મેનેજમેન્ટની abcd / ડિફેન્સિવ બિહેવિયર

article by b.n. dastur

બી.એન. દસ્તૂર

Mar 05, 2019, 03:49 PM IST

તમને પસંદ ન પડે છતાં તમારે એવા બિહેવિયરનું જ્ઞાન મેળવવું જોઈએ જે બિહેવિયર, સંસ્થામાં કામ ટલ્લે ચડાવવા માટે, બદનામી(Blame) રોકવા માટે, પરિવર્તનોના પ્રતિકાર માટે વપરાતી રહે છે. તમે ખૂબ સ્માર્ટ છો, થોરામાં ઘનું સમજશો.
1. કામ ટલ્લે ચડાવવું હોય તો...
કામ કરવું ગમતું નથી, તો કરવાની શી જરૂર? પણ સંસ્થામાં જે કામ તમારે કરવું નથી એ પણ તમે કરી રહ્યા છો, એ બતાવવું ફરજિયાત છે.
પોલિટિકલ બિહેવિયરના બે નિષ્ણાતો, બીઈ એશફોર્થ અને આર.ટી.લીએ સંસ્થામાં મેનેજરો કઈ તકનીક વાપરે છે તેની યાદી બનાવી છે.

  • જે કામ બે દિવસમાં કરી શકાય તે માટે બે અઠવાડિયાં લેવાનું નામ છે સ્ટ્રેચિંગ. મેનેજર જૂના કામમાં એટલો બધો વ્યસ્ત રહે કે કોઈ એને નવું સોંપે નહીં

A. ઓવરકન્ફોર્મિંગ (Overconforming) : એવી તકનીક છે, જેમાં મેનેજર સંસ્થાના રૂલ્સ, રેગ્યુલેશન્સ, પ્રોસિજર્સ અને પોલિસીસનો સખ્તાઈથી અમલ કરે છે. (સોરી, આપણી પોલિસી નીચે આ મારું કામ નથી.)
B. પાસિંગ ધ બક (Passing the buck) : વાપરી મેનેજર એની જવાબદારી બીજાને માથે મારે છે. (આ કામ એડમિનનું છે.)
C. પ્લેયિંગ ડમ્બ (Playing dumb) : જરૂર પડે ‘ગગો’ બની જવું. (યાર, આ વિષય મારી બુદ્ધિ બહારનો છે.)
D. ડિપર્સનલાઇઝેશન (Depersonalization): ઇન્ટરપર્સનલ સમસ્યાઓથી છૂટવા માટે મેનેજર કર્મચારીઓને માનવી ગણતો નથી, નંબર ગણે છે. હોસ્પિટલમાં નર્સ ‘સાત નંબરના કાકા કેચ આપી બેસશે એવું લાગે છે’ની ભાષા બોલે છે.
E. સ્ટ્રેચિંગ એન્ડ સ્મૂધિંગ (Stretching and smoothing) : જે કામ બે દિવસમાં કરી શકાય તે માટે બે અઠવાડિયાં લેવાનું નામ છે સ્ટ્રેચિંગ. મેનેજર જૂના કામમાં એટલો બધો વ્યસ્ત રહે કે કોઈ એને નવું સોંપે નહીં. (દેખાતું નથી હું કેટલો બિઝી છું?)
કામમાં આવડતની, મહેનતની કમી સંતાડવાની તકનીકનું નામ છે સ્મૂધિંગ. (માર્કેટમાંથી માહિતી મંગાવી છે. હજી આવી નથી.)
F. સ્ટોલિંગ (Stalling) : જાહેરમાં ટેકો આપવો, પણ વાસ્તવમાં કામને ટલ્લે ચડાવવાની આ તકનીક સંસ્થાઓમાં અનુભવી છે. (દસ્તૂરજીનો આઇડિયા જબરજસ્ત છે. હું એના ઉપર કામ કરી રહ્યો છું. અમલમાં મૂકવામાં થોડો વિલંબ થશે.)
2. બદનામીથી બચવું (Avoiding blame)
એશફોર્થ અને લી સાહેબે ફરી છ પ્રકારની બિહેવિયરની યાદી બનાવી છે.
A. બફિંગ (Buffing) : જે કાંઈ કરવામાં આવે એનું ખૂબ ચોક્સાઈથી ડોક્યુમેન્ટેશન કરવાની આ તકનીક છે. પાછળથી કાંઈ બફાવાની શક્યતાઓ જણાય તો ‘લખાણું તે વંચાણું.’
B. પ્લેયિંગ સેફ (Playing safe) : એવું કાંઈ ન કરવું જેથી કોઈને આંગળી ચીંધવાનો મોકો મળે. જે પ્રોજેક્ટમાં સફળતાની ગેરંટી નથી એનાથી દૂર રહેવું. ‘સંસ્થામાં ખેલાતું રાજકારણ’ નામના મારા પુસ્તકમાં મશહૂર ચિત્રકાર નવીન સોની ઇટાલિક્સનું કાર્ટૂન છે. સેક્રેટરી બોસને કહે છે, ‘કાલની મિટિંગમાં માંદા પડવાનું યાદ રાખજો.’ કોન્ફિલક્ટમાં તટસ્થ રહેવું, અગત્યના નિર્ણયોમાં બોસને ભાગીદાર બનાવવો, જે બોલો એમાં શરતો રાખવી એવો બિહેવિયર આ તકનીકમાં ખૂબ ઉપયોગી છે.
C. જસ્ટિફાઇંગ (Justifying) : કામ બગડે તો બહાનાં શોધવાં કે પછી માફી માગી લેવી.
D. સ્કેપગોટિંગ (Scapegoating) : બકરા શોધવાની જાણીતી તકનીકમાં બનવા જેવું ન બને અથવા ન બનવા જેવું બને તો જવાબદારી નાખો કોઈ બીજા ઉપર, સમય અને સંજોગો ઉપર, નસીબ ઉપર. (બધું બરાબર ચાલતું હતું, પણ મગનકાકાના મશીને દગો દીધો.)
E. મિસરપ્રિઝેન્ટિંગ (Misrepresenting) : માહિતી છુપાવવી, જુઠ્ઠું બોલવું.
F. એસ્કેલેશન ઓફ કમિટમેન્ટ (escalation of commitment) : એકસરખા નકારાત્મક ફીડબેકની બાવજૂદ કામ ચાલુ રાખવું.
3. પરિવર્તનનો પ્રતિકાર (Avoiding change)
પાવર ખોઈ બેસવાના ડરે પરિવર્તનોની નકારાત્મક બાજુઓ શોધવી.
જે તકનીકોની ચર્ચા કરી એ વાપરવી કે એનાથી બચવું એ તમારે નક્કી કરવાનું છે. મારો મત છે, વાપરવામાં સમજદારી નથી
(કે પછી સમજદારીથી વાપરવી?)
[email protected]

X
article by b.n. dastur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી