વાસ્તુિનર્માણ- મયંક રાવલ / પૂર્વ દિશામાં દાદરો આવતો હોય તો?

article by mayankraval

Divyabhaskar.com

Jan 02, 2020, 06:36 PM IST
વાસ્તુિનર્માણ- મયંક રાવલ
માણસના આત્મસન્માન સાથે જોડાયેલી દિશા એટલે પૂર્વ. આપણે સૂર્ય તરફ મુખ રાખીને ઊભા રહીએ અને સામે જે દિશા દેખાય તે પૂર્વ દિશા ગણાય એ વાત હવે સહુ જાણે છે. પૂર્વ દિશા સૂર્યની દિશા ગણાય અને સૂર્ય એ પ્રતિષ્ઠાનો કારક છે.
પૂર્વની હકારાત્મકતા માનસન્માન વધારી આપે અને નકારાત્મકતા તેમાં ઘટાડો કરાવી શકે. પૂર્વ અન્ય દિશાઓના અક્ષ સાથે જોડાઈને પણ વિવિધ અસરો આપે છે, પરંતુ સર્વ પ્રથમ પૂર્વની જ વાત કરીએ.
પૂર્વ મધ્યમાં જો મુખ્ય દ્વાર આવતું હોય તો ઘરના દરેકે દરેક સદસ્ય એકસાથે રહે તેવા સંજોગો ઘટે છે. જેમને માણસો ગમતા હોય તેવા લોકો માટે આ એક દુ:ખદ બાબત બની શકે. પૂર્વ મધ્યનું દ્વાર બહુ હકારાત્મક ન ગણાય. પૂર્વમાં દાદરો આવતો હોય તો?
દાદરના ઘણા પ્રકાર હોય છે. પૂર્વમાં ગોળાકાર દાદરો ક્યારેય ન રાખવો જોઇએ. ગોળાકાર સીડીને લીધે વ્યક્તિના જીવનમાં સ્થિરતા આવતી નથી. જો દક્ષિણમાંથી ઉત્તર તરફ જતી સીધી સીડી હોય તો તે નકારાત્મક વિચારો આપી શકે. જો આવી સીડી ઉત્તર તરફથી દક્ષિણ તરફ જતી હોય તો તે ઘરની નારી માટે યોગ્ય ન ગણાય. નારીને સ્વાસ્થ્યની સમસ્યા આવી શકે.
જો બ્રહ્મમાંથી પૂર્વ તરફ સીડી જતી હોય તો તે નવી પેઢી માટે યોગ્ય નથી. જો પૂર્વમાં લેન્ડિંગ આવે અને દાદરો બે સમાંતર બાજુઓથી ઉપર જતો હોય તો ઘરમાં બે પેઢી વચ્ચે મતમતાંતર રહેવાની શક્યતા ઉદ્ભવે છે.
સામાન્ય સંજોગોમાં પૂર્વનો દોષ માણસ પાસે એવા કાર્ય કરાવે છે કે જે કરતી વખતે તેને કુદરતનો ભય પણ નથી રહેતો.
જેમ કંસનો વધ નિશ્ચિત હતો તેથી નારદજીએ એને નકારાત્મક કર્મ કરવા પ્રેર્યો હતો તેવું જ આવી વ્યક્તિઓ સાથે થાય છે.
જો પૂર્વ સાથે અગ્નિનો દોષ હોય તો શું થાય?
જો દાદરો અગ્નિ તરફથી શરૂ થઇ અને પૂર્વ તરફ આવતો હોય તો વ્યક્તિનો સ્વભાવ તામસી બને છે. તે જયારે વિચારે ત્યારે ભૌતિકતાનો વિચાર વધારે આવે તેવું બને. આવા સંજોગોમાં તેના દ્વારા લેવાયેલા નિર્ણયો તેને માનહાનિ અપાવી શકે. આવી વ્યક્તિ ક્યારેક નકારાત્મક વિચારોથી ઘેરાયેલી જોવા મળે છે. તો ક્યારેક પોતાના સ્વાર્થ માટે અસત્યનો પણ સહારો લે તેવું બને. જ્યારે લોકોને સત્ય સમજાય ત્યારે માન સન્માન ઘટે તેવું બને. જો આવી વ્યક્તિઓ સરકારી નોકરીમાં હોય તો તેમને નોકરીમાંથી બરતરફ થવાનો પણ વખત આવી શકે કારણ કે તેમના નકારાત્મક નિર્ણયોમાં વિજાતીય વ્યક્તિ સંકળાયેલી હોઈ શકે.
જો ઇશાનથી પૂર્વ તરફ દાદરો આવતો હોય તો વ્યક્તિને નાની નાની વાતમાં ખોટું લાગી જાય તેવું બને. આવી વ્યક્તિઓનું માન સચવાય કે નહીં તે એક સવાલ છે. તો પૂર્વથી ઇશાન તરફ આવતો દાદરો હૃદયને તકલીફ આપે. એવી ઘટનાઓ બને જેનાથી હૃદયને સારું ન લાગે.
[email protected]
X
article by mayankraval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી