Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-37

મુઘલાઈ યુદ્ધો – ખાનવાનું યુદ્ધ અને ભારતમાં મુઘલ સામ્રાજ્યનો ઉદય

  • પ્રકાશન તારીખ19 Aug 2018
  •  

ગઈકાલે આપણે ખાનવાના યુદ્ધની કરુણતાની કહાની અને બાબરે કરેલા તેના વરવા વિજયી પ્રદર્શનની ચર્ચા કરી હતી. પાણીપતના યુદ્ધે ભારતમાં અફઘાન સત્તાને વેરવિખેર કરી નાખી હતી, તો ખાનવાના યુદ્ધે રાજપૂત સત્તાને કચડી નાખી. પછી તરત થયેલા ચંદેરી અને ઘાઘરાના યુદ્ધમાં બાબરે રહી સહી કસર પૂરી કરી હતી. ચંદેરીમાં સામનો કરી રહેલા મેદનીરાય નામના રાજપૂત રાજા અને તેના કિલ્લાઓને તોપના ગોળે ઉડાવી ચંદેરીના સૈન્યના લગભગ બધા જ સૈનિકોને મારી નાખ્યા. એટલું જ નહિ, રાજા મેદનીરાયની બે દીકરીઓને પકડી બાબરે પોતાના હુમાયુ અને કામરાન સાથે પરણાવી દીધી. ત્યાંથી આગળ વધી ચૂનારના કિલ્લા પર હુમલો કરી ઈબ્રાહિમ લોદીનો ગુપ્ત ખજાનો લૂંટી લીધો. ટૂંકમાં ખાનવાના યુદ્ધ અને રાણા સાંગા પરના વિજય પછી બાબરની શક્તિ અફાટ રીતે વધી હતી. ભારતમાં બાબર છેલ્લું યુદ્ધ ઘાઘરા ખાતે લડ્યો હતો, પણ તે સમયે ઉત્તર ભારતમાં તો મુઘલોની સ્થિતિ લગભગ બિનહરીફ જેવી હતી.

ખાનવાના યુદ્ધ અને રાણા સાંગા પરના વિજય પછી બાબરની શક્તિ અફાટ રીતે વધી હતી. ભારતમાં બાબર છેલ્લું યુદ્ધ ઘાઘરા ખાતે લડ્યો હતો, પણ તે સમયે ઉત્તર ભારતમાં તો મુઘલોની સ્થિતિ લગભગ બિનહરીફ જેવી હતી.

આ તરફ રાજસ્થાનમાં શી સ્થિતિ હતી તેના પર પણ નજર કરવા જેવી છે. ઈતિહાસકારો વચ્ચે વિવાદ હોવા છતાં બહુમતી વિદ્વાનોનો મત છે કે બાબરને હિન્દુસ્તાનમાં તેડી લાવનાર જ રાણા સાંગા હતો. તેણે બાબર સાથે સામ્રાજ્ય વિસ્તારની ગોઠવણ પણ કરી હતી, પરંતુ બંને વચ્ચે વિશ્વાસના અભાવે આ યુતિ લાંબો સમય ન ચાલી અને જે બંને મિત્રો બની રહેવા માગતા હતા તે પરસ્પર શત્રુ, એકબીજાના લોહીના તરસ્યા બની ગયા. આખરે તેનો અંત રાણા સાંગાના મૃત્યુ સાથે આવ્યો. મેવાડનું પતન અને રાણા સાંગાનું મૃત્યુ તત્કાલીન સમયે નાની સૂની ઘટના ન હતી. તેનું મૃત્યુ માત્ર મેવાડ કે રાજસ્થાન માટે જ નહીં, આખા ભારત માટે પ્રાણઘાતક સાબિત થયું હતું. કારણ કે રાજસ્થાનની સૈકાઓ પુરાણી સ્વતંત્રતા તથા એની પ્રાચીન હિંદુ સંસ્કૃતિને બરકરાર રાખવાવાળું હવે કોઈ નહોતું. આજે પણ રાણા સાંગાને હિંદુ હીરો તરીકે નવાજવામાં આવે છે. તેના જવા સાથે રાજસ્થાનમાં સ્વતંત્રતા, રાજકીય શક્તિની સાથે વિદ્યા અને કલા જેવાં ક્ષેત્રોનું પણ મોટા પાયા પર પતન થયું. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર આશીર્વાદલાલ શ્રીવાસ્તવે લખ્યું છે કે ભારત વર્ષના ઇતિહાસમાં ખાનવાનું યુદ્ધ માત્ર ૧૦ કલાક ચાલ્યું. ભારતના સ્મરણીય યુદ્ધો પૈકીનું એક યુદ્ધ ખાનવાનું યુદ્ધ છે.

તેનો વીરપુરુષ રાણા સાંગા ૧૫૨૮ના જાન્યુઆરી મહિનામાં સદાને માટે પોઢી ગયો. તેની સાથે મુઘલ સત્તાને ભારતમાંથી ખત્મ કરવાની રાજપૂત ઈચ્છા પણ મરી પરવારી હતી. પાછલાં ૧૦ વર્ષથી મુઘલો પર રાજપૂત શક્તિનો ખતરો મંડરાયેલો રહેતો હતો. તેનો લગભગ અંત આવી ગયો હતો. બાબરે ભારતના મહાન રાજપૂત સંગઠનને કચડી નાખી કાળની ગર્તામાં ધકેલી દીધું. બાબરના ખાનાબદોશ જીવનનો અંત આવ્યો. ભારતના નેતૃત્વની બાગડોર રજપૂતો પાસેથી છટકી મુઘલો પાસે ચાલી ગઈ . હવે આ જ મુઘલો ભારતમાં પ્રત્યક્ષ રીતે ૧૭૪૦ અને પરોક્ષ રીતે ૧૮૫૭ સુધી રાજ કરવાના હતા. મધ્યમ માર્ગી અકબર અને
અંતિમવાદી ઔરંગઝેબનાં પરસ્પર વિરોધાભાસી વલણો હિન્દુસ્તાન મને-કમને જોવાનાં હતાં, પણ તે બધાના પાયામાં બાબર હતો.

છતાં બહુમતી વિદ્વાનોનો મત છે કે બાબરને હિન્દુસ્તાનમાં તેડી લાવનાર જ રાણા સાંગા હતો. તેણે બાબર સાથે સામ્રાજ્ય વિસ્તારની ગોઠવણ પણ કરી હતી, પરંતુ બંને વચ્ચે વિશ્વાસના અભાવે આ યુતિ લાંબો સમય ન ચાલી અને જે બંને મિત્રો બની રહેવા માગતા હતા તે પરસ્પર શત્રુ, એકબીજાના લોહીના તરસ્યા બની ગયા.

બાબર ભારતમાં ઈ.સ. ૧૫૨૬માં આવ્યો અને તેનો લગભગ પ્રત્યેક દિવસ યુદ્ધ મેદાનમાં કે યુદ્ધના વિચારોમાં વીત્યો હતો. ખાનવાના યુદ્ધ વખતે તો એટલો સંક્રાંતિની સ્થિતિમાં હતો કે તેણે ખુદ લખ્યું કે, ‘ખાનવામાં ઇસ્લામના નામ પર યુદ્ધના આ જંગમાં મેં તો શહીદ થવાનું નક્કી કરી લીધું હતું, પણ ખુદાનો શુક્રગુજાર છું કે ગાઝી બની રહ્યો.’ ખાનવાના યુદ્ધ પછી બાબરે દેખાડેલો આ હરખ લાંબો સમય ટક્યો નહીં. યુદ્ધ પછી માત્ર ત્રીજા જ વર્ષે ૨૬ ડિસેમ્બર ૧૫૩૦ના રોજ તે મૃત્યુ પામ્યો. ત્યારે તેની ઉંમર માત્ર ૪૮વર્ષની હતી. આગ્રામાં જ યમુના નદીના કાંઠે આરામ બાગમાં તેને દફનાવવામાં આવ્યો, પરંતુ ખુદ બાબરની ઈચ્છા પોતાની કબર કાબુલમાં બને તેવી હતી, જે બાબરની વિધવા બીલી મુબારકે પૂરી કરી. તેણે શેરશાહ સુરીના સમયમાં આગ્રાથી બાબરનો મૃતદેહ ઉપાડી કાબુલમાં ફરીથી દફનાવ્યો હતો.


ભારતના ઈતિહાસમાં વાવાઝોડાની જેમ ત્રાટકી યુગપરિવર્તનકારી અસરો ઉપસાવનાર બાબર સદાને માટે પોઢી ગયો, પણ ભારતમાં તે ચાર પુત્રોમાંથી મોટા હુમાયુને પોતાનું તખ્ત સોંપતો ગયો હતો. તેના સમયમાં તો ભારતમાં રીતસર અંધાધૂંધી અને અરાજકતાનું વાતાવરણ હતું. નાનાં મોટાં અનેક યુદ્ધો દ્વારા હિન્દુસ્તાન સતત ખડેપગે રહ્યું હતું. તેની વાત આવતી કાલે.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP