Back કથા સરિતા
બી. એન. દસ્તૂર

બી. એન. દસ્તૂર

મેનેજમેન્ટ, કરિયર ગાઈડન્સ (પ્રકરણ - 36)
મેનેજમેન્ટ અને કારકિર્દી પર અભ્યાસપૂર્ણ લેખો લખતા રહીને યુવાનોમાં લોકપ્રિયતા મેળવનારા બી. એન. દસ્તૂર અચ્છા હાસ્યલેખક પણ છે.

સફળતાનો મંત્ર, ઇમોશનલ ઇન્ટેલિજન્સ

  • પ્રકાશન તારીખ26 Sep 2018
  •  

માનવી લાગણીઓનું હરતું-ફરતું સંગ્રહસ્થાન છે, જે એની જિંદગીનો આશરે 1/3 હિસ્સો વર્કપ્લેસમાં ગુજારે છે.


એ સવારે કામ ઉપર જાય ત્યારે એની લાગણીઓને, એની કૌટુંબિક, આર્થિક અને સામાજિક સમસ્યાઓને ઘરના કબાટમાં બંધ કરી દેતો નથી. સાંજે ઘરે પાછો ફરે ત્યારે વર્કપ્લેસના ફ્રસ્ટ્રેશન, ચિંતા વગેરેને ઓફિસના ટેબલના ખાનામાં છોડીને જતો નથી.


આવી સીધી સાદી વાતને સમજતા, મેનેજમેન્ટના ગુરુઓને શરૂઆતમાં ખૂબ તકલીફ પડી હતી.

લેખકે એવું પણ કહી નાખ્યું કે લાગણીઓમાં ફસાયેલો મેનેજર નબળો છે. અસ્થિર છે

વીસમી સદીની શરૂઆતમાં મેનેજમેન્ટના નિષ્ણાતોએ, સંસ્થાના સંચાલનની ડિઝાઇનમાંથી લાગણીઓને દૂર રાખવાના પ્રયત્નો કર્યા. સંસ્થામાં બધું જ તર્કસંગત, રેશનલ (Rational) હોવું જોઈએ. લાગણીઓને રવાડે ન ચડાય. જો લાગણીઓના ચક્કરમાં આવ્યા તો લોજિકલ નિર્ણયો ન લઈ શકાય એવું બોલાતું, લખાતું રહ્યું.
1956માં વિલિયમ વ્હાઇટની લખેલી એક કિતાબ


‘ધ ઓર્ગેનાઇઝેશન મેન (The organizational may)’માં એવું કહેવામાં આવ્યું કે અસરકારક બિઝનેસમેન રેશનલ જ હોવો જોઈએ. એણે અસરકારક નિર્ણયો લેવામાં દિમાગનો જ ઉપયોગ કરવો જોઈએ. લેખકે એવું પણ કહી નાખ્યું કે લાગણીઓમાં ફસાયેલો મેનેજર નબળો છે. અસ્થિર છે.


1980ના દાયકામાં જગપ્રસિદ્ધ ‘ટાઇમ’ મેગેઝિને એના કવર ઉપર કમ્પ્યૂટર મૂકી એને મેન ઓફ ધ યર(Man of the year)નો ખિતાબ આપ્યો. વ્હાઇટ સાહેબના ‘રેશનલ મેનેજર’નું સ્થાન કમ્પ્યૂટરે લીધું. દુનિયાભરમાં એંશીનો દાયકો (Decade of the brain) દિમાગની બોલબાલાનો દાયકો બન્યો.


નેવુંના દાયકામાં નિષ્ણાતોએ એવું અનુભવ્યું કે દુનિયાની સર્વોચ્ચ બિઝનેસ સ્કૂલોના ગ્રેજ્યુએટો સંસ્થાને તરક્કીના રસ્તે લઈ જવામાં કાચા પડવા માંડ્યા હતા. જમાનો બદલાઈ રહ્યો હતો અને સફળતાનાં શિખરો સર કરતી કંપનીઓ કાચી પડવાની હોડમાં ઊતરી હતી. અસંખ્ય સર્વેક્ષણો અને નિરીક્ષણોમાં એવું બહાર આવ્યું કે કર્મચારીઓના બિહેવિયરનો ખ્યાલ રાખવા, એ ક્યારે શું કરશે તેનો તાગ મેળવવા લાગણીઓ(Emotions)નો અભ્યાસ અનિવાર્ય છે. આ માન્યતાને ભરપૂર સમર્થનો મળતાં ગયાં અને મેનેજમેન્ટની પરિભાષા (Jargon)માં ‘ઇમોશનલ ઇન્ટેલિજન્સ’(Emotional intelligence)નો પ્રવેશ થયો.


નિષ્ણાતોએ વર્કપ્લેસમાં દેખાતા રહેતા ઇમોશન્સની યાદી તૈયાર કરી. એ યાદીમાં સ્થાન મળ્યું અભિમાન, અદેખાઈ, ગુસ્સો, ઈર્ષા, ઘૃણા, શરમ, નિરાશા, ચિંતા, ભય, અપરાધ કર્યાની લાગણી જેવા નકારાત્મક ઇમોશન્સને.


હકારાત્મક, પોઝિટિવ ઇમોશન્સમાં સ્થાન મળ્યું સંતોષ, પ્રસન્નતા, પ્રેમ, કરુણા, કૃતજ્ઞતા, સહાનુભૂતિ અને સમાનુભૂતિને.


‘ઇમોશનલી ઇન્ટેલિજન્ટ’ મેનેજરનું એક મોડલ તૈયાર થયું. આ મોડલમાં, મેનેજરમાં અંગત અને સામાજિક સ્તર ઉપર જરૂરી એવાં લક્ષણોની યાદી જોવા મળે છે.
અંગત સ્તર ઉપર મેનેજરમાં જરૂરી છે :


- ભરપૂર આત્મવિશ્વાસ.
- નકારાત્મક લાગણીઓને નિયંત્રણમાં રાખવાની આવડત.
- પરિવર્તનોને આવકારવા માટે જરૂરી ફ્લેક્સિબિલિટી.
- પોતાના વિચાર, વાણી, વર્તનની જવાબદારી સ્વીકારવાની તૈયારી.
- નવા વિચારો, નવા અભિગમો પ્રત્યે સ્વસ્થતા.
- જાતમાં સુધારા કરવાની ઇચ્છા, તૈયારી, આવડત.
- અંગત અને કંપનીના લક્ષ્યાંકો સાથે તાલમેલ સાધવાની આવડત.
- તક શોધવાની, ઝડપી લેવાની તૈયારી, આવડત.
- તકલીફો અને સમસ્યાઓની બાવજૂદ પ્રગતિ કરતા રહેવાનું ઝનૂન.

સામાજિક સ્તર ઉપર મેનેજરમાં જોઈશે :
- લોકોની લાગણીઓ સમજવાની ક્ષમતા.
- લોકોની દરકાર લેવાની ક્ષમતા, તૈયારી.
- લોકોને કારકિર્દીના લક્ષ્યાંકો પૂરા કરવામાં મદદ.
- રાજકારણ ખેલવાની ક્ષમતા.
- અસરકારક કમ્યુનિકેશન કરવાની આવડત.
- કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ.
- વિઝનરી લિડરશિપ.
- ચેઇન્જ કેટાલિસ્ટ.
- દોસ્તી શોધવા, સાચવવા, નિખારવાની ક્ષમતા.
- લોકો પાસે કામ લેવાની, કરાવવાની, કઢાવવાની આવડત.


આવડત, અનુભવ, જ્ઞાન તાલીમથી મેળવી શકાય. ઇમોશનલ ઇન્ટેલિજન્સ માટે દિલ જોઈએ, ફક્ત દિમાગ નહીં.
થોરામાં ઘનું સમજ્યા હશો. સવાલોનું સ્વાગત.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP