Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-32

મુઘલાઈ યુદ્ધોઃ પાણીપતનું પહેલું યુદ્ધ -૧૫૨૬

  • પ્રકાશન તારીખ14 Aug 2018
  •  

ગત હપ્તામાં આપણે જોયું કે બાબર હિન્દુસ્તાન વિજય માટે સતત તલપાપડ હતો. ઈબ્રાહિમ લોદી સાથેની વેરભાવનાને લઇ મેવાડનો રાણો સાંગા પણ બાબરને ભારત તેડી લાવી લોદી વંશનો નાશ કરવા ઈચ્છતો હતો. ટૂંકમાં બાબરના પોતાના ઉપરાંત ભારતમાં પણ આક્રમણ માટેના ઉજળા સંજોગો હતા. પરંતુ હિન્દુસ્તાન જીતતાં પહેલાં અફઘાનિસ્તાનથી લઇ હિન્દ સુધી પહોચવું એ ૧૬મા સૈકામાં સાત કોઠા ભેદવા જેવું દુષ્કર કામ હતું. તેથી બાબરે સીધા ભારત પર ચડી આવવાને બદલે ટુકડે-ટુકડે ભારત સુધી આવવાની યોજના બનાવી.

હિન્દુસ્તાન જીતતાં પહેલાં અફઘાનિસ્તાનથી લઇ હિન્દ સુધી પહોચવું એ ૧૬મા સૈકામાં સાત કોઠા ભેદવા જેવું દુષ્કર કામ હતું. તેથી બાબરે સીધા ભારત પર ચડી આવવાને બદલે ટુકડે-ટુકડે ભારત સુધી આવવાની યોજના બનાવી.

સૌપ્રથમ ઈ.સ. ૧૫૦૪માં એણે કાબુલ પર હુમલો કર્યો અને કાબુલ પર કબજો કર્યો. આ વિજય પછી યાર હુસૈન નામના સેનાપતિની સલાહથી તબક્કાવાર ભારત વિજયની યોજના બનાવી. કાબુલ જીત્યા પછી ઈ.સ. ૧૫૦૫માં કાબુલથી બાદામ ચશ્માં અને જગદામિક થઇ અદમીપુરપહોચ્યો. ત્યાંથી આગળ વધી કુંદા ગુંબજમાં પડાવ નાખી વિશ્રામ લીધો. થોડા દિવસના રોકાણ પછી બાબર અને તેનું સૈન્ય જલાલાબાદ થઈ ખૈબરઘાટના રસ્તે પેશાવર પહોચ્યાં. અહીંથી બાબરે સિંધુ નદી પાર કરવાને બદલે લૂંટફાટ કરતો ગઝની ગયો અને ચાર મહિના પછી પુન: ૧૫૦૫ના મે મહિનામાં કાબુલ પરત ફર્યો. આ હુમલાઓ દ્વારા બાબરે ભારતની વાયવ્ય સરહદ પરની પરિસ્થિતિનો ક્યાસ કાઢી લીધો હતો. વાયવ્ય સીમાડા પર અફઘાનો દ્વારા થનારી પરેશનીથી બાબર વાકેફ થયો.

આખરે તે આ બધી અડચણોને ભેદતો પંજાબ સુધી આવી પહોચ્યો. આ સમયે દિલ્હીની સુલ્તાની લોદી વંશ (૧૪૫૧-૧૫૨૬)ના ઈબ્રાહીમ લોદી પાસે હતી. લોદીઓ મૂળે અફઘાન હતા. તેઓ ભારતમાં વ્યાપાર અર્થે આવેલા. લશ્કરી નોકરીઓમાં બહાદુરી અને સાહસ બતાવી અફઘાનોએ ગંજાવર પ્રગતિ કરી હતી. ૧૯ એપ્રિલ, ૧૪૫૧ના રોજ બહલોલ લોદી દિલ્હીમાં લોદી વંશનો પહેલો સુલ્તાન બન્યો હતો. તેના વંશમાં ઘણી બાબતોમાં અકબરનો પણ પુરોગામી ગણાય તેવો સિકંદર લોદી નામનો સુલતાન થઇ ગયો. કુશળ સુલતાન સિકંદરના અવસાન પછી લોદી વંશનો છેલ્લો શાસક ઈબ્રાહિમ લોદી દિલ્હીના તખ્ત પર આવ્યો.

તેનો ત્યાંના અમીરો અને સરદારો સાથે સહેજ પણ મનમેળ ન હતો. તેથી મોટાભાગના અમીરો તેની વિરુદ્ધ હતા અને દિલ્હીના તે વખતના સંજોગો એવા હતા કે અમીરોને વિશ્વાસમાં લીધા વગર કાચા-પોચા શાસકો માટે દિલ્હીની ગાદી ટકાવી રાખવી મુશ્કેલ હતી. ઈબ્રાહિમ લોદી સાથે પણ એમ જ બન્યું. ઈબ્રાહિમ લોદીની વિરોધી લોબીમાં સ્થાનિક અમીરો ઉપરાંત પંજાબના અમીરો વિશેષ હતા. તેનો ત્યાં એટલો તો વિરોધ હતો કે મોટાભાગના અમીરો બાબર દિલ્હી પર હુમલો કરે તેમ ઈચ્છતા હતા. ખુદ ઈબ્રાહિમનો કાકો આલમ ખાન આ બધાનું પ્રતિનિધિત્વ કરતો હોય તેમ બાબરને હિન્દુસ્તાન તેડી લાવ્યો હતો. તેનો ઈબ્રાહિમ સાથે વારસા વિગ્રહ ચાલતો હતો. આ સંઘર્ષમાં થયેલી બંને વચ્ચેની ઝડપમાં આલમ ખાન પરાસ્ત થયો અને ત્યાંથી ભાગી સીધો લાહોર જઈ બાબર સાથે ભળી ગયો. એનો એ અર્થ એ થયો કે માત્ર મૈત્રક કાળ અને સોલંકી યુગમાં જ આવા વિઘ્ન સંતોષીઓ નહોતા, સલ્તનત યુગમાં પણ તેની ભરમાર હતી.

ઈબ્રાહિમ લોદીનો ત્યાંના અમીરો અને સરદારો સાથે સહેજ પણ મનમેળ ન હતો. તેથી મોટાભાગના અમીરો તેની વિરુદ્ધ હતા અને દિલ્હીના તે વખતના સંજોગો એવા હતા કે અમીરોને વિશ્વાસમાં લીધા વગર કાચા-પોચા શાસકો માટે દિલ્હીની ગાદી ટકાવી રાખવી મુશ્કેલ હતી.


આવા હિત ચિંતકો કહો કે તકવાદીઓની બાબરને હિન્દુસ્તાન સર કરવા માટે જરૂર હતી. તેમના અનુભવો અને ગુપ્ત યોજનાઓના નિર્માણ માટે પૂરતો લાભ લેવાયો. બાબરને મદદ કરનારા એમ સમજતા હતા કે બાબર લૂંટફાટ કરી ચાલ્યો જશે અને પછી તો રાજ આપણું જ રહેવાનું છે ને? પણ આ તેમની મોટી ભૂલ હતી. બાબર હિન્દુસ્તાન પર લાંબા ગાળાની યોજના સાથે ચડી આવ્યો હતો. તે ભારતના ગદ્દારોની મદદ એક પ્યાદા તરીકે લેવા માગતો હતો અને બાબર તેની યોજનામાં ખરો ઊતર્યો હતો. પાણીપતના યુદ્ધની પૂર્વભૂમિકા રૂપે બાબર અજમાયશ કરતો હોય તેમ પોતાના તર્દીબેગ નામના સેનાપતિને ચાર હજારની સેના સાથે રવાના કર્યો. તેઓ દિલ્હી ભણી આગળ વધી રહ્યા હતા. હવે પાણીપત દ્વારા હિન્દુસ્તાન હાથવેંતમાં હતું. તેની રસિક વાતો આવતી કાલે.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP