Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-42

મુઘલાઈ યુદ્ધો - ચૌસાનું યુદ્ધ (1539)

  • પ્રકાશન તારીખ24 Aug 2018
  •  

આગળ આપણે જોયું કે હુમાયુના રાજકાજમાં આવેલા વાવાઝોડાનો લાભ લઇ ઉત્તર અને પૂર્વ ભારતના ઘણાં રાજ્યો સ્વતંત્ર થયાં કે મુઘલ સત્તા ને પડકારી રહ્યાં હતાં. તેમાં સૌથી શીર્ષ સ્થાન પર અફઘાન સરદાર શેરશાહ હતો. શેરશાહે હુમાયુની સ્વભાવગત નબળાઈઓનો ભરપુર ફાયદો ઉઠાવ્યો. આ એટલા માટે કે હુમાયુ ગૌડ પ્રદેશ જીતી ત્યાં છ મહિના સુધી રંગરેલિયાં મનાવતો રહ્યો હતો. તે ગાળામાં શેરશાહે જોનપુર અને બનારસ પર કબજો જમાવ્યો. કનૌજ સુધીના પ્રદેશોમાં લૂંટફાટ કરી ગૌડથી આગ્રા અને દિલ્હી સુધીનો હુમાયુનો માર્ગ કાપી નાખ્યો.

શેરશાહે હુમાયુની સ્વભાવગત નબળાઈઓનો ભરપુર ફાયદો ઉઠાવ્યો. આ
એટલા માટે કે હુમાયુ ગૌડ પ્રદેશ જીતી ત્યાં છ મહિના સુધી રંગરેલિયાં મનાવતો રહ્યો હતો. તે ગાળામાં શેરશાહે જોનપુર અને બનારસ પર કબજો જમાવ્યો. કનૌજ સુધીના પ્રદેશોમાં લૂંટફાટ કરી ગૌડથી આગ્રા અને દિલ્હી સુધીનો હુમાયુનો માર્ગ કાપી નાખ્યો.

એટલું જ નહીં, તેણે લટકામાં ખોરાક-પાણીનો પુરવઠો પણ કાપી નાખ્યો કે અટકાવી દીધો. એ જ સમયે હુમાયુનો ભાઈ હિન્દાલ તિરહુતમાંથી (ઉત્તર બિહાર) પોતાનો હોદ્દો છોડી આગ્રા આવ્યો. અહીં એણે હુમાયુના ગુરુ શેખ બહલુલની હત્યા કરાવી અને પોતાને સ્વતંત્ર ઘોષિત કર્યો. પોતાના નામનો ખુત્બો વંચાવ્યો અને દિલ્હી કબજે કરવા ઊપડ્યો. આટલું થયું ત્યારે મોજશોખ અને વિલાસમાં પડેલા હુમાયુની ઊંઘ ઊડી. એણે જીતેલા બંગાળને જાળવી રાખવા માટે જહાંગીર કુલીબેગની સરદારી હેઠળ પાંચ હજારનું સૈન્ય રાખી પોતે માર્ચ ૧૫૩૯મા બંગાળથી સીધો આગ્રા આવવા નીકળ્યો.


હુમાયુ બંગાળ છોડી પોતાના સગા ભાઈ હિન્દાલ સાથે લડવા આવ્યો હતો, પણ તે પહેલાં તો તેણે કદાવર અફઘાન સરદાર શેરશાહ સાથે ટકરાવું પડ્યું. શેરશાહ તેનો રસ્તો રોકી ઊભો હતો. શેરશાહ અને હુમાયુ વચ્ચે ૨૬ જુન ૧૫૩૯ના રોજ ગંગા નદીના કાંઠે બક્સર પાસે ચૌસામાં ભીષણ યુદ્ધ થયું. હુમાયુએ મુઘલ સેનાને બે ભાગમાં વહેંચી એકનું નેતૃત્વ અશ્કારીને અને બીજાભાગનું ખુદ નેતૃત્વ લીધું. ગંગાના દક્ષિણ તટને ક્રોસ કરી એ આગ્રા તરફ આગળ વધ્યો. તેણે લખનૌ અને કનૌજ જીતી લીધાં. હવે તેણે એક મિનિટ પણ બગડવાની જરૂર ન હતી.

હુમાયુએ ભાઈ કામરાન પાસે લશ્કરી મદદ માગી, પણ કામરાન તેની સાથે સહમત ન થયો. છતાં હિંમત હાર્યા વગર સૈન્યનો જુસ્સો વધાર્યો અને ૯૦ હજારનું લશ્કર ઊભું કર્યું. સામે શેરશાહ પણ ગંગાના સામે કાંઠે તેની રાહ જોતો સૈન્ય સાથે ઊભો હતો. બંને સૈન્યો પૂરા એક મહિના સુધી સામસામાં પડ્યાં રહ્યાં. યુદ્ધ બાબતે કોઈ પ્રગતિ ન થઈ. ૧૫ મે ૧૫૩૯ના રોજ ભયંકર વરસાદ પડ્યો અને મુઘલ કેમ્પમાં પાણી ભરાઈ ગયું. તેઓ પોતાનું ઠેકાણું બદલે તે પહેલાં મોકાની શોધમાં રહેલા શેરશાહે મુઘલ સેના પર હુમલો કરી દીધો. અણધાર્યા હુમલાથી મુઘલ ફોજને તોપ કે બંદૂકો વાપરવાનો અવકાશ પણ ન રહ્યો. શેરશાહે તેની સેનાને ૭ ભાગમાં વહેંચી હતી અને ખુદ શેરશાહ તેમનું સંચાલન કરી રહ્યો હતો. પરિણામે મુઘલ તોપોને રણમેદાન સુધી લાવવાનું પણ મુશ્કેલ બની ગયું હતું. આખરે અફઘાનોએ એવો તો જબરદસ્ત હુમલો કર્યો કે મુઘલોના છક્કા છૂટી ગયા. મુઘલ સૈનિકો લડવાને બદલે ભાગી છૂટવા મજબુર બન્યા. તેમને રોકવા ખુદ હુમાયુએ પ્રયત્નો કર્યા, પરંતુ મોત ભાળી ચૂકેલા સૈનિકો રોકાયા નહીં. કેટલાક આગ્રા તરફ ભાગ્યા તો સેંકડો સૈનિકો સમેત સેનાપતિ મુહમ્મદ ઝમાન મિર્ઝા પણ જીવ બચાવવા નદીમાં કૂદી પડ્યા. હાથી પર સવાર થઇ નદી પસાર કરવાની હુમાયુની કારી પણ ફાવી નહિ. ખુદ મુઘલ બાદશાહ હુમાયુએ પણ જાન બચાવવા ગંગા નદીમાં પડતું મૂક્યું. હુમાયુના આ જીવન-મરણના સંઘર્ષમાં નિઝામ નામના ભીસ્તીએ મશક પર સવાર કરાવી તેનો જીવ બચાવ્યો હતો. તેના બદલામાં હુમાયુએ આ ભીસ્તીને એક દિવસ માટે મુઘલ બાદશાહ બનાવ્યો હોવાનું પણ દંતકથાઓમાં કહેવાય છે.

૧૫ મે ૧૫૩૯ના રોજ ભયંકર વરસાદ પડ્યો અને મુઘલ કેમ્પમાં પાણી ભરાઈ ગયું. તેઓ પોતાનું ઠેકાણું બદલે તે પહેલાં મોકાની શોધમાં રહેલા શેરશાહે મુઘલ સેના પર હુમલો કરી દીધો. અણધાર્યા હુમલાથી મુઘલ ફોજને તોપ કે બંદૂકો વાપરવાનો અવકાશ પણ ન રહ્યો.

ચૌસાની લડાઈમાં ૮ હજારથી વધુ સૈનિકો માર્યા ગયા. હુમાયુની બે બેગમો અને એક દીકરી પણ ખપી ગયાં કે ડૂબીને મારી ગયાં હતાં. તેની પ્રિય બેગમ બેગા બેગમ અને બીજી ઘણી મુઘલ મહિલાઓ બંદી બનાવાઈ હતી. તે બધા અવરોધો વચ્ચે આખરે જીવ બચાવી રખડતો-રઝળતો હુમાયુ ગંગા નદી પાર કરી ૧૫૩૯ના જુલાઈ મહિનામાં આગ્રા પહોંચ્યો, પણ ત્યાં પણ ભાઈઓની કોઈ જ મદદ ન મળતાં એકલવીર બની ફરીથી શેરશાહ સામે લડવા ગયો. તેઓ વચ્ચે નિર્ણાયક યુદ્ધ ૧૭ મે ૧૫૪૦ના રોજ બીલગ્રામ ખાતે થયું અને તેમાં હુમાયુને કારમી શિકસ્ત મળી. પછી તો હુમાયુ ભાગતો રહ્યો અને સામ્રાજ્ય અને જાન બચાવવાના પ્રયાસોમાં ઠેઠ ઈરાન સુધી પહોંચી ગયો. તેનો આ રાજકીય સંન્યાસનો સમયગાળો લગભગ ૧૫ વર્ષનો રહ્યો. દેખીતી રીતે આ સમય હુમાયુ માટે ભલે સંઘર્ષનો રહ્યો હોય, પણ ભાવિ ભારત માટે તેમાં ઘણા સૂચિતાર્થો રહેલા હતા. તે શું હતા? તેની વાતો હવે પછી.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP