Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-40

મુઘલાઈ યુદ્ધો - હુમાયુ અને બહાદુશાહ વચ્ચેનાં યુદ્ધો ૧૫૩૫-૩૫ (ચાલુ)

  • પ્રકાશન તારીખ22 Aug 2018
  •  

માંડુથી નાસેલા બહાદુર શાહનો મુઘલ સૈનિકો સતત પીછો કરી રહ્યા હતા. માળવાનો વિસ્તાર તેના માટે હવે સલામત રહ્યો ન હતો. તેથી તેણે દોહદ (દાહોદ)ના રસ્તે ગુજરાતમાં પ્રવેશ કર્યો. તે સમયે મહમૂદ બેગડાએ વિકસાવેલું ચાંપાનેર સોળે કળાએ ખીલેલું નગર હતું. આ નગર અને

ચાંપાનેરના કિલ્લાની અંદર રહેલા બહાદુર શાહને ખાદ્યસામગ્રી નિયમિત ન મળતાં આફતનો અણસાર આવી ગયો. હુમાયુ કિલ્લામાં આવે તે પહેલાં યુદ્ધના ધોરણે તેણે પોતાની બેગમો અને ચાંપાનેરના ખજાનાને દમણ મોકલી દીધાં.

તેનાં રળિયામણાં વન તેનું આશ્રયસ્થાન બન્યાં. આરામપ્રિય અને મોજીલો હુમાયુ આરામ હરામ ગણી માંડુથી ૧૦ હજાર સૈનિકો સાથે માત્ર ત્રણ દિવસમાં ચાંપાનેર પહોંચી ગયો અને ગુજરાતના સૌથી સમૃદ્ધ નગરને ઘેરો ઘાલ્યો. આ ઘેરો ઘણો લાંબો સમય ચાલ્યો. કિલ્લામાં પ્રવેશવાની હુમાયુની એકે કારી ફાવતી ન હતી. આખરે એક દિવસ સંધ્યાના સમયે હુમાયુએ કિલ્લાની અંદર અને બહાર કશીક હિલચાલ થતી જોઈ. તેણે બહારથી કેટલાક લોકોને કિલ્લાની અંદર જતા જોયા. તે બધા સ્થાનિક ભીલો હતા અને કિલ્લામાં રહેલા બહાદુર શાહને ઘી, શાકભાજી તથા અન્યજરૂરી ચીજ-વસ્તુઓ પહોંચાડતા હતા. તેને કારણે જ બહાદુરશાહ અને તેનું સૈન્ય હુમાયુ અને મુઘલો સામે ટકી રહ્યા હતા. હવે ભીલોને જોઈ ચૂકેલા હુમાયુએ તેઓને ધમકાવ્યા, કેટલાકને મારી નાખ્યા, એટલે ભીલોએ કિલ્લામાં જવાનો ગુપ્ત રસ્તો બતાવી દીધો અને હુમાયુની ચાંપાનેરની જીત પાક્કી થઈ ગઈ.

બીજી તરફ કિલ્લાની અંદર રહેલા બહાદુર શાહને ખાદ્યસામગ્રી નિયમિત ન મળતાં આફતનો અણસાર આવી ગયો. હુમાયુ કિલ્લામાં આવે તે પહેલાં યુદ્ધના ધોરણે તેણે પોતાની બેગમો અને ચાંપાનેરના ખજાનાને દમણ મોકલી દીધાં. દમણ પર તે સમયે પોર્ટુગીઝ શાસન હતું અને બહાદુર શાહના પોર્ટુગીઝો સાથે સુમેળભર્યા સંબંધો હતા. તેનો લાભ લીધો. પોતાના પરિવાર અને થોડી ઘણી સંપત્તિને સુરક્ષિત કરી દીધી. બીજી તરફ બહાદુરશાહે "હું તો મરું પણ તને પણ વિધવા બનાવું"ની કહેવત સાર્થક કરતો હોય તેમ ચાંપાનેરથી ભાગતા પહેલાં ભવ્ય ચાંપાનેરને આગ લગાડી દીધી, જેથી હુમાયુ પણ નગરને લૂંટી ન શકે! સૈન્યના હાથીઓની સૂંઢ કાપી નાખી જેથી દુશ્મનો તેમનો ઉપયોગ ન કરી શકે! આટલી તજવીજ કરી બહાદુ શાહ પહેલાં ખંભાત અને પછી દીવ ભાગી ગયો. તરત જ હુમાયુ ગુપ્ત માર્ગે ચાંપાનેરના કિલ્લામાં પેઠો. તેમાં બહાદુર શાહના એક વખતના સેનાપતિ રુબી ખાનની ગદ્દારીએ પણ મોટો ભાગ ભજવ્યો હતો. નગરને લગભગ રૂંધી નાંખ્યું. બહારથી ઘાસચારો અને ખોરાકનો પુરવઠો બંધ કરાવી દીધો, પરિણામે ઘાસની એટલી તો અછત સર્જાઈ કે ઘોડા એકબીજાની પૂંછડીના વાળ ખાવા લાગ્યા અને માણસો ઘોડાનું માંસ. તે પછી હુમાયુએ નગરને લૂંટવામાં કોઈ જ કસર ન છોડી. આટલું પૂરતું ન હોય તેમ હુમાયુએ પણ ચાંપાનેરને આગ લગાડી લગભગ ખાખ કરીદીધું. ચાંપાનેરમાં મુઘલ સત્તા સથાપી. અહીં સેનાપતિ હિંદુબેગને ચાંપાનેરનોવહીવટ સોંપ્યો. એ વખતે સમય હતો ઓગસ્ટ મહિનો અને વર્ષ ૧૫૩૫નું. ચાંપાનેર વિજયની યાદમાં હુમાયુએ પોતાના નામના ચાંદી અને તાંબાના સિક્કા પડાવ્યા હતા.

ચાંપાનેર વિજય હુમાયુનો એક મુકામ હતો. બહાદુર શાહને ઝબ્બે કરવો પણ એટલો જ જરૂરી હતો. બહાદુર શાહની શોધમાં તે ચાંપાનેરથી સીધો ખંભાત આવ્યો. તે પહેલાં તો બહાદુર શાહ દરિયાઈ માર્ગે દીવ જવા નીકળી ચૂક્યો હતો. એટલે બહાદુર શાહને જીવતો પકડવાની તેની મુરાદ પૂરી ન થઈ. ખંભાતમાં હુમાયુએ જીવનમાં પહેલી વાર દરિયો જોયો. સાથે સ્થાનિક કોળી અને ભીલોનો મુકાબલો પણ કરવો પડ્યો. ખંભાતની નાની લડાઈમાં હુમાયુએ તેના સસરા અને સેનાપતિ જામ ફિરોઝ સહિત ઘણા સૈનિકો ગુમાવવા પડ્યા હતા. આ બધાની દાઝ તેણે ગુજરાતના એ સમયના સૌથી સમૃદ્ધ બંદરીય નગરને લૂંટીને ઉતારી. ચાંપાનેર અને ખંભાતથી હુમાયુને ખૂબ મોટો દલ્લો હાથ લાગ્યો હતો. તેમાંથી ઘણી સંપત્તિ મોજશોખમાં ઉડાવી, તો ૧૦ વહાણો ભરી લોઢાની ૩૦૦ પેટીઓમાં ઝવેરાત ભરી મોટો ખજાનો મક્કા મોકલી દીધો. આમ ગુજરાત વિજય પછી હુમાયુએ ધાર્મિક સખાવત કર્યાનો સંતોષ પણ માન્યો હશે!

ચાંપાનેર અને ખંભાતથી હુમાયુને ખૂબ મોટો દલ્લો હાથ લાગ્યો હતો. તેમાંથી ઘણી સંપત્તિ મોજશોખમાં ઉડાવી, તો ૧૦ વહાણો ભરી લોઢાની ૩૦૦ પેટીઓમાં ઝવેરાત ભરી મોટો ખજાનો મક્કા મોકલી દીધો.


હુમાયુ માટે માળવા અને ગુજરાત એક રીતે પાક્કા ફળની જેમ તેના ખોળામાં આવીને પડ્યાં હતાં, પણ આવા અત્યંત સમૃદ્ધ પ્રદેશોમાં સ્થાયી વ્યવસ્થા સ્થાપવાને બદલે પોતાની આદત મુજબ મોજશોખમાં પડી ગયો. લગભગ એક વર્ષ સુધી ગુજરાતમાં હુમાયુ એટલા જલસા અને ભોગવિલાસમાં સરી પડ્યો કેગુજરાતમાં કોઈ જ વ્યવસ્થા ન કરી શક્યો. તે પછી પણ પાટણ, ભરૂચ, ખંભાત, વડોદરા, ચાંપાનેર અને મહેમદાવાદમાં સુબાઓની નિયુક્તિ કરી, પરંતુ આ વ્યવસ્થા એટલી તો નબળી હતી કે હુમાયુ જેવો દિલ્હી પહોંચ્યો કે પરાજિત બહાદુર શાહ ફરી ચડી આવ્યો અને ગુજરાત મુઘલ શાસનનો ભાગ બને તે પહેલાં ૨૪ મે ૧૫૩૬ના રોજ મુઘલ સુબાઓને ખદેડી મૂક્યા અને ગુજરાત પુન: જીતી લીધું.


આ વાતનો સાર એટલો કે આશરે બે વર્ષ સુધી હુમાયુ-બહાદુરશાહ વચ્ચે થયેલી અફડાતફડી કશું જ નક્કર પરિણામ લાવી શકી ન હતી. બહાદુર શાહ પણ તે પછી ગુજરાતના સુલતાન તરીકે બહુ લાંબું ટકી ન શક્યો. દીવની મુસાફરી દરમિયાન પોર્ટુગીઝ સૈનિકોએ બહાદુર શાહને દરિયામાં ડુબાડી મારી નાખ્યો હોવાનું કહેવાય છે.

હવે હુમાયુના જીવનનું એક બહુ જ મહત્ત્વનું યુદ્ધ નામે ચૌસાનું યુદ્ધ થવાનું હતું. તેની વાત આવતી કાલે.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP