Back કથા સરિતા
બી. એન. દસ્તૂર

બી. એન. દસ્તૂર

મેનેજમેન્ટ, કરિયર ગાઈડન્સ (પ્રકરણ - 36)
મેનેજમેન્ટ અને કારકિર્દી પર અભ્યાસપૂર્ણ લેખો લખતા રહીને યુવાનોમાં લોકપ્રિયતા મેળવનારા બી. એન. દસ્તૂર અચ્છા હાસ્યલેખક પણ છે.

આજે દુનિયાની સૌથી સર્વોચ્ચ કંપની કઈ?

  • પ્રકાશન તારીખ05 Sep 2018
  •  

લો ઇડ્સ બેન્કના વિખ્યાત CEO સર બ્રાઅન પિટમેને પૂછ્યું, ‘આજે દુનિયાની સર્વોચ્ચ કંપની કઈ?’


લોઇડ્સ બેન્કના આ CEO (1983-2002) એક જબરજસ્ત લર્નર (Learner) હતા. શીખવા જેવું બાળક પાસે શીખવામાં કશી હિચકિચાટ ન રાખતા. એમને સર્વોચ્ચ બેન્ક નહીં, સર્વોચ્ચ કંપનીનું નામ માગ્યું.


જવાબ મળ્યો, ‘કોકાકોલા, અમેરિકા.’
કોકાકોલા કાર્બોનેટેડ પીણાં બનાવનારી કંપની છે. બેંકિંગ ઉદ્યોગ સાથે એને સ્નાનસૂતક નથી.
પિટમેન સાહેબે લીધી ત્રણ મહિનાની રજા અને પહોંચી ગયા અમેરિકા. કોકાકોલામાં ઘૂસ મારી, એની મેનેજમેન્ટ, ડિસ્ટ્રિબ્યુશન, ક્વોલિટી મેનેજમેન્ટ, સ્ટાઇલ વગેરેનો અભ્યાસ કર્યો.
આનું નામ બેન્ચમાર્કિંગ વિથ ધ બેસ્ટ : ઘણી કંપનીઓ એમને એમના જ ભૂતકાળ સાથે બેન્ચમાર્ક કરે, પોતાનાથી નબળી કંપનીઓ સાથે બેન્ચમાર્ક કરે અને વટ મારે.

અસરકારક બનવા શું કરવું, શું ન કરવું એ આપણે શીખી લઈએ એમની પાસે.

મેનેજર, માલિક, સીઇઓ તરીકે તમારે પણ શીખતા રહેવું પડશે. હરીફ કરતાં વધારે ઝડપથી શીખતી કંપનીઓ જ સફળતાની સીડી ઝડપથી ચડી જશે

- કર્મચારીઓની માન્યતા બદલો: જે ખૂબ અગત્યનું છે તેના ઉપર જ ધ્યાન આપે એવું કલ્ચર અને સ્ટ્રક્ચર બનાવો.


અનુભવ્યું છે કે મોટાભાગના કર્મચારીઓની શક્તિ, પ્રમાણમાં ઓછી અગત્યની બાબતો ઉપર ખર્ચાતી રહે છે. અરજન્ટ અને ઇમ્પોર્ટન્ટ વચ્ચેનો તફાવત એ સમજતા નથી. પરિણામે સંસ્થામાંથી ઇનોવેશન અને ક્રિયેટિવિટીની બાદબાકી થતી રહે છે.


- સફળતાની વ્યાખ્યા કરો. પરફોર્મન્સ માટેના સ્ટાન્ડર્ડ નક્કી કરો : દરેક કર્મચારીની ‘સફળતા’ની વ્યાખ્યા અલગ હોય છે. સફળતા કોને કહેવાય તે સંસ્થાએ નક્કી
કરવાનું છે.


- સર્વોત્તમ જોડે જ બેન્ચમાર્કિંગ કરો : પિટમેન્ટ સાહેબે અસંખ્ય કરિશ્માઓ કર્યા છે, પણ કોકાકોલા સાથે એમની બેન્કને બેન્ચમાર્ક કરી એ કરિશ્મા કાબિલે તારીફ છે.


- લક્ષ્યાંકો મહત્ત્વાકાંક્ષી (Ambitious) હોવા જોઈએ. સિદ્ધ થઈ શકે એવા (Achievable) નહીં: આજે જમાનો સ્ટ્રેચ (Stretch) ટાર્ગેટનો છે. અશક્ય લક્ષ્યાંકનો પીછો કરશો તો એ ભલે સિદ્ધ ન થાય, ઘણું વધારે મેળવી શકશો. 10 કરોડનો ધંધો કરતી કંપની 12 કરોડનો ટાર્ગેટ રાખે તો પહોંચશે 12 કરોડે, પણ 20 કરોડનો ટાર્ગેટ રાખી એને સર કરવાનો પ્રામાણિક પ્રયત્ન કરશે તો 15 કરોડે પહોંચી શકશે.


- પરફોર્મન્સનાં ખૂબ ઊંચાં સ્ટાન્ડર્ડ નક્કી કરો અને પરફોર્મન્સ ઉપર જ રિવોર્ડ આપો : અનુભવ્યું છે કે ઘણી કંપનીઓ નિષ્ફળતાની ગેરહાજરીને સફળતા માની બેસે છે. નિષ્ફળ ન જનારને નવાજે છે. નિષ્ફળતાની ગેરહાજરીને સફળતા માનવામાં મૂર્ખાઈ છે.


દુનિયાભરમાં કરવામાં આવેલાં સર્વેક્ષણોએ સાબિત કર્યું છે કે માનવીમાં સાઇકોલોજિકલ જરૂરિયાત એક ખૂબ ઊંચી જરૂરિયાત છે. કાંઈ કમાલ કરવાની એની આ જરૂરિયાત પૂરી કરવા માટે એ કડી મહેનત કરવા અને ક્રિએટિવિટી નિખારવા તૈયાર અને તત્પર હોય છે. પરફોર્મન્સનાં ઊંચાં સ્ટાન્ડર્ડ નક્કી કરો, જરૂરી સાધનો અને તાલીમ આપો, સફળતાને નવાજો.


- કર્મચારીનું મૂલ્યાંકન (Evaluation) કરતી વખતે જે બિહેવિયર એના નિયંત્રણમાં છે તેને જ મહત્ત્વ આપો : વર્કપ્લેસમાં એવું ઘણું બને છે જ્યાં કર્મચારીનું કોઈ નિયંત્રણ હોતું નથી. મૂલ્યાંકન કરતી વખતે કર્મચારીનું જેના ઉપર નિયંત્રણ નથી એવી પરિસ્થિતિની અવગણના કરો.


- રેવન્યૂ કરતાં નફો વધારો અગત્યનો છે : કિંમત ઓછી કરી, ટર્નઓવર વધારવામાં ખતરો છે. વર્ષના અંતે ટર્નઓવર નહીં, નફો જરૂરી છે.


- કંપનીમાં લર્નિંગ પ્રોસેસના સક્રિય ભાગીદાર બનો : મેનેજર, માલિક, સીઇઓ તરીકે તમારે પણ શીખતા રહેવું પડશે. પોતાના હરીફ કરતાં વધારે ઝડપથી શીખતી કંપનીઓ જ સફળતાની સીડી ઝડપથી ચડી જશે.


- એવું વાતાવરણ તૈયાર કરો જ્યાં સવાલો પુછાતા રહે: અદનામાં અદનો કર્મચારી પણ ઉચ્ચ મેનેજમેન્ટ સમક્ષ, શેહશરમ વિના પોતાના વિચાર રજૂ કરી શકે.
મેનેજરનું કામ કર્મચારીઓના જ્ઞાનનું મેનેજમેન્ટ કરવાનું છે. દર ત્રણ મહિને પૂછતા રહો,

‘આપણે શું કરવાનું શરૂ કરવું જોઈએ, શું કરવાનું બંધ કરવું જોઈએ, શું ચાલુ રાખવું જોઈએ. (Start, Stop, Continue.)’


પ્રતિભાવો સવાલોનું સ્વાગત છે. કટારલેખકનું કામ વાચકોને પૂછવાનું છે, શું જોઈએ છે? કેવું લાગ્યું? ક્યાં બફાયું?
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP