મેનેજમેન્ટની abcd / માનસિક તંદુરસ્તીનું મેનેજમેન્ટ

article by b.n. dastur

બી.એન. દસ્તૂર

Mar 28, 2019, 05:43 PM IST

તમને, મને, સૌને માનસિક તંદુરસ્તીના ફાયદાઓની ખબર તો છે જ. મન તંદુરસ્ત તો તન તંદુરસ્ત. મન અને તન બંને તંદુરસ્ત તો જિંદગી તંદુરસ્ત.
નિષ્ણાતો અને દુનિયાદારીના અનુભવો ઉપર આધારિત મનની તંદુરસ્તી માટે શું કરવું, શું ન કરવું એ જાણી લઈએ.

વસ્થતાની લાગણી :
⬛ દિમાગને એવું સિગ્નલ આપતા રહો કે એકંદરે બધું ઠીકઠાક ચાલી રહ્યું છે.
⬛ નકારાત્મક લાગણીઓ ઉપર નિયંત્રણ રાખો. અદેખાઈ, ગુસ્સો, અપરાધ કર્યાની લાગણી, ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, ડર, ચિંતા, સ્ટ્રેસને તમારા ઉપર હાવી ન થવા દેશો.
⬛ જાત પ્રત્યે હસી લો. વિનોદવૃત્તિની બદૌલત, સવાસો કરોડમાં ફક્ત 63,000ની વસ્તી ધરાવનાર પારસી કોમની વિશ્વભરમાં તારીફ થાય છે. એમની ‘સેન્સ ઓફ હ્યુમર’થી મોતમાં પણ વિનોદ બરકરાર. ‘એવન બેટિંગ બરાબર નહીં કરતા’તા ને સ્લિપમાં કેચ આપી દીધો’ અને ‘એવન તો ફોટો ફ્રેમમાં ચાલી ગિયા.’ દમ લેવાનું ભૂલી ગિયા.
⬛ નબળાઈઓ જાય ભાડમાં, તમારી તાકાતોને ઓળખો, વાપરો.
⬛ તકને ઓળખો, શોધો, પકડી લો. તક કદી વેડફાઈ જતી નથી. કોઈ અન્ય એને ઝડપી લે છે.
⬛ તમારી જાત માટે ઊંચો અભિપ્રાય રાખો. તમારા જેવો ઇન્સાન કદી હતો નહીં, છે નહીં, થવાનો નથી.
⬛ જિંદગીમાં આવનારી, આવી શકનારી મુશ્કેલીઓ સામે લડવા ‘કોમ્બેટ રેડી’ રહો.
⬛ એક્સ્ટર્નલ નહીં, ઇન્ટર્નલ બનો. એક્સ્ટર્નલ એવી વ્યક્તિ છે જે એની જિંદગીમાં જે કાંઈ બને તેનો યશ-અપયશ આપે છે નસીબને, ચાન્સને, સમયને, સંજોગને. ઇન્ટર્નલ, એની જિંદગીમાં જે કાંઈ બને તેની સંપૂર્ણ જવાબદારી સ્વીકારે છે અને આ કારણથી દરેક નિર્ણય સમજદારીપૂર્વક લે છે.

  • તક કદી વેડફાઈ જતી નથી. કોઈ અન્ય એને ઝડપી લે છે

સામાજિક આવડતો :
⬛ સૌને સ્મિત, પ્રશંસા, મદદ જેવા હકારાત્મક સ્ટ્રોક આપો.
⬛ દોસ્તી શોધો, કરો, નિખારો, સાચવો. દોસ્ત તમારી જરૂરિયાતોનો જવાબ છે.
⬛ દરેક માનવી બીજા બધા કરતાં અલગ હોય છે એ હકીકતનો સ્વીકાર કરો. અન્યના અભિપ્રાયોનો આદર પણ કરો.
⬛ સમાજના સભ્ય હોવાનો આનંદ લો.
⬛ તમારા હાથ નીચે કામ કરનારા સૌની જવાબદારી સ્વીકારો. સાથ, સહકાર, મદદ આપવા તત્પર અને તૈયાર રહો.
⬛ તમારાથી વધારે સ્માર્ટ અને વધારે પ્રતિભાશાળી માનવીઓથી ઘેરાયેલા રહો. ઇગોને, અહમ્્ને મૂકો ઊંચો. અંગૂઠાછાપ અકબર ‘ધ ગ્રેટ’ કહેવાયો એનાં નવ રત્નોની બદૌલત.

કારકિર્દીની સફર ફેરારીમાં :
⬛ નોકરી નહીં, તમે તમારી કારકિર્દી બનાવો છો.
⬛ જિંદગીભર શીખતા રહો, તમારા લક્ષ્યાંક તરફની તમારી સફરમાં મદદ કરે એવી માહિતી જ એકઠી કરો. એનું જ્ઞાનમાં અને જ્ઞાનનું પરિણામમાં રૂપાંતર કરો.
⬛ જિંદગી મેનેજ કરવા સમયને મેનેજ કરો.
⬛ સાચા જવાબો મેળવવા સાચા સવાલો પૂછો.

‘મારે શું કરવું જોઈએ?’ એ પૂછવાને બદલે પૂછો : ‘મારે શું કરવાની જરૂર છે?’
⬛ ‘નસીબનું પૂછડું ઝાલી ‘નસીબ બલવાન તો ગધા પહેલવાન’ને બદલે સ્વીકારો ‘ગધા પહેલવાન તો નસીબ બલવાન.’

જિંદગીના તકાજાઓ સાથે તાલમેલ :
⬛ દરેક ‘સમસ્યા’ ઉપર ‘ચેલેન્જ’નું લેબલ લગાવો.
⬛ રોજ નિતનવા અનુભવો લો.
⬛ કોઈ પણ સંજોગોમાં તમારી વિશ્વસનીયતા (Credibility) સાથે બાંધછોડ કરતા નહીં. લોકોનો ‘પ્રેમ’ નહીં, ‘વિશ્વાસ’ જીતો.
⬛ જે કાંઈ ગેરકાયદેસર, અસામાજિક કે હાનિકારક છે તે કરવાથી દૂર રહો.
⬛ દિવસના અંતે બે કદમ વધારે ચાલો.
⬛ પ્રામાણિકતા, સખત મહેનત કરવાની તૈયારી, વફાદારી જેવા સદ્્ગુણોમાં સ્માર્ટનેસ ઉમેરો.
⬛ કામ લેતા, કરાવતા અને કઢાવતા શીખી લો.
⬛ જિંદગી પ્રત્યેના એટિટ્યૂડને હકારાત્મક રાખવા દુ:ખનાં દર્શન કરો.
⬛ સ્વપ્ન જુઓ તમારી તાકાતો ઉપર આધારિત. એ બાદ સ્વપ્ન સાકાર કરવાનો ‘એક્શન પ્લાન’ બનાવો અને એ પ્લાન ઉપર સંપૂર્ણ નિષ્ઠાથી, સાધનો ભેગાં કરી, સાધનો વાપરવાની પ્રોસેસ શીખી લઈ, નિષ્ણાતોની મદદ લઈ, અમલ કરો.
⬛ જિંદગી જીવો ડો. ઇકબાલ મરહૂમના એક ગજબના શેરની જેમ :
જહાં મેં અહેલે ઇમાં, સુરતે ખુરશીદ જીતે હૈ,
ઇધર ડૂબે, ઉધર નીકલે, ઉધર ડૂબે, ઇધર નીકલે.
અહેલે ઇમાં : આત્મવિશ્વાસથી છલકાતો આદમી.
સુરતે ખુરશીદ : સૂર્યની જેમ.
સોળ જ શબ્દોમાં, થોરામાં ઘનું.
[email protected]

X
article by b.n. dastur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી