મેનેજમેન્ટની abcd / બિઝનેસની દુનિયાનું થોરામાં ઘનું

article by b.n dastur

બી.એન. દસ્તૂર

Feb 13, 2019, 04:49 PM IST

‘બેરામજી, તમે રોજ મોડા આવો છો. તમને ખબર છે કે ઓફિસ ક્યારે શરૂ થાય છે?’
‘નહીં જી. હું આઉંચ તા'રે બधધ્ધાधदददददद કામ પર ચડી ગયા હોયચ.’
***
‘બેરામજી, નવી નોકરી કેવી છે?’
‘વન્ડરફુલ. સવારે નવ પહેલાં હું ગમે ત્યારે ઓફિસે પહોંચી શકુંચ અને સાંજે નવ પછી ગમે ત્યારે ઘરે જઈ શકુંચ.’

  • હું ત્રણ માણસોનું કામ કરું છું. પગાર વધારવાની વિનંતી કરું છું

‘બેરામજી, ગુસ્સામાં છો?’
‘હા, આજે મને ફરીથી બોસનું ઠોબરું રંગવાનો વિચાર આવેચ.’
‘ફરીથી?’
‘હા, પરમ દિવસે બી આવો વિચાર આવેલો.’
***
‘બેરામજીશેઠ, એક વાત કહું?’
‘બોલ દીકરા, બોલી નાખ.’
‘હું ત્રણ માણસોનું કામ કરું છું. પગાર વધારવાની વિનંતી કરું છું.’
‘દીકરા, પગારમાં ઇન્ક્રિઝ પોસિબલ નથી, પન તું મને પેલા બે માનસોનાં નામ આપ. એ બેઉને પાનીચું પકરાવી દઈએ.’
***
‘બેરામજી, તમે આ કંપનીના ચેરમેન છો?’
‘નહીં જી.’
‘તો પછી મૂર્ખની જેમ બોલવાનું બંધ કરો.’
***
‘મેરી, બરાડા પાડીને કોણ વાત કરે છે?’
‘સર, બેરામજી બાવા રાજકોટના સેલ્સમેન સાથે વાત કરે છે.’
‘એમને ફોન વાપરવા કહે.’
***
‘બેરામજી, તમે આ કંપનીમાં કેટલા વખતથી કામ કરો છો?’
‘બોસે કાડી મૂકવાની ધમકી આપી તે દિવસથી.’
***
બેરામજી એન્ડ કાું.ના નોટિસ બોર્ડ ઉપર: ‘દાદાની સ્મશાનયાત્રામાં જવાની રજા માગનાર સૌએ વર્લ્ડ કપની ક્રિકેટ મેચના દસ દિવસ પહેલાં એપ્લિકેશન આપવી.’
***
‘બેરામજી, રૂપાળી અને ગગી સેક્રેટરી વચ્ચે શો તફાવત?’
‘ગગીને કાઢી મુકાય.’
***
‘સર, તમારી ગ્રાન્ડ ડૉટરનો ફોન છે. તમને કિસીઝ મોકલે છે.’
‘હું ઘનો બિઝી છેઉં. તું એ લઈ લે અને રિસેસમાં મને આપી દેજે.’
***
કન્સલ્ટન્ટ બેરામજી દસ્તૂરે, કંપનીના માલિક મંચેરજીને સારા સમાચાર આપ્યા.
‘મંચેરજી, ગૂડ ન્યૂઝ. અાપરી કંપની હવે ખોટમાંથી બહાર નીકળી નફો કરેચ.’
‘વન્ડરફુલ ન્યૂઝ. તમારી કન્સલ્ટન્સી ફી વસૂલ થઈ. ઓય સારા સમાચારની દસ કોપી કઢાવી લેવ, આપરા નોટિસ બોર્ડ્સો ઉપર લગાવો ને બેન્કને મોકલો.’
‘દસ કોપી? પોસિબલ નથી. આતલી કોપી કઢાવસું તો આપરે પાછા ખોટમાં ચાલી જઈશું.’
***
‘બેરામજી, મારો દીકરો શેરમાં રોકવા પચાસ હજાર માંગેચ. વીસ હજારના પ્રોફિટની ગેરંટી બતાવેચ. અડધા એના, અડધા મારા. શું કરું?’
‘તમે એને દસ હજાર આપી દેવ. તમારા ચાલીસ હજાર બચી જશે.’
***
‘બેરામજીબાવા, તમે કન્સલ્ટન્ટ છો તો કહો કે મારો જયપુરનો સેલ્સમેન રિઝલ્ટ આપતો નથી, શું કરું?’
‘તારા સેલ્સના નકસા પર જયપુર ટેરિટરીની જે પિન લગાડીચ તે પિન નકસામાંથી બહાર કાડી સેલ્સમેનમાં ખોસી દે.’
***
‘બેરામજી, ઓફિસમાં વરિયાળી દાણા કેમ વહેંચો છો?’
‘આજે મારા છેલ્લા ઇન્ક્રીમેન્ટની ચોથી એનિવર્સરી છે.’
***
કન્સલ્ટન્ટ બેરામજીબાવા દસ્તૂરનું એમના ક્લાયન્ટને રેકમેન્ડેશન.
‘નંબર વન આવનારને બેંગકોકની એક ફ્રી ટિકિટ આપો. બીજે નંબરે આવે તેને બે.’
***
‘મંચેરજી, મને બે લાખની જરૂર છે, પન તમે મને ફક્ત એક લાખ આપો. હવે હું તમારી પાસે એક લાખ માગું અને તમે મારી પાસે એક લાખ માગો, હિસાબ બરાબર.’
મેનેજમેન્ટની આ ABCD ગમી? પ્રતિભાવોનું સ્વાગત.
[email protected]

X
article by b.n dastur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી