશ્વસનિય દસ્તાવેજની રીતે બનાવાઈ છે. ગોવિંદ નિહલાનીની ‘તમસ’ અને બીજી ફિલ્મનું નામ છે ‘મૈંને ગાંધી કો નહીં મારા’.


અનુપમ ખૈર અને ઉર્મિલા માતોંડકર અભિનિત આ ફિલ્મ જોવી પણ એક અભિનવ અનુભવ છે. 1857ના સ્વતંત્રતા સંગ્રામથી પ્રેરિત ‘મંગલ પાંડે’ કેતન મહેતાની ફિલ્મ છે. સોહરાબ મોદીની ‘ઝાંસી કી રાની’ આમિર ખાન અને આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘લગાન’ એક કાલ્પનિક સ્ટોરીથી પ્રેરિત ફિલ્મ છે. પરંતુ સામાન્ય માણસના સાહસ અને સંઘર્ષની ગાથા છે.


રાજ કુમાર હિનાણીનની ‘લગે રહો મુન્નાભાઈ’ ક્લાસિક દરજ્જો ધરાવે છે. મુન્નાભાઈ શ્રેણીની કડી ‘મુન્નાભાઈ ચલે અમેરિકા’ની પણ જાહેરાત થઈ હતી. હિરાણી પોતાની સ્ટોરીમાં મહેનત કરે છે પરંતુ તેમની જાહેરાત પછી કરણ જૌહરે એવા જ વિષય પર ‘માય નેમ ઈઝ ખાન’ અધકચરા ઢંગથી બનાવી દીધી. આ પ્રકારની સ્ટોરીની ભ્રૂણ હત્યા થતી રહે છે. 1 સપ્ટેમ્બર 1939એ ગ્રહ નક્ષત્રોની દશા શું હતી અને તેવો દુર્યૌગ ક્યારે ઘટીત થશે. જે આ વિદ્યાના જાણકારોને કસરત કરાવી શકે છે.

[email protected]

X
article by jaiprakash

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી