• datta jayanti 2018

datta jayanti / આજે દતાત્રેયની જન્મ જયંતી: શું કરવાથી શુભ ફળ મળશે?

datta jayanti 2018

divyabhaskar.com

Dec 21, 2018, 05:04 PM IST

22મી ડિસેમ્બરના રોજ માગશર માસની વ્રતની પૂનમ સાથે ભગવાન દતાત્રેયની જન્મ જયંતી મનાવવામાં આવશે. જૂનાગઢથી માંડીને દેશભરમાં દત મંદિરોમાં ભગવાન દત્તાત્રેયની ઉપાસના કરવામાં આવશે. ખાસ કરીને ધ્યાન અને આધ્યાત્મમાં આગળ વધવા માટે તેઓની કૃપા પ્રાપ્ત કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ નારાયણના પૂજન સાથે સત્યનારાયણની કથા વાંચન, પ્રસાદ વિતરણનું મહત્વ છે. વેપાર-ધંધાની ઉન્નતિ માટે એકટાણું કે ઉપવાસ કરી રાત્રે ચંદ્ર દર્શન કરવાથી વિશેષ લાભદાયી નીવડશે.


જ્યોતિષી આશિષ રાવલ જણાવી રહ્યા છે કે આજના દિવસે બ્રાહ્મણને સફેદ કે પીળા કલરની ચીજ વસ્તુનું દાન આપવાથી સર્વ પ્રકારે સુખાકારી નીવડશે.વિદ્યાર્થીગણ માટે દતબાવની કરવાથી વિશેષ વિદ્યા- ઉન્નતિ બની રહેશે. આજના દિવસે સૂર્યનો સાયન મકર રાશિમાં પ્રવેશ કરશે. તેમજ આવતીકાલથી ગ્રહ ગોચર પરિભ્રમણના મંગળ મીન રાશિમાં સતત ૪૨ દિવસ સુધી પરિભ્રમણ કરશે. આવા સમયમાં સૂર્ય-શનિની યુતિ થવાથી સરકાર અને રહીશો વચ્ચે વાદવિવાદ થાય એમાં સરકારી નીતિ-પોલીસી માટે ઘર્ષણ થવાની શક્યતા નકારી શકાતી નથી. રાજકીય મહાનુભવો કે નેતાઓ માટે આરોગ્ય સંબંધી સવિશેષ કાળજી રાખવી. સૂર્ય-મંગળનો કેન્દ્ર યોગ આગ, અકસ્માત,શોર્ટ સર્કિટ બનાવો બનવાની શક્યતા નકારી શકાતી નથી.

(માહિતી: જ્યોતિષાચાર્ય આશિષ રાવલ)

X
datta jayanti 2018

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી