Back કથા સરિતા
બી. એન. દસ્તૂર

બી. એન. દસ્તૂર

મેનેજમેન્ટ, કરિયર ગાઈડન્સ (પ્રકરણ - 32)
મેનેજમેન્ટ અને કારકિર્દી પર અભ્યાસપૂર્ણ લેખો લખતા રહીને યુવાનોમાં લોકપ્રિયતા મેળવનારા બી. એન. દસ્તૂર અચ્છા હાસ્યલેખક પણ છે.

‘ઝેન’ સાહિત્યનું થોરામાં ઘનું

  • પ્રકાશન તારીખ16 Jan 2019
  •  

સફળ મેનેજરોની પર્સનલ લાઇબ્રેરીમાં ફક્ત મેનેજમેન્ટ, માર્કેટિંગ, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, સિસ્ટમ્સ થિંકિંગ જેવાં પુસ્તકો તો હોય જ છે, પણ બાજુમાં જ હોય છે સૂફીઝમ, ઝેન, ગીતા, સંસ્કૃત સુભાષિતો, ફારસી રૂબાયતો, ગઝલો. મેનેજમેન્ટ ફક્ત સાયન્સ નથી, એક આર્ટ પણ છે.
આજે ચર્ચા કરીએ ‘ઝેન’ સાહિત્યની.


1. મારી પત્ની, માઇક્રોવેવના મોંઘાં કાચનાં વાસણો અમારી મહિનાના બે ગ્લાસ તોડતી કામવાળી ‘બાઈ’ને આપે છે. ઝેન કહે છે, ‘કાચને તૂટેલો જ જુઓ.’ જીવ બાળવાથી કંઈ ઊપજતું નથી. કારમાં ગોબો પડવાનો જ છે. કમ્પ્યૂટર ‘હેંગ’ થવાનું જ છે. સ્માર્ટફોન કાંઈ બાફવાનો જ છે, વગર આમંત્રણે સાસુમા રેડ પાડવાનાં જ છે.

  • જેની પાસે પાવર છે તે બીજાઓને નાક ઝાલી દોરી શકે છે, પણ એ યાદ રાખો કે, ‘તમે આપ્યો ન હોય એવો પાવર કોઈ પાસે નથી.’

2. કોર્ટમાં સામા પક્ષના વકીલની લાંબી દલીલનો જવાબ આપતા ડાહ્યા વકીલે કહ્યું, ‘શબ્દોનું દોરડું લાંબું કરતા રહેવાથી સત્ય સુધી પહોંચાતું નથી.’


3. ટૂંકી આવક બાવજૂદ આનંદમાં રહેનાર એક દોસ્તના ડ્રોઇંગરૂમમાં એક ફ્રેમમાં લખ્યું છે, ‘જે છે, તે પૂરતું છે એવું માનનારા પાસે પૂરતું છે.’


4. માનવી મહેનત શા માટે કરે છે? ઝેન માસ્ટર કહે છે, ‘જે નથી તે જોતો રહી માનવી મહેનત કરે છે.’


5. માનવીની જરૂરિયાતોનો અંત નથી. ઝેન કહે છે, ‘ભૌતિક જરૂરિયાતો પાછળ દોડો, દુ:ખને પકડી પાડો.’


6. ‘આકાશ તૂટી કેમ પડતું નથી?‘ જવાબ છે, ‘આકાશ ચોખ્ખું છે માટે તૂટી પડતું નથી.’


7. આંખનો ઉપયોગ થાય છે વાડમાં છીંડાં શોધવામાં, કારણ કે ‘આંખ પોતાને જોઈ શકતી નથી.’


8. આખી દુનિયામાં સ્પર્ધાનો માહોલ છે.


સ્પર્ધામાં એક જીતે છે, બીજો હારે છે. આવા માહોલમાં ‘ડાહ્યો કર્મ કરે છે, સ્પર્ધા નહીં.’


9. સંપૂર્ણ ઇન્સાન કોણ?

જવાબ છે, ‘સંપૂર્ણ ઇન્સાન અરીસા જેવો છે, જેની પાસે એનું પોતાનું કશું જ નથી.’


10. જેની પાસે પાવર છે તે બીજાઓને નાક ઝાલી દોરી શકે છે, પણ એ યાદ રાખો કે, ‘તમે આપ્યો ન હોય એવો પાવર કોઈ પાસે નથી.’


11. તમસો મા જ્યોતિર્ગમય, અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જા, પણ યાદ રાખો, ‘પ્રકાશ પાછળ દોડવાથી એ ક્યાંથી આવે છે તે દેખાશે નહીં.’


12. એક એવો સવાલ છે, જેનો જવાબ આપવો શક્ય નથી. ‘ઈંડું પહેલું કે મરઘી?’


આ જ સવાલ ઝેન અલગ રીતે પૂછે છે, ‘મરઘી ઈંડું મૂકે છે કે પછી ઈંડું, બીજું ઈંડું બનાવવા માટે મરઘી બનાવે છે?’


13. મેનેજરે, વાસ્તવમાં દરેકે, કંઈ નવું શીખતા રહેવું જોઈએ. પ્રતિસ્પર્ધીઓ કરતાં વધારે ઝડપથી શીખવા જેવો સુંદર અને અસરકારક ‘કમ્પિટિટિવ એડવાન્ટેજ’ કોઈ નથી. આવા ડહાપણ વિશે ઝેન કહે છે, ‘આપણે શું કરી નથી શકતા એની ખબર પડે તો ડહાપણની દાઢ ફૂટે.’


14. ‘ચાનો પ્યાલો છલોછલ ભરેલો હોય. એમાં વધારાની ચા રેડાય નહીં.’ (મને બધું જ આવડે છે એવા M.B.A.ને અર્પણ.)


15.‘આળસ’ શબ્દની નિંદા સૌ કોઈ કરે છે, પણ જે બુદ્ધ છે તે આળસુ છે, ‘એ કીર્તિ અને પૈસા પાછળ દોડતો નથી.’


16. અને અંતમાં ‘જે અમૂલ્ય છે તેનું મૂલ્ય નથી ‘કરાતું’, નથી બદલાતું.
ઝેનનું આ થોરામાં ઘનું તમે સમજ્યા ન હો તો મને એની ચિંતા નથી.

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP