Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-22

મહમૂદ બેગડાનાં યુદ્ધો -૩ 

  • પ્રકાશન તારીખ04 Aug 2018
  •  

વિશેષતાઓને લીધે ગુજરાતના ઇતિહાસમાં દંતકથાનું પાત્ર બનેલો મહમૂદ બેગડો તેના બીજાં અનેક કામો માટે પણ ઈતિહાસ પ્રસિદ્ધ છે. ફૂલ-ઝાડ ઉછેરવાનો અને બગીચાઓ બનાવવાનો તે ગાંડો શોખ ધરાવતો હતો. તેના સમકાલીન ગ્રંથ ‘મિરાત-ઈ- સિકંદરી’માં નોંધાયું છે કે ગુજરાતમાં આંબા, દાડમ, રાયણ, જાંબુ, નાળિયેર અને મહુડા ખુબ ઊગે છે તે સુલ્તાન મહમૂદ બેગડાની મહેનતના લીધે. સુલ્તાન ફરવા નીકળતો ત્યારે કોઈ ગરીબની ઝૂંપડી પાસે કોઈ ઝાડ ઉછેરતું દેખાય તો ઘોડો ઊભો રાખી પૂછતો કે પાણી ક્યાંથી લાવીને પાય છે. પાણીની મુશ્કેલી હોય તો કૂવા પણ ખોદાવી આપતો. સૂકાં ઝાડ કે કરમાયેલા છોડ જોઈ તે ઘણો દુઃખી થતો. અમુક ઝાડ ઉછેરવા માટે ઇનામ આપવાનું પણ કહેતો.

સુલ્તાન ફરવા નીકળતો ત્યારે કોઈ ગરીબની ઝૂંપડી પાસે કોઈ ઝાડ ઉછેરતું દેખાય તો ઘોડો ઊભો રાખી પૂછતો કે પાણી ક્યાંથી લાવીને પાય છે. પાણીની મુશ્કેલી હોય તો કૂવા પણ ખોદાવી આપતો. સૂકાં ઝાડ કે કરમાયેલા છોડ જોઈ તે ઘણો દુઃખી થતો. અમુક ઝાડ ઉછેરવા માટે ઇનામ આપવાનું પણ કહેતો.

અમદાવાદમાં તેણે ‘બાગ- એ –ફિરદોસ’ અને હાલોલમાં ‘બાગ-એ-હાલુંલ’ બાંધ્યા હતા. ગુજરાતમાં ખસખસ અને અંજીરની ખેતી શરૂ કરવાનો યશ બેશક મહમૂદ બેગડાને શિરે જાય છે. ગુજરાતમાં યુદ્ધો દ્વારા જીત્યા પછી તેણે જુનાગઢમાં મુસ્તુફાબાદ, પાવાગઢની તળેટીમાં મોહમ્મદાબાદ અને અમદાવાદ પાસે મહેમદાબાદ નામનાં નવાં નગરો બાંધ્યાં હતાં. ચાંપાનેરની ગણતરી તો મહમૂદ બેગડાની માવજતને લીધે સંસારનાં શ્રેષ્ઠ નગરોમાં થતી હતી. યુનેસ્કોએ ચાંપાનેરનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં કર્યો છે. તે બધા બેગડાના સમયનાં સ્થાપત્યોને લીધે. પણ મહેમદાબાદ સિવાય એકેય નગરની સ્મૃતિ આજે રહી નથી. કારણકે આ બધાં નગરોની રચના તેનાં એક યા બીજા યુદ્ધો પછી થઈ હતી એટલે મહમૂદ બેગડા પછી તેણે સ્થાપેલાં નગરો પણ કાલગ્રસ્ત થયાં હતાં.


સુલતાન મહમૂદ બેગડો બહાદુર, લડવૈયો, ઉત્સાહી અને મહત્ત્વાકાંક્ષી શાસક હતો. તેની મહત્ત્વાકાંક્ષાઓ યુદ્ધો કર્યા વગર પૂર્ણ થાય તેમ ન હતી. સને ૧૪૫૮માં સુલ્તાન બનેલા મહમૂદનાં યુદ્ધોનો પહેલો દસ્તાવેજી આધાર દક્ષિણ ગુજરાતથી સાંપડે છે. ઈ.સ. ૧૪૬૪માં બેગડાએ વલસાડ પાસેના હિંદુ રાજા પર આક્રમણ કરી તેણે હરાવી પોતાનો ખંડિયો રાજા બનાવ્યો હતો. પણ તેનાં ખરાં યુદ્ધો તો જુનાગઢ, દ્વારકા અને ચાંપાનેર સાથે થયાં હતાં. આ શૃંખલામાં કાલાનુક્ર્મમાં પહેલાં મહમૂદ બેગડાની જુનાગઢની વિજયયાત્રાનો ઈતિહાસ તપાસીએ.

જુનાગઢ પર હુમલો કરવાનાં બે કારણો દર્શાવવામાં આવે છે. એક- ધર્મ હતું અને બીજું કરણ ઘેલાના કિસ્સામાં હતું એવું. પહેલા અને ધાર્મિક કારણમાં માંગરોળના હઝરત સૈયદ રુક્નુદ્દીન ઉર્ફે સૈયદ સજું હઝરત સૈયદ સિકંદરે અમદાવાદના મશહુર સૂફી સંત હઝરત શાહઆલમને જુનાગઢના હિંદુ રાજાની ધાર્મિક કટ્ટરતા વિશે પત્ર લખ્યો હતો. સૂફી સંતે આ પત્ર સુલ્તાન મહમૂદ બેગડા સુધી રવાના કર્યો અને મહમૂદનું જુનાગઢ પરનું આક્રમણ નક્કી થયું. બીજું કારણ ગુજરાતના છેલ્લા વાઘેલા રાજા કર્ણદેવ વાઘેલા જેવું જ છે.

ગુજરાતમાં યુદ્ધો દ્વારા જીત્યા પછી મહમૂદ બેગડાએ જુનાગઢમાં મુસ્તુફાબાદ, પાવાગઢની તળેટીમાં મોહમ્મદાબાદ અને અમદાવાદ પાસે મહેમદાબાદ નામનાં નવાં નગરો બાંધ્યાં હતાં.

જુનાગઢનો રાજા રા માંડલિક ત્યાંના વિશલ નામના વાણિયાની પત્ની પર મોહાંધ થયો હતો. (વિશલ વાણિયાના નામ પરથી આજે પણ વિશલ વાવ જૂનાગઢમાં હોવાનું કહેવાય છે). વિશલની પત્ની રૂપ રૂપના અંબાર સમી અને તેના કેશ તો છેક તેની પાની સુધી અડતા તેવા લાંબા અને સુંદર હતા. સામ્રાજ્યવાદી શાસકો માટે રૈયતની જોરુને પોતાની કરવી ક્યાં મોટી વાત હતી. તે રૂપરશ્મિને યેનકેન પ્રાપ્ત કરી તેના સૌંદર્યનું નિયમિત રસપાન કરવા લાગ્યો.

પોતાનો ઘર સંસાર સળગતો જોઈ વિશલ વણિક ઘણો દુઃખી થયો અને કોણ ન થાય? રાજા સામે રૈયતનું શું ગજું? પણ વિશલ બદલાની આગમાં તડપતો હતો. લોકકથાઓમાં કહેવાય છે કે આખરી ઉપાય તરીકે વિશલ પોતાની વેરની પ્યાસ બુઝાવવા માટે સીધો અમદાવાદ પહોંચ્યો અને મહમૂદ બેગડાને મળ્યો. તેની વેરની આગ સામે ધર્મ- વિધર્મ ગૌણ બની ગયું. બેગડાને મળી તેણે જુનાગઢ જીતવાનું નોતરું આપ્યું. તે સમયે મહમૂદ નિરર્થક લડાઈઓ અને કૂચોથી મુક્ત થયો હતો. તેથી સને ૧૪૬૭માં જુનાગઢના ચુડાસમા રાજવી રા માંડલિક પર આક્રમણ કરવાનો નિર્ણય કરી લીધો. તે નિમિત્તે કરેલી સૈન્ય તૈયારી વગેરેની વાતો આવતી કાલે.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP