Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-43

મુઘલાઈ યુદ્ધોઃ અકબરનાં યુદ્ધો (૧૫૫૬-૧૬૦૫)

  • પ્રકાશન તારીખ25 Aug 2018
  •  

અફઘાન સરદાર શેરશાહ સાથે ભૂંડી રીતે પરાસ્ત થયેલો હુમાયુ આગ્રા તરફ ભાગ્યો, પણ ત્યાં પણ તેને સંઘરવા કોઈ તૈયાર નહોતું. કારણ કે અફઘાન સૈનિકોનું એક દળ સતત હુમાયુનો પીછો કરી રહ્યું હતું. તેનાથી બચી આગ્રા છોડી લાહોર ભાગી ગયો. પંજાબની ચોમાસામાં ઉફાન પર ચડેલી નદીઓને મહામુસીબતે પાર કરી તે લાહોર પહોંચ્યો. સગા ભાઈઓ પણ વારસાઈ મુદ્દે અને વિશેષ તો શેરશાહની દુશ્મની વહોરવી ન પડે તે માટે હુમાયુને મદદ કરતા કતરાતા હતા. દરમિયાન હુમાયુને અફઘાનોની વિજયયાત્રાની ખબરો પણ મળતી રહેતી હતી. હવે ડિસેમ્બર ૧૫૪૦માં હુમાયુ સિંધ તરફ નાસી ગયો. આ રઝળપાટમાં મુઘલ બાદશાહ હુમાયુ અને તેની સેનાએ ઘણી યાતનાઓ વેઠવી પડી. રાજપુતાનામાંરેગિસ્તાન પાર કરતી વખતે તો તેના સૈનિકોને ત્રણ દિવસ સુધી પાણીનું એક બુંદ પણ નસીબ થયું ન હતું. તે પછી એક કૂવા પર પાણી મળ્યું તો એક ઘોડાએ એટલું બધું પાણી પીધું કે તેનો જીવ નીકળી ગયો.

લાવણ્યની પ્રતિકૃતિ સમી ૧૪ વર્ષની હમીદા બાનુને જોતાં જ હુમાયુ તેના પ્રેમમાં પડી ગયો. તેણે તરત જ હમીદા સાથે નિકાહ કરવાની ઈચ્છા પ્રકટ કરી. જોકે હમીદા બાનુ આ સંબંધ માટે તૈયાર ન હતી. તેનું કારણ હુમાયુ અને હમીદા બાનું વચ્ચે રહેલો ઉંમર અને શારીરિક તફાવત હતો. હમીદાએ કહ્યું હતું કે મારા હાથ
મુશ્કેલીથી હુમાયુના ગળા સુધી પહોંચી શકે છે.

હુમાયુના આવા યાતનાપૂર્ણ સમયમાં ભારતના ઇતિહાસે કરવટ લેતી એક ઘટના ઘટી. સિંધમાં હુમાયુ હિન્દાલના કેમ્પમાં રોકાયો હતો, જ્યાં તેણે પોતાની ભાવિ બેગમ અને અકબરની માતા હમીદા બાનુને પહેલી નજરે જોઈ. હમીદાબાનું હિન્દાલના આધ્યાત્મિક ગુરુ ઈરાનના શિયા મીરબાબા દોસ્ત ઉર્ફે મીરઅલી અકબર જામીની પુત્રી હતી. લાવણ્યની પ્રતિકૃતિ સમી ૧૪ વર્ષની હમીદા બાનુને જોતાં જ હુમાયુ તેના પ્રેમમાં પડી ગયો. તેણે તરત જ હમીદા સાથે નિકાહ કરવાની ઈચ્છા પ્રકટ કરી. હિન્દાલ તેનાથી નારાજ થયો કારણકે હમીદા ગુરુપુત્રી હોવાથી તે નાતે તેની ધર્મની બહેન પણ થતી હતી. બીજી તરફ જેની સાથે હુમાયુ લગ્ન કરવાની માગણી કરી રહ્યો હતો તે હમીદા બાનુ પણ આ સંબંધ માટે તૈયાર ન હતી. તેનું કારણ હુમાયુ અને હમીદા બાનું વચ્ચે રહેલો ઉંમર અને શારીરિક તફાવત હતો. હમીદાએ કહ્યું હતું કે મારા હાથ
મુશ્કેલીથી હુમાયુના ગળા સુધી પહોંચી શકે છે. પરંતુ હુમાયુ હમીદા બાનુ પાછળ દીવાનો થયો હતો. તેણે પોતાના હરમની (અંત:પુર, રાણીવાસ)ની સ્ત્રીઓને હમીદા બાનુને મનાવવાનું કામ સોંપ્યું. જેઓએ બાળ હમીદાને સમજાવી-ફોસલાવી હુમાયુ સાથે લગ્ન કરવા રાજી કરી અને ૨૯ ઓગસ્ટ ૧૫૪૧ના રોજ હુમાયુ અનેહમીદા બાનુના નિકાહ સંપન્ન થયા. ત્યારે હમીદાબાનું ૧૪ વર્ષની અને આપણા દુલ્હેરાજા હુમાયુ સાડા તેત્રીસ વર્ષના હતા.

આફતો હુમાયુનો પીછો છોડતી ન હતી. શેરશાહથી બચવા હુમાયુ ૧૫૪૨માં અમરકોટ પહોંચ્યો આ સમયે તેની પાસે ૭ અશ્વારોહીઓ હતા, જ્યારે પહેરવા પૂરતાં કપડાં પણ ન હતાં. અહીં જ ભારતના મહાન શાસક અકબરનો ૧૫ ઓક્ટોબર ૧૫૪૨ના રોજ રવિવારના દિવસે જન્મ થયો. અકબરના જન્મ સમયે હુમાયુ પોતાની પ્રિય બેગમ પાસે મોજુદ ન હતો. તેને ૪૫ કિલોમીટર દૂર પુત્રજન્મની વધામણી મળી. હુમાયુએ ત્યાં જ ઝૂકી અલ્લાહને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ઉપસ્થિત લોકોનું અભિવાદન કર્યું. પરંતુ શહજાદાના જન્મ પછી દાન-ખેરાત કરવા માટે હુમાયુ પાસે કશું જ ન હતું. પુત્રજન્મની ખુશી વ્યક્ત કરવા પોતાની પાસે રહેલા ૨૦૦ સિક્કા અને લૂંટેલાં ઘરેણાં જે તે વ્યક્તિને પાછા આપવા સૈનિકોને હુકમ કર્યો, પણ એટલા માત્રથી શાહજાદાના જન્મની ઉજવણી ક્યાંથી પૂરી થાય? કસ્તુરી વહેંચી અલ્લાહને પ્રાર્થના કરી કે આ કસ્તુરીની જેમ જ મારા પુત્રની ખુશ્બુ આખા વિશ્વમાં ફેલાય. ઢોલ-નગારા વગાડી શાહજાદાના જન્મની વિધિવત્ ઘોષણા કરવામાં આવી. પરંતુ પુત્રનું મોં તો હુમાયુએ ૫૫ દિવસ પછી ૮ ડિસેમ્બર ૧૫૪૨ના રોજ જોયું.

અકબરના જન્મ સમયે હુમાયુ પોતાની પ્રિય બેગમ પાસે મોજુદ ન હતો. તેને ૪૫ કિલોમીટર દૂર પુત્રજન્મની વધામણી મળી. હુમાયુએ ત્યાં જ ઝૂકી અલ્લાહને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ઉપસ્થિત લોકોનું અભિવાદન કર્યું. પરંતુ શહજાદાના જન્મ પછી દાન-ખેરાત કરવા માટે હુમાયુ પાસે કશું જ ન હતું.

હમીદાબાનું સાથેનાં લગ્ન અને શાહજાદા અકબરના જન્મ પછી હુમાયુ પોતાનું ખોયેલું મુઘલ સામ્રાજ્ય ફરી પ્રાપ્ત કરવા, ઉત્તર ભારતના સ્થાનિક રાજપૂત રાજાઓની મદદ અને ખાસ તો મહાબલિ શેરશાહના ૧૫૪૫માં અવસાન પછી હુમાયુ ફરીથી ભાયડો થઇ ગયો. ૧૫ વર્ષના રાજકીય વનવાસ પછી ૨૩ જુલાઈ અને ૧૫૫૫ના વર્ષે દિલ્હી પહોંચ્યો. ફરીથી મુઘલ તખ્ત પ્રાપ્ત કર્યું પરંતુ હુમાયુની બીજી ઇનિંગ્સ બહુ લાંબી ન ચાલી. ૨૪ જાન્યુઆરી ૧૫૫૬ના રોજ સંધ્યા સમયે હુમાયુ દીન પનાહ કે શેર મંડળ નામની પોતાની લાયબ્રેરીમાં કેટલાક ખાસ સરદારો અને જ્યોતિષીઓ સાથે વિચાર વિમર્શ કરી રહ્યો હતો અને ત્યાં જ મસ્જીદમાંથી સાંજની નમાજ માટે મુલ્લાએ બાંગ પોકારી. નમાજ પઢવા હુમાયુ સીડીઓ ઊતરવા ગયો, હાથમાંની લાકડી સરી પડી અને તે ગબડી પડ્યો. તેની ખોપરીનું હાડકું તૂટી ગયું, બેહોશ થઇ પડ્યો. હોશમાં આવતાં જ પહેલું કામ અકબરને બોલાવી તેને ઉત્તરાધિકારી નિયુક્ત કરવાનું કર્યું. તે પછી ૨૭ જાન્યુઆરી ૧૫૫૬ના રોજ હુમાયુ મૃત્યુ પામ્યો. જીવનભર દરદર ઠોકરો ખાતા રહેલા હુમાયુનું મૃત્યુ પણ ઠોકર ખાવાથી જ થયું.

મૃત્યુ પછી પણ હુમાયુને કબર માટે સ્થાયી જગ્યા નસીબ ન થઈ. તેની દફનવિધિ ત્રણવાર થઇ હતી. પહેલાં દિલ્હીમાં, પછી સરહિન્દમાં અને છેલ્લે વળી પછી દિલ્હીમાં. જ્યાં આજે તેનો મકબરો છે ત્યાં. હિન્દુસ્તાનના ઇતિહાસમાં આ મુઘલનું સ્થાન શું? એનો જવાબ એટલો જ કે એ બાબરનો પુત્ર અને મહાન મુઘલ અકબરનો પિતા હતો. મુઘલ સામ્રાજ્યને સોળે કળાએ ખીલવનાર અકબરનાં યુદ્ધોની વાતો આવતી કાલથી શરૂ કરીશું.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP