લેખક વરિષ્ઠ પત્રકાર છે. તેમની ડેઇલી કોલમ ‘મેનેજમેન્ટ ફંડા’ દરરોજ સાડા ત્રણ કરોડ લોકો વાંચે છે.

ફેરફાર માટે પ્રયાસ કરો અને લાંબી છલાંગ લગાવો

  • પ્રકાશન તારીખ04 May 2019
  •  

શું તમે ક્યારેય વિચાર્યુ છે કે એક સફળ બિઝનેસ ચલાવનાર સીઇઓ કોઈ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરવા જશે જેથી પોતાના કામને નવી દિશા આપી શકે? એવી જ રીતે આર્થિક રૂપથી પછાત પરિવારની કિશોરી નિર્ણય કરે છે કે 10મા ધોરણમાં સારા નંબર માટે તે ઘરમાં નહીં, બોર્ડિંગ સ્કૂલમાં રહેશે? આ બે અસલ જીવનની કહાણીઓ છે જેના પાત્રો ફેરફાર માટે એક લાંબી છલાંગ લગાવવાથી નથી ખચકાતા.

કહાણી 1: આ વીકેન્ડ અભ્યાસ કરતા બાળકો માટે ઉત્સવ મનાવવાનો છે કારણ કે ગુરુવારે આવેલા સીબીએસઇના ધોરણ 12ના રિઝલ્ટે 39 ટકા કરતા વધુ છાત્રોને ‘95 પર્સન્ટ ક્લબ’માં સામેલ કરી દીધા છે. આ પરીક્ષામાં 2018માં 12,737 છાત્રોએ 95 ટકા અંક મેળવ્યા હતા જ્યારે 2019માં આ સંખ્યા વધીને 17, 690 થઈ ગઈ છે. આ વર્ષે છાત્રો માટે એક હજી મોટી ઉપલબ્ધિ એ પણ છે કે 90 ટકા અને તેના કરતા વધુ અંક મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યાએ 94,299નો આંકડો પાર કરી લીધો છે જે સીબીએસઇના ઇતિહાસમાં સૌથી વધુ છે.આ ઉત્સવમાં લલરિનનુનગી નામની એક કિશોરી પણ સામેલ છે જે ભારતના આઇજોલના સેન્ટ જોસફ હાયર સેકેન્ડરી સ્કૂલની છાત્રા છે.

તે પોતાના મહેનતુ માતા-પિતા જોથનલુંગા અને લલહિમપુઇની ચોથી સંતાન છે. બાળકોના અભ્યાસનો ખર્ચ અને પરિવારનું ભરણ-પોષણ શાકભાજી વેચીને કરે છે. લલરિનનુનગી પણ આ કામમાં માતા-પિતાની મદદ કરતી રહે છે. જ્યારે તે પ્રાઇમેરી અને મિડિલ સ્કૂલમાં હતી તો દર વીકેન્ડ દરમિયાન ને હાઇસ્કૂલમાં હતી ત્યારે પોતાની રજાઓમાં તેનું આ જ કામ રહેતું હતું. તેને બજારમાં શાકભાજી વેચવામાં ક્યારેય શરમ નહોતી અનુભવ થઈ કારણ કે તે અભ્યાસ માટે સંવેદનશીલ માતા-પિતાની મદદ કરવા ઈચ્છતી હતી. કારણ કે આઇજોલથી 15 કિમી. દૂર પોતાના ગામની સ્કૂલમાં તેનો સારો શૈક્ષણિક રેકોર્ડ હતો એટલે ધોરણ 8ના અભ્યાસ પછી તેણે સેન્ટ જોસફ હાયર સેકેન્ડરી સ્કૂલમાં બોર્ડિંગ સ્ટૂડન્ટ તરીકે પ્રવેશ લીધો.

વાત અભ્યાસની હોય કે શાકભાજી વેચવાની, આ કિશોરી બંને જ કામ ખૂબ લગન સાથે કરતી હતી અને એટલે 2019ની હાઇસ્કૂલ એગ્ઝામમાં તેણે આખા મિઝોરમમાં ટૉપ કર્યું છે. ગુરુવારે આવેલા રિઝલ્ટમાં તેણે 500માંથી 486 અંક મેળવ્યા છે. આમ તો તે આગળ ખૂબ અભ્યાસ કરીને સિવિલ સર્વિસેજમાં સફળ થવા ઈચ્છે છે, પરંતુ તેના પહેલા મેડિકલના અભ્યાસ માટે પણ એક પ્રયાસ કરશે કારણ કે તે એવા લોકોની મદદ કરવા ઈચ્છે છે જે મોંઘી સારવારનો ખર્ચ નથી ઉઠાવી શકતા.

કહાણી 2: કેનેડાની બ્રિટિશ કોલંબિયા યૂનિવર્સિટીના સૉડર સ્કૂલ ઑફ બિઝનેસથી જનરલ બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ આંતરપ્રેન્યોરશિપમાં અભ્યાસ કરવા છતાં, 28 વર્ષીય ચૈતન્ય મુપ્પલા સ્ટેનફોર્ડના સીડ પ્રોગ્રામમાં એટલે એડમિશન લીધું કારણ કે તે ખૂબ બેચેનીથી એક નવી દિશા શોધી રહ્યો હતો જેનાથી તેના પિતાનો 20 વર્ષ જૂનો બિઝનેસ નવી ઊંચાઈઓ સર કરી શકે. સૌથી જરૂરી વાત તો એ છે કે તે આ બિઝનેસથી નવી નોકરીઓ ઉત્પન્ન કરવા ઈચ્છતો હતો. ‘સીડ, સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસના નેતૃત્વમાં એક ઝુંબેશ છે જેના હેઠળ દુનિયામાં રોજગાર વધારીન ગરીબીના ચક્રને ખતમ કરવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યુ છે.’

બિટ્સ પિલાનીથી અભ્યાસ કરીને નીકળેલા કેમિકલ એન્જિનિયર ચૈતન્યના પિતા નાગાર્જુન મુપ્પાલાએ જીવન નિર્વાહ માટે 1989માં હૈદરાબાદમાં ‘ઑમંડ હાઉસ’ નામથી મીઠાઈની દુકાન ખોલી, જે સમયની સાથે વધીને એક સારી ચાલનારી ઘરેલૂ બ્રાન્ડ બની ગઈ. તે ઘરના ત્રીજા ફ્લોર પર રહેતા હતા અને નીચેના ફ્લોરમાં ‘ઑમંડ હાઉસ’નું રસોડું હતું. ચૈતન્ય થોડાં સમય માટે પિતાના વેપાર સાથે જોડાયો જેથી તે નજીકથી સમજી શકે તે ક્યાં બધુ કેવી રીતે કરવામાં આવે છે.

પોતાની ડિગ્રી મેળવ્યા પછી તેણે નવા જમાનાની ‘ઇન્સ્ટાગ્રામ જરૂરિયાતો’ને પૂરી કરવા માટે નવી વસ્તુઓ જોડવાનું શરૂ કર્યુ અને તેનો સૌથી મોટો લક્ષ્ય રિટેલ અ્નુભવ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. વાસ્તવમાં ચૈતન્ય એવું ઈચ્છતો હતો કે તેના બ્રાન્ડથી ગ્રાહકને સશક્ત બનવાનો અનુભવ મળે. તેણે પોતાના આઉટલેટ્સને લીનિયર બનાવ્યો અને અનેક ફંક્શનલ ટીમો સાથે કામને આગળ વધાર્યુ. તે કાયમથી જ શુદ્ધ અને નવા-નવા ખાદ્ય અનુભવોના માધ્યમથી ખુશી ફેલાવવામાં એક ગ્લોબલ લીડર બનવા ઈચ્છતો હતો. અલબત્ત, આજે ઑમંડ હાઉસ હૈદરાબાદ શહેરમાં મીઠાઈની સૌથી મોટી દુકાન છે અને તેની ત્રણ શાખાઓ પણ ખુલી ચૂકી છે.

તે નવી પેઢીના બાળકોની ખાવા-પીવાની જરૂરિયાતોને સમજવામાં ખૂબ સમય આપે છે. સારી વાત એ છે કે તે સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સને પણ ફૉલો કરે છે પરંતુ પોતાની બ્રાન્ડના ટકાઉપણાં અને તેની કાર્યક્ષમતાની જરૂરિયાતોને પૂરી કરવાનું નથી ભૂલતો. ફંડા એ છે કે જો સ્વયંમાં અથવા પોતાના બિઝનેસમાં દેખાતા ફેરફાર લાવવા ઈચ્છો છો તો એક એવી લાંબી છલાંગ લગાવો જેનાથી તમારા વિચારવાની રીતને એક નવી દિશા મળી જાય.

x
રદ કરો
TOP