Back કથા સરિતા

(પ્રકરણ - 37)

રાજકોટમાં અટલ સરોવર, આજી, ન્યારી ડેમ ડેવલપમેન્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક, બ્રિજની જાહેરાત હવામાં રહેશે

  • પ્રકાશન તારીખ30 Dec 2018
  •  

*2700 કરોડનું બજેટ 1500 કરોડે પણ નહીં પહોંચે

*ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવામાં ત્રણ માસ બાકી, એક ડઝનથી વધુ પ્રોજેક્ટ હજુ બજેટની ફાઇલમાં અટવાયા

રાજકોટ મહાનગરપાલિકાના 1700 કરોડ રૂપિયાના અંદાજપત્રમાં મોટો ઘટાડો થવાની સંભાવના નથી. કે.કે.વી ચોક અંડરબ્રિજના ટેન્ડર બહાર પાડ્યા હતા, હોસ્પિટલ ચોક બ્રિજના ટેન્ડર બહાર પડે તે દિશામાં કામગીરી થઇ રહી છે. સ્માર્ટ સિટીનું 1000 કરોડનું બજેટ છે તેમાંથી આઇ-વે પ્રોજેક્ટ પાછળ 100 કરોડનો ખર્ચ કર્યો છે. અન્ય 900 કરોડના પ્રોજેક્ટ ટેન્ડર પ્રક્રિયામાં છે. વધુમાં 400 કરોડના ખર્ચે કન્વેન્શન સેન્ટર, 100 કરોડનું અટલ સરોવર ડેવલપમેન્ટનું કામ અને 400 કરોડના ખર્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોના ટેન્ડર પ્રક્રિયામાં છે.- બંછાનીધિ પાની, કમિશનર મનપા

લોક ઉપયોગી પ્રોજેક્ટ હાથ પર લેવા સૂચના આપી છે

બજેટમાં જે પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યા હોય અને હજુ સુધી તે માટે કોઇ કાર્યવાહી શરૂ કરવામાં ન આવી હોય તેવા પ્રોજેક્ટની ચર્ચા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ શહેરના વધુમાં વધુ લોકોને ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટ વહેલી તકે શરૂ થાય તે દિશામાં કામગીરી શરૂ કરવા અધિકારીઓને સૂચના આપી છે. પાર્ટી પ્લોટ તેમજ રાજકોટમાં ભળેલા નવા વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનના કામ વહેલી તકે શરૂ થાય તે દિશામાં કાર્યવાહી કરવા કહ્યું છે. - બિનાબેન આચાર્ય, મેયર રાજકોટ

પગાર કરવા હવે મનપા પ્લોટનું વેચાણ કરશે

મહાનગરપાલિકાના અંદાજે 5000 કર્મચારીઓને સાતમા પગારપંચ આપવાની જાહેરાત કર્યા બાદ પ્રથમ હપ્તો જ આપ્યો છે. બીજા હપ્તાની રકમ આપવા માટે પૂરતા રૂપિયા નથી. બીજી તરફ ટેક્સની આવક 250 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં પ મોટું ગાબડું પડે તેમ હોવાથી હવે મનપા ટી.પી.ના અનામત પ્લોટની હરાજી કરશે.

ભાજપના શાસકોએ બજેટમાં શાસકોએ મૂકેલા આ પ્રોજેક્ટ પણ અધૂરા રહ્યા

*સિંદૂરિયાખાણ વિસ્તારમાં રૂ.1000 લાખના ખર્ચે ઓડિટોરિયમ
*300 લાખના ખર્ચે ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટ
*600 લાખના ખર્ચે જુદા જુદા છ વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનાવવા
*300 લાખના ખર્ચે બે નવી હાઇસ્કૂલ બનાવવી
*300 લાખના ખર્ચે ઇસ્ટ ઝોનમાં અને સેન્ટ્રલ ઝોનમાં મહિલા એક્ટિવિટી સેન્ટર
*150 લાખના ખર્ચે મુખ્ય બજારોમાં મહિલાઓ માટે યૂરિનલ
*200 લાખના ખર્ચે મવડી વિસ્તારમાં સ્વિમિંગ પૂલ
*1000 લાખના ખર્ચે 3 વોંકળા પર એલિવેટેડ રોડ બનાવવા
*100 લાખના ખર્ચે મોડર્ન રાત્રીબજાર બનાવવી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP