• Woman saves 110 year old condemned tree converting it into library

હટકે / અમેરિકામાં મહિલાએ 110 વર્ષ જૂનું ઝાડ બચાવવા તેની અંદર લાયબ્રેરી બનાવી

Woman saves 110 year old condemned tree converting it into library
Woman saves 110 year old condemned tree converting it into library
Woman saves 110 year old condemned tree converting it into library

  • વર્ષો જૂના ઝાડની તૂટતી ડાળીઓ લોકો માટે ખતરો બનતા સ્થાનિક તંત્ર તેને કાપવાનું હતું 
  • ઝાડને બચાવનારી હાવર્ડે તેમાં બખોલ કરીને પુસ્તકો રાખ્યા 
     

divyabhaskar.com

Jan 17, 2019, 02:58 PM IST

વોશિંગ્ટન: અમેરિકામાં લિટલ ફ્રી લાયબ્રેરીનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. તેમાં લોકો મફતમાં પુસ્તક ઉધાર લેવાની સાથે તેને પરત પણ કરી શકે છે. જોકે, ઈદાહોમાં એક 110 વર્ષ જૂના ઝાડની અંદર બનેલી લાયબ્રેરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેને શરુ કરનારી શરાલી હાવર્ડનું પહેલું અને મુખ્ય લક્ષ્ય ઝાડને કાપવાથી બચવાનું હતું. આ માટે તેમણે પોતાની ડિઝાઇનિંગ સ્કિલ્સનો ઉપયોગ કરતા ઝાડને સંપૂર્ણ બદલી નાખ્યું.

હાવર્ડના જણાવ્યા મુજબ, કોટનવુડનું ઝાડ સામાન્ય રીતે 50-60 વર્ષ સુધી લીલુંછમ રહે છે. જોકે તેના ઘર પાસેનું ઝાડ બમણા સમય સુધી જીવિત રહ્યું. થોડા સમય પેલા તે સુકાઈ ગયું અને તેની ડાળીઓ પડવા લાગી. તે રસ્તે જતા લોકો માટે ખતરો બની રહ્યું હતું અને સ્થાનિક તંત્ર તેને કાપવાની તૈયારીમાં હતું.

લાયબ્રેરીમાં કાચનો દરવાજો પણ લગાવ્યો
હાવર્ડ ઝાડને બચાવવા માટે તેને અંદરથી ખોખલું કરી નાખ્યું અને વચ્ચેની જગ્યામાં એક લાયબ્રેરી તૈયાર કરી. હાવર્ડે તેની અંદર જ નહીં બહારના ડિઝાઇનિંગ પર પણ સારું એવું કામ કર્યું. લાયબ્રેરીની છતને ઢાળ આપ્યો હતો. તેમાં કાચના દરવાજા અને રંગબેરંગી લાઇટિંગ લગાવીને ઝાડનો આખો દેખાવ બદલી નાખ્યો હતો.

લિટલ ફ્રી લાયબ્રેરી સ્કીમ શું છે?
હાવર્ડ કહે છે કે તે લિટલ ફ્રી લાયબ્રેરી સ્કીમથી ઘણી પ્રભાવિત હતી. તે અંતર્ગત કોઈપણ વ્યક્તિ લાયબ્રેરીમાં પોતાની બુકનું દાન કરી શકે છે અને અન્ય કોઈ વ્યક્તિએ તેને વાંચવા માટે કોઈ કિંમત ચૂકવવી પડતી નથી. દુનિયાભરના 100થી પણ વધુ દેશોમાં આવી લગભગ 75 હજાર લાયબ્રેરીઓ ઉપલબ્ધ છે.

X
Woman saves 110 year old condemned tree converting it into library
Woman saves 110 year old condemned tree converting it into library
Woman saves 110 year old condemned tree converting it into library

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી