Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-44

મુઘલાઈ યુદ્ધોઃ અકબરનાં યુદ્ધો

  • પ્રકાશન તારીખ26 Aug 2018
  •  

ગઈકાલે આપણે હુમાયુના અંતિમ દિવસો અને અકબરની મુઘલ બાદશાહ તરીકે તાજપોશીની કહાની જોઈ હતી. તેના મૃત્યુ પછી અકબરને શાસક તરીકે આરૂઢ કર્યો ત્યાં સુધી હુમાયુના અવસાનની વાત છુપાવી રાખવામાં આવી હતી. હુમાયુ જીવે છે તેવો આભાસ પણ ઊભો કરવામાં આવ્યો હતો. મુલ્લા બેક્મીની, જેની સિકલ હુમાયુને મળતી આવતી હતી તેને રાજવી પોશાક પહેરાવી જાહેર જનતા સામે બાદશાહ તરીકે રજુ કરવામાં આવતો આવું ૧૭ દિવસ સુધી ચાલ્યું. આખરે અકબર આવી પહોંચ્યો, પણ તે પહેલાં કાલાનુંરમાં ઇંટોના ચબુતરા પર અકબરનો રાજ્યાભિષેક ૧૪ ફેબ્રુઆરી ૧૫૫૬ના રોજ સાદાઈથી થયો. જે જગ્યાએ અકબરનો રાજ્યાભિષેક થયો હતો તે સ્થાન આજે પણ વિદ્યમાન છે.

જેના વિષે લેખકો લખતા ધરાતા નથી અને નિર્માતાઓ ફિલ્મો અને શ્રેણીઓ બનાવતા સંતોષ પામતા નથી. તે મહાન મુઘલ અકબર ત્રીજા મુઘલ બાદશાહ તરીકે આગ્રાના તખ્ત પર આરૂઢ થયો. તેને સળંગ ૫૦ વર્ષ અર્થાત અડધા સૈકા સુધી હિન્દુસ્તાન પર રાજ્ય કર્યું.

જેના વિષે લેખકો લખતા ધરાતા નથી અને નિર્માતાઓ ફિલ્મો અને શ્રેણીઓ બનાવતા સંતોષ પામતા નથી. તે મહાન મુઘલ અકબર ત્રીજા મુઘલ બાદશાહ તરીકે આગ્રાના તખ્ત પર આરૂઢ થયો. તેને સળંગ ૫૦ વર્ષ અર્થાત અડધા સૈકા સુધી હિન્દુસ્તાન પર રાજ્ય કર્યું. તે સત્તાસ્થાને આવ્યો ત્યારે પોતાના પ્રદેશનાં પણ ઠેકાણાં ન હતાં. તેવા અકબરે પોતાના બાહુબળ, નિર્ણય શક્તિઅને મુત્સદ્દીગીરીથી અફઘાનિસ્તાનથી લઈ બંગાળ સુધી અને કાશ્મીરથી શરૂ કરી બીજાપુર સુધી વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું અને એવી તો ઈમેજ ઊભી કરી કે સમકાલીન રજવાડાંઓમાં મુઘલિયા સલ્તનતની છત્રછાયામાં ઊભા રહેવાની રીતસર હોડમચી હતી. વિશ્વના મહાન શાસકોની યાદીમાં ઈતિહાસકારોએ અકબરનું સ્થાન મુકર્રર કર્યું છે. તો કવિઓમાં જે સ્થાન શેક્સપિયરનું છે ઠીક તેવું જ સ્થાનશાસકોમાં અકબરનું છે તેવું પણ તેના વિષે કહેવાય છે. ઇતિહાસકાર વી. એ. સ્મિથે તેના પર "અકબર ધ ગ્રેટ", તો ભારતીય લેખક પી. એન. ઓકે "કૌન કહેતા હૈ અકબર મહાન હૈ" જેવું પુસ્તક લખ્યું છે. ફિલ્મકારો લેખકો જેનાં મૂલ્યાંકન અને પુનઃમૂલ્યાંકનમાં આજે પણ મસ્ત છે તેવા અકબરનાં યુદ્ધો પર જતા પહેલાં તેનું ચરિત્રચિત્રણ પણ થવું જોઈએ.

મહાન મુઘલ બાદશાહ અકબરના જીવનનો ઉમદા ચિતાર તઝુક – એ - જહાંગીરી નામની મધ્યકાલીન તવારીખ આપે છે. તેમાં નોંધાયું છે કે અકબર મધ્યમ કદનો છતાં ઊંચો ગણી શકાય તેવું કાળ ધરાવતો હતો. રંગે ઘઉંવર્ણો અને ચહેરો ગોરા કરતાં શ્યામ કહી શકાય તેવો વધુ હતો. સિંહ જેવો દેહ ધરાવતા અકબરની છાતી વિશાળ અને ભુજા લાંબી હતી. તેના નાકની ડાબી તરફ એક રતાશ પડતો તલ હતો, જે તેના ચહેરાને દીપાવતો હતો. સ્વભાવની રીતે આનંદી હતો. પારિવારિક સંબંધોમાં તે આજ્ઞાંકિત પુત્ર, સ્નેહાળ પિતા અને પરિવારપ્રેમી હતો. અબુલ ફઝલના અવસાન વખતે તે એટલું રડેલો કે બે દિવસ સુધી મોઢામાં અન્નનો દાણો પણ નાંખ્યો નહોતો. એ જ રીતે મુઘલ સલ્તનત સામે જીવનભર કાવતરાંઓ કરતા રહેલા બૈરામ ખાનને માફ કરી તેના પુત્ર અબ્દુલ રહીમ ખાનખાનાને પોતાના નવ રત્નોમાં સ્થાન આપ્યું હતું. છતાં રજવાડી દૂષણોથી તે મુક્ત ન હતો. તેના હરમમાં (રાણીવાસમાં) પાંચ હજાર કરતાં વધુ સ્ત્રીઓ હતી. અનેક બેગમો હતી. અકબર મદ્યપાનનો પણ આદિ હતો અને ફળો ખૂબ ખાતો.

સિંહ જેવો દેહ ધરાવતા અકબરની છાતી વિશાળ અને ભુજા લાંબી હતી. તેના નાકની ડાબી તરફ એક રતાશ પડતો તલ હતો, જે તેના ચહેરાને દીપાવતો હતો. સ્વભાવની રીતે આનંદી હતો. પારિવારિક સંબંધોમાં તે આજ્ઞાંકિત પુત્ર, સ્નેહાળ પિતા અને પરિવારપ્રેમી હતો.

અકબરને તેની અનેક બાબતો માટે યાદ કરવામાં આવે છે. તેમાંની એક તેની સહિષ્ણુ નીતિ છે. મુઘલોનાં તત્કાલીન ૧૫ મોટા પ્રાંતો કે સૂબાઓ હતા, તેમાં ૧૨ પ્રાંતીય મંત્રીઓમાં ૮ પર હિંદુઓ કાર્યરત હતા. તેણે રાજ્યની નોકરીઓમાં પણ ધર્મ અને સંપ્રદાયના બહુ મોટા વાડા રાખ્યા ન હતા. તેણે હિન્દુઓની સતીપ્રથા અને બાળલગ્નોની પ્રથા બદલવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ આ બાબતે તે જમાના કરતાં આગળ હતો અને તેથી હિન્દુસ્તાને આ બાબતો માટે ૧૯મી સદી અને રાજા રામમોહન રાય જેવા સુધારકોની રાહ જોવી પડી હતી. અકબરે પ્રત્યક્ષ શિક્ષણ બહુ ઝાઝું લીધું ન હતું, પણ બીજાઓ પાસેથી સાંભળેલું તે આબાદ રીતે તેના દિમાગમાં સંઘરી રાખતો અને તેવા વૈચારિક આદાનપ્રદાનની ભૂમિકા પર તેની ધાર્મિક નીતિનો પાયો રચાયો હતો. ઈબાદત ખાનું અને દિને ઇલાહી ધર્મની સ્થાપના દ્વારા તેણે રાજ્ય ધર્મનો ઉચ્ચતમ આદર્શ પ્રસ્તુત કર્યો હતો. દિને ઇલાહી પોતે સ્થાપ્યો હોવા છતાં કોઈના પર પણ બળજબરીથી લાદવામાં આવ્યો ન હતો.

અકબરનું એક સ્મરણ તેનાં નવ રત્નો માટે પણ થાય છે. રાજા ટોડરમલ, અબુલ ફઝલ, તાનસેન, ફૈઝી, રાજા માનસિંહ, મિર્ઝા અઝીઝ, અબ્દુલ રહીમ ખાનખાના, રાજા ભગવાનદાસ અને બીરબલ તેનાં નવ રત્નો હતાં. આવા બહુ આયામી વ્યક્તિત્વના ધણી અકબરે વિશાળ મુઘલ સામ્રાજ્ય ઊભું કરવા માટે નાનાં મોટાં સેંકડો યુદ્ધો કર્યાં હતાં. કાલથી પાણીપતના બીજા યુદ્ધ દ્વારા અકબરની ભારત વિજય યાત્રાઓનો ઈતિહાસ જોઈશું.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP