મેનેજમેન્ટની abcd / હુમલો કરવો છે કે બચાવ?

article by b.n. dastur

બી.એન. દસ્તૂર

Jan 09, 2019, 06:48 PM IST

કટારમાં સ્ટ્રેસની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. વાચકોના ફીડબેક, સવાલો ઉપર આધાર રાખી ચર્ચા આગળ વધારીએ.
આપણાં શરીરની ઓટોનોમિક નર્વસ સિસ્ટમ આપણને લડવા અથવા ભાગવા માટે તૈયાર કરે છે. આ તૈયારી મોટેભાગે શારીરિક હોય છે. બ્લડપ્રેશર વધે, શ્વાસ ઊંડા લેવાય, લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે, હૃદય વધારે વેગથી ધબકે, લોહીમાં પ્લેટલેટ્સની માત્રા વધે, પાચનક્રિયા બંધ થાય, શ્રવણશક્તિ વધે વગેરે ફેરફારો સેકન્ડના 2000માં ભાગમાં થઈ જાય.

સ્ટ્રેસ ઘટાડવા માટે આપણાં શરીરમાં જે વાયરિંગ કરેલું છે તેનો ઉપયોગ કરવો. માનસિક સંતુલન સાચવવું

આવા ફેરફારો લાંબા ચાલે તો સ્ટ્રેસથી થતા રોગોને કંકોતરી મોકલાય. સ્ટ્રેસથી થતું નુકસાન ઓછું કરવાના કેટલાક અસરકારક રસ્તાની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. આજે સાયકોલોજી ઉપર આધારિત ચંદ રસ્તાઓની માહિતી મેળવીએ.
ટાસ્ક ઓરિએન્ટેડ રિએક્શન : સ્ટ્રેસ મેનેજ કરવાની આ રીતના ત્રણ પ્રકારો છે :
અેટેક (હુમલો)
વીધડ્રોઅલ (પીછે હઠ)
કમ્પ્રોમાઇઝ
જે વ્યક્તિમાં આવડત, જ્ઞાન, અનુભવ, પ્રતિભા હોય, ભરપૂર આત્મવિશ્વાસ હોય તો એ વ્યક્તિ ટાસ્ક ઓરિએન્ટેડ અેટેક રિએક્શનનો ઉપયોગ કરે છે. આવી વ્યક્તિ:
આવડત, અનુભવ, રિસોર્સીસ, પ્રતિભાને આધારે સમસ્યા ઉપર ચેલેન્જનું લેબલ મારશે.
દિમાગ ઠંડું રાખી, લાગણીઓ ઉપર નિયંત્રણ રાખી, પરિવર્તનોનો તાગ મેળવી, નક્કી કરેલી દિશામાં આગળ વધશે.
સમસ્યાના નિરાકરણમાં ફ્લેક્સિબિલિટી રાખશે. જરૂર મુજબ પોતાના વિચાર, વાણી, વર્તનમાં ફેરફાર કરશે.
જરૂર પડે તો નવી માહિતી મેળવી, રિસોર્સ વાપરવાની નવી પ્રોસેસો શોધી, જાણકારોની મદદ લેશે.
ટાસ્ક ઓરિએન્ટેડ વિધડ્રોઅલ રિએક્શનમાં વ્યક્તિ :
પોતાનો ગોલ ખૂબ અઘરો કે અશક્ય લાગે તો શિસ્તબદ્ધ રીતે પીછેહઠ કરશે.
જરૂર પડે તો મેદાન છોડી દેશે. જે નોકરીમાં મજા નથી આવતી તે છોડી દેશે. જે પ્રોજેક્ટમાં ચાંચ ડૂબતી નથી એમાંથી હાથ કાઢી લેશે.
નવો ગોલ નક્કી કરશે. નિષ્ફળતાના ગમમાં માથું નહીં પછાડેે.
ટાસ્ક ઓરિએન્ટેડ કોમ્પ્રોમાઇઝ રિએક્શન અજમાવનાર વ્યક્તિ :
લક્ષ્યાંક અશક્ય લાગે તો એમાં બાંધછોડ કરશે. આકાંક્ષાઓ થોડી નીચે ઉતારશે.
સમસ્યાના નિરાકરણ માટે નક્કી કરેલા રસ્તોઓમાં પણ બાંધછોડ કરશે. આવું કરતાં એ એનાં મૂલ્યો (‌Values) સાથે બાંધછોડ કરવાનું ટાળશે.
બધું ન મળે તો થોડાથી ચલાવી લેશે. આ કરતાં લાંબા ગાળાનાં પરિણામોનો વિચાર કરશે.
નિર્ણય ઉપર અમલ કરતા પહેલાં પણ ઊંડો વિચાર કરશે, નિષ્ણાતોની મદદ લેશે.
ટાસ્ક ઓરિએન્ટેડ રિએક્શન્સ, સમસ્યાના નિરાકરણમાં વધારે સારાં પરિણામો આપવા સક્ષમ છે. છતાં જે રસ્તાઓ અજમાવ્યા હોય, જે મૂલ્યો સાથે બાંધછોડ કરી હોય તે ભવિષ્યમાં નવી સમસ્યા ઊભી કરી શકે છે. અધૂરી અને ખોટી માહિતી ઉપર લીધેલા નિર્ણયો સ્ટ્રેસ વધારી શકે છે અને બધું બરાબર હોય તો પણ આપણા નિયંત્રણની બહારનાં કારણો હેરાન કરી શકે છે.
ડિફેન્સ ઓરિએન્ટેડ રિએક્શન સ્ટ્રેસ સામે લડવા ન માગતી વ્યક્તિ હુમલો કરવાને
બદલે બચાવ કરવાનું નક્કી કરે તો નીચે પ્રમાણેનાં રિએક્શન અજમાવે છે.
પોતાની જાતને નીચી પડવાનો અહેસાસ રોકવા, ચિંતા, ડર, ફ્રસ્ટ્રેશન ઘટાડવા, માનસિક અને ઇમોશનલ તંદુરસ્તી કાયમ રાખવા માટે, આવી વ્યક્તિઓ એવી ફિલસૂફી અજમાવે છે કે, ‘ફાયદો ભલે ન થાય, નુકસાનથી, બચવામાં સમજદારી છે.’
ત્રણ પ્રકારનાં ડિફેન્સ રિએક્શન્સ જોવામાં આવે છે.
સ્ટ્રેસ ઘટાડવા માટે આપણાં શરીરમાં જે વાયરિંગ કરેલું છે (Wired-in repairative mechanism) તેનો ઉપયોગ કરવો. માનસિક સંતુલન સાચવવું. સાઇકોલોજિકલ નુકસાન રોકવું. દાખલા તરીકે રડી લેવું.
મરહૂમ શાયર ગાલિબના શબ્દોમાં દિલ કોઈ પથ્થર કે ઈંટ નથી. બાળક આ મિકેનિઝમ બખૂબી વાપરે છે. સહાનુભૂતિ મેળવવા રડવાની આદતનું નામ છે સિમ્પથિઝમ (Sympathism).
દિલ ખોલી દેવું, કાવડિયા હોય તો સાઇકિયાટ્રિસ્ટ પાસે, ન હોય તો કોઈ દોસ્ત પાસે. મુંબઈની આગેવાન ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ ખુશનાઝ નોરાસ કહે છે કે, ‘મારા 50% દર્દીઓ મને એમની વાતો સાંભળવાની જ ફી ચૂકવે છે. કોઈ સમાનુભૂતિ અને સહાનુભૂતિથી પોતાની વાત સાંભળે છે એવું દર્દીનું પર્સેપ્શન ટ્રીટમેન્ટનું કામ સરળ કરી દે છે.’ જાત પ્રત્યે હસી લો, ચિંતન કરી લો, ટેકો મેળવો.
⚫ ઇગો ડિફેન્સ મિકેનિઝમમાં તમારા અહમને બરકરાર રાખવાના રસ્તા શોધો.
⚫ ડ્રગ્ઝનો ઉપયોગ કરવાનો ત્રીજો વિકલ્પ અજમાવવા જેવો નથી.
X
article by b.n. dastur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી